ખબર મનોરંજન

ભારતીસિંહે મનાવી વેડિંગ એનિવર્સરી, પતિ હર્ષ લીંબાચીયા સાથે શેર કરી રોમેન્ટિક તસ્વીર

ડ્રગ્સના મામલે હડફેટે ચડેલી ભારતી અત્યારે ખુશખુશાલ છે.. જુઓ અનિવર્સરીનાં ફોટોસ

કોમેડી ક્વિન  ભારતી સિંહ અને પતિ હર્ષ લીંબાચીયા આજકાલ ડ્રગ મામલે ઘણા ચર્ચામાં રહે છે. આ વચ્ચે હવે ભારતી અને હર્ષે તેના લગ્નની ત્રીજી એનિવર્સરી મનાવી હતી. આ ખાસ દિવસે ભારતીએ તેના પતિ હર્ષને અલગ અંદાજમાં વિશ કર્યું હતું. વેડિંગ એનિવર્સરીનાં દિવસે ભારતીએ તેના લગ્ન અને પ્રિ-વેડિંગની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસ્વીરોને ફેન્સ પણ બહુ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

કોમેડિયન ભારતી સિંહે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી તસ્વીર શેર કરી છે. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, પ્રેમ એ વિશે નથી કે તમે કેટલા દિવસ, કેટલા મહિના અને કેટલા વર્ષ એકબીજા સાથે રહો છે. પ્રેમનો મતલબ છે કે તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો. હેપી મેરેજ એનિવર્સરી મારા પ્રેમ. બહુ જ બહુ જ ધન્યવાદ.

ભારતી જ નહીં પરંતુ હર્ષએ પણ આ ખાસ દિવસે પત્નીને ખાસ અંદાજમાં વિશ કર્યું હતું. હર્ષે ઘણી ખુબસુરત તસ્વીર શેર કરી હતી. તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, એક લગ્નની શોધ કરતા નથી પરંતુ અહીં કંઈક એવું જ છે બની જાય છે. હંમેશા બનાવી રાખે છે. હેપ્પી એનિવર્સરી માય લવ ભારતીસિંહ

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

જણાવી દઈએ કે, હર્ષ અને ભારતી સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. બંને ફેન્સ સાથે તેની તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. તો ફેન્સને પણ તેના ફેવરિટ સ્ટારની રાહ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)