આપણા દેશમાં લગ્ન જેવો માહોલ ઘણીવાર બની હે છે. આ દરમિયાન પરિવારથી લઇને સંબંધીઓ અને પાડોશના લોકો સુધી પણ ખુશીનો આલમ રહે છે. બધા લોકો તેમના સ્તર પર લગ્નની તૈયારીઓમાં જોડાયેલા રહે છે.
કોઇ તેમના કપડા તો કોઇ અન્ય સામાનમાં વ્યસ્ત રહે છે. આ બધા વચ્ચે ચર્ચાનું કેન્દ્ર દુલ્હો અને દુલ્હન રહે છે. લગ્ન બાદ બધા લોકો પોત પોતાના કામમાં જોડાઇ જાય છે, મહેમાનો પણ ચાલ્યા જાય છે. બધા કાર્યક્રમ ખત્મ થયા બાદ તમને ખબર પડે કે દુલ્હન ફર્જી હતી અને દુલ્હા પક્ષનો સામાન લૂંટી ચાલી ગઇ તો ? (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
તમે વિચારો કે દુલ્હાની અને તેના પરિવારની શું હાલત થાય ? આવો જ એક મામલો રાજસ્થાનના ભરતપુરમાંથી સામે આવ્યો છે. સુહાગરાત કોઇ પણ નવપરણિત જોડા માટે જીવનનો ખાસ પળ હોય છે. લગ્નની પહેલી રાત્રે નવદંપતિ પ્રેમમાં ખોવાયેલુ રહે છે
અને નવા સપનાને સંજોવાનું જતન કરતા રહે છે. પણ દુલ્હાને એ વાતની ખબર પડે કે તે જેની બાંહોમાં પોતાનો સંસાર સમજી રહ્યો છે, તે તો લૂંટેરી દુલ્હન ગેંગની સભ્ય છે તો તમે વિચારો કે તેની મનોદશા કેવી થશે.
ભરતપુર જિલ્લાના ગઢી-બાજના ક્ષેત્રના ગામ બૈસોડામાં એક નવી નવેલી દુલ્હન લગ્નના કેટલાક દિવસ બાદ જ રોકડા અને સોના ચાંદીના ઘરેણા લઇ ફરાર થઇ ગઇ. દુલ્હનના આ કારનામાથી દુલ્હો આઘાતમાં સરી પડ્યો અને પરિવારમાં કોહરામ મચી ગયો.
આ મામલો સ્થાનિક પોલિસ પાસે પહોંચ્યો તો તેઓ પણ હેરાન રહી ગયા. તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી આ ગેંગમાં શામેલ 2 લૂંટેરી દુલ્હન અને એક દલાલની ધરપકડ કરી લીધી. પૂછપરછ કરવા પર દલાલે ચોંકાવનારો ખુલાસો કર્યો. તેણે કહ્યુ કે, તેણે બંનેને 2-2 હજાર રૂપિયા રોજના હિસાબે ભાડા પર લાવી હતી.
મતલબ એ કે યુવતિઓને 2000-2000 રૂપિયા રોજના આપી લગ્ન કરાવવામાં આવતા અને પછી દુલ્હા પક્ષના ઘરમાં ચોરી કરી તે ફરાર થઇ જતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પીડિત પક્ષ તરફથી મામલો નોંધાયા બાદ આરોપીની ધરપકડ માટે ટીમ ગઠિત કરવામાં આવી હતી. પોલિસ ટીમે એક આરોપી લૂંટેરી દુલ્હનની ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદથી તો બીજીની મૈનપુરીથી ધરપકડ કરી. દુલ્હનને રોજના હિસાબે ભાડા પર લાવી ચોરીની વારદાતને અંજામ આપવામાં આવતો હતો.