ખબર

BREAKING: દિગ્ગજ કોમેડિયન ભારતી સિંહની ધરપકડ: અધધધ આટલા ગ્રામ ગાંજા સાથે NCBએ પકડી- જાણો વિગત

જ્યારથી સુશાંત સિંહે સ્યુસાઇડ કર્યું છે ત્યારથી NCB ટિમ એક્ટિવ થઇ ગઈ છે અને બૉલીવુડ તેના સકંજામાં છે. હાલમાં જ બોલીવુડના ઘણા સેલિબ્રિટી અને પ્રોડ્યુસર પર રેડ પડી છે. હાલમાં જ મળેલી માહિતી અનુસાર NCB દ્વારા ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેનો હસબન્ડ હર્ષની પણ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

શનિવારે NCB ટીમે મુંબઇમાં 3 જગ્યાએ દરોડા પાડ્યા છે. તેમાં કોમેડિયન ભારતી અને તેના પતિ હર્ષના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીના ફ્લેટમાંથી ગાંજો પણ મળી આવ્યો છે.

તો પછી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર અનુસાર, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં 3 અલગ અલગ જગ્યાએ રેડ પડી હતી. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ સમયે આ બંનેનાં નામ બહાર આવ્યાં હતાં.

કોણ છે ભારતી સિંહ? આ અભિનેત્રી સ્ટેન્ડઅપ કોમેડિયન અને ફિલ્મ અભિનેત્રી છે. અત્યારે તે ‘ધ કપિલ શર્મા શૉ’માં ખુબ જ લોકપ્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ માં ૩.૬ મિલિયન ફોલોવર્સ છે. તેણે પોતાના અભિનયની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી એણે ઘણા શૉઝ કર્યા જેમાં ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ વગેરેનો સમાવેશ થાય છે.

શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈ સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ભારતી સિંહ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે નિયમિતપણે પોસ્ટ શેર કરતી રહે છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ભારતી છેલ્લા ઘણા વર્ષોથી લોકપ્રિય છે. જયારે 2019માં ફોર્બ્સના સૌથી વધારે કમાણી કરનારા સ્ટાર્સનું લિસ્ટ આવ્યું તો એમાં ભરતીનો નંબર ૮૨મો હતો. આ કોમેડિયનની એન્યુઅલ ઇન્કમ 10.93 કરોડ રૂપિયા છે. આ કપલ અત્યારે સોની ટીવી પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે. આ ઉપરાંત તે ‘ધ કપિલ શર્મા’ શોમાં પણ દેખાઈ રહી છે.

વધુમાં તમને જણાવી દઈએ કે આ કોમેડીયાને સૌથી પોપ્યુલર શો ‘ધ કપિલ શર્મા શૉ’, ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ જેવા શૉમાં એક્ટિંગ અને સાથે સાથે એન્કરિંગ કર્યું છે. તે કૃષ્ણા અભિષેક સાથે ‘કોમેડી નાઈટ્સ બચાઓ’ અને ‘કોમેડી નાઈટ્સ લાઈવ’ પણ કરી ચૂકી છે. ભારતીસિંહે પંજાબી મુવી ‘એક નૂર’, ‘યમલે જાટ યમલે’ અને ‘જાટ એન્ડ જુલિએટ’માં પણ કામ કર્યું છે. અક્ષય કુમાર સાથે બોલિવૂડ ફિલ્મ ‘ખિલાડી 786’ અને પુલકિત સમ્રાટ-યામી ગૌતમ સ્ટારર ‘સનમ રે’માં પણ દેખાઈ ચૂકી છે.

આ ઓકોમેડીયનનું ચાઇલ્ડહુડ ખુબ જ ગરીબીમાં વીત્યું છે. એક ઇન્ટરવ્યૂમાં ભારતી ખુદ જણાવેલું કે, ‘હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું અને અમે ત્રણ ભાઈ-બહેન છીએ. મારા મમ્મીના મેરેજ 17 વર્ષની ઉંમરે થયા હતા અને તમે વિશ્વાસ નહિ કરો કે તે 23 વર્ષની ઉંમરે 3 બાળકોની માતા હતા.