ખબર મનોરંજન

ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ શું ભારતી સિંહને કપિલ શર્મા શોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો? જાણો કિકુ શારદાએ જણાવી હકીકત

ટીવી ઉપર દર્શકોને સૌથી વધુ મનોરંજન કરાવનાર કોમેડી શો ધ કપિલ શર્મા શોની અભિનેત્રી ભારતી સિંહ આજકાલ ડ્રગ્સ કેસના વિવાદોમાં ફસ્યાયેલી જોવા મળી રહી છે. તેના ઘરેથી ગાંજો મળી આવતા ભારતી અને તેના પતિ હર્ષ લીંબાચીયાની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જોકે બીજા જ દિવસે તે જામીન ઉપર છૂટી પણ ગયા હતા, પરંતુ હવે એવી ખબરો ચાલી રહી છે કે આ ઘટના બાદ ધ કપિલ શર્મા શોની અંદરથી ભારતીની હકાલપટ્ટી કરવામાં આવી છે.

Image Source

એવી ખબરો ચાલી રહી છે કે શોના મેકર્સ ભારતીને શોની બહારનો રસ્તો બતાવી શકે છે, આ ખબર ચાહકો માટે ખુબ જ ખરાબ સમાચાર છે. આ બાબતે હજુ ભારતી સિંહ અને કપિલ શર્મા તરફથી કોઈ અધિકારીક નિવેદન નથી આવ્યું.

Image Source

પરંતુ આ બાબતે મીડિયા સાથે વાત કરવા દરમિયાન શોના એક બીજા અભિનેતા કિકુ શારદાએ જણાવ્યું હતું કે “અમે કાલે શૂટિંગ કર્યું પરંતુ શૂટ દરમિયાન ભારતી ત્યાં  હાજર નહોતી. પરંતુ આ ખુબ જ સામાન્ય બાબત છે. તે આમરી સાથે દરેક એપિસોડ માટે શૂટિંગ નથી કરતી. જોકે, મેં પણ હજુ સુધી કોઈ એવી વાતચીત નથી સાંભળી કે ભારતી શોને છોડી રહી છે. ફક્ત તે ગઈકાલે શૂટિંગમાં હાજર નહોતી.આ ઉપરાંત કોઈ બીજી વાત નથી.”