ભારતી સિંહે આલિયા કપૂરની સાસુ નીતૂ કપૂરને આપ્યુ ઓવું ગિફ્ટ કે હેરાન રહી ગઇ અભિનેત્રી

આલિયા ભટ્ટ સાથે પુત્ર રણબીર કપૂરના લગ્ન બાદ નીતુ કપૂરને ખૂબ અભિનંદન મળી રહ્યા છે. હાલમાં જ નીતુ કપૂર શો ‘હુનરબાઝઃ દેશ કી શાન’માં પહોંચી હતી, જેમાં ભારતી સિંહે તેની સાથે ખૂબ જ મસ્તી કરી હતી. તેણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન માટે નીતુ કપૂરને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ભારતીએ લગ્નની એવી ભેટ આપી, જેને જોઈને નીતુ આશ્ચર્યચકિત થઈ ગઈ. ‘હુનરબાઝઃ દેશ કી શાન’ શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે જે ખૂબ જ ફની છે. વીડિયોમાં ભારતી નીતૂ કપૂરને કહે છે કે પહેલા તો નીતૂ મેમ તમને ખૂબ ખૂબ અભિનંદન.

મારુ બેબી થયુ હતુ તો નીતૂ મેમે એટલી રિકવેસ્ટ કરી હતી કે જો જાનમાં તું નાચીશ નહિ તો રણબીરના લગ્ન થશે નહિ. પરંતુ ડોક્ટરે ના કહી હતી. તો હું આવી ન શકી. આના પર નીતૂ કહે છે કે તારી બહુ યાદ આવી, અમે તને ઘણી મિસ કરી. તે બાદ ભારતી આગળ કહે થે કે મેં એક ગિફ્ટ પણ આપ્યુ હતુ કરણ સરને, અમારી તરફથી આપી દેજો પરંતુ તે આપવાનું ભૂલી ગયા, તો હું ઇચ્છુ છુ કે અમે તમને અહીં જ ગિફ્ટ આપી દઇએ.

તે બાદ ભારતી શોના સ્ટેજ પર ગિફ્ટ મંગાવે છે અને પછી જ્યારે નીતુ બોક્સ ખોલે છે, ત્યારે તેમાંથી એક પ્રેશર કૂકર નીકળે છે, આ ગિફટ જોઈને તે આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી કહે છે, આ હું મારી વહુરાણીને આપીશ. તે રસોડામાં ખૂબ ઉપયોગી થશે. આના પર ભારતી કહે છે, ‘અમે લગ્નના ફોટા જોયા છે જેમાં રણબીર ખૂબ જ પાતળો દેખાઈ રહ્યો છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે આલિયા તેમાં સારું ભોજન બનાવે અને તમારા પુત્રને ખવડાવે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા નીતુ કપૂરે કહ્યું હતું કે રણબીર કપૂરના લગ્ન પછી ઘરમાં કોનું ચાલી રહ્યું છે. આ દિવસોમાં નીતુ શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ને જજ કરી રહી છે. શોમાં નીતુએ જણાવ્યું કે તે ઇચ્છે છે કે ઘરમાં તેની વહુનું  ચાલે.

Shah Jina