રસોઈ

કડકડતી ઠંડીમાં ગરમા ગરમ રોટલા સાથે ભરેલા રીંગણના રવૈયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તો બનાવો ને ખવડાવો ઘરના સૌને….

અત્યારે શિયાળામાં રીંગણ ખૂબ જ સરસ મળે છે માર્કેટમાં એ પણ તાજા ને એકદમ ફ્રેશ. એમાંથી રીંગણનો ઓળો, રીંગણ મેથીનું શાક, કે પછી રીંગણના રવૈયા બનાવીને ગરમા ગરમ રોટલી કે રોટલા સાથે આ કડકડતી ઠંડીમાં ખાવાની મજા જ કઈક અલગ હોય છે. જે આખુ વર્ષ યાદ રહી જાય. સાચું ને મિત્રો ? તો હવે રાહ શું જુઓ છો ? આજે અમે તમારા માટે જ આ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથે લઈને આવ્યા છીએ, જેમાં શું સામગ્રી જોઈને અને કેવી રીતે બનાવી શકાય આ રોંગણ રવૈયા તેની પરફેક્ટ માહિતી પણ આપવામાં આવી છે. તો બનાવો અને ખવડાવો ઘરના સૌને. નાના મોટા સૌ ખુશી ખુશી ખાશે ને વાહ વાહ કહેશે એવો ટેસ્ટ છે.

સામગ્રી

 • રીંગણ રવયા બનાવવા માટે
 • મસાલો બનાવા માટે
 • બેસન 3 ચમચી
 • સીંગદાણા નો ભૂકો 3 ચમચી
 • સફેદ તલ 1ચમચી
 • લાલ મરચું 1ચમચી
 • હળદર 1/4ચમચી
 • ધાણા ઝીરું 1/5 ચમચી
 • ગરમ મસાલો 1/2ચમચી
 • મીઠુ 1 ચમચી
 • ખાંડ 1ચમચી
 • તેલ 1ચમચી
 • રીંગણ 250ગ્રામ
 • બટાકો 1 નંગ
 • તેલ 2ચમચી
 • રાઈ 1/2 ચમચી
 • હિંગ 1/2 ચમચી
 • આદુ લસણ મરચા ની પેસ્ટ 1ચમચી
 • પાણી જરૂર મુજબ
 • ધાણા ગાર્નીસિંગ માટે

રીત
સૌપ્રથમ રવયા નો મસાલો બનાવા માટે એક બાઉલ લઇ લો એમાં બધા મસાલા બેસન બધી જ સામગ્રી એડ કરી મિક્સ કરી લો બધું મિક્સ થઈ જાયઃ એટલે રીંગણ ને ધોઈ ને ચીરા પાડી લો અને મસાલા ને એમાં એડ કરી ને ભરી લો મસાલો બરાબર ભરી લો. અને એક બટકા ને સમારી ને એને પાણ મસાલા માં મિક્સ કરી લો.
હવે એક પેન માં તેલ મૂકી એમાં રાઈ નાખી વઘાર કરો.
હિંગ આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરો અને રીંગણ બટકા અને મસાલો એડ કરી લો અને મિક્સ કરી લો.
થોડી વાર માટે બધી જ મસાલો ચડી જાય એટ્લે થોડીવાર સાંતળવા દેવું.અને પછી પાણી એડ કરી ને એને થવા દો તમે કુકર પાણી લઇ શકો છો.
એમાં 2/3 સિટી માં થઈ જશે અને પાણી બળી જાયઃ
હવે કુકર ઠંડુ થાય એટ્લે ખોલીને જુઓ કે પાણી બધુ જ બળી ગયું છે ને, જો ન બળ્યું હોય તો કુકરનું ઢાંકણ બંધ કર્યા વગર 2 મિનિટ ગેસ પર જ રહેવા દેવું.
એટલે ધાણા થી ગાર્નીસ કરી ને સર્વ કરો તૈયાર છે રીંગણ ના રવયા અને તમે રોટલી રોટલા ખીચડી સાથે સર્વ કરો મજા આવશે ખાવા ની ખુબજ ટેસ્ટી લાગે છે જરૂર થી બનાવજો રેસિપી કેવી લાગી અમને જણાવજો.

રેસીપી ની લિંક જોવા માટે અહીંયા ક્લિક કરો !! 

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ