ભારતમાં ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓની બિલકુલ પણ કમી નથી. જેમાના દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી, તેમના પરિવાર, રહેણી-કરણી, તથા તેમના જીવન સાથે જોડાયેલા અમુક તથ્યો વિશેની જાણ તો તમને બધાને છે જ. સાથે જ મુકેશ અંબાણી એક સામાન્ય એવા પરિવારમાં જન્મયા હતા, પણ પોતાના દ્રઢ મનોબળ અને મહેનતે આજે તે એવા સફળતાના શિખરે જઈ પહોચ્યા છે કે દેશના ધનવાન વ્યક્તિઓમાં સૌથી પ્રથમ નામ મુકેશ અંબાણીએ હાંસિલ કર્યું છે. પણ ઉદ્યોગની વાત કરીએ તો તેમાં રતન ટાટા પણ કઈ કમ નથી. ભલે તે પ્રથમ નંબર પર નથી પણ દેશના ધનિક વ્યક્તિઓમાં નામના જરૂર ધરાવે છે.

રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937નાં રોજ ગુજરાતના જાણીતા શહેર સુરતમાં થયો હતો. રતન ટાટાએ પણ પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, અને ઘણી નડતર પરિસ્થિતિઓને હટાવીને જાતે જ સફળતાનો માર્ગ શોધી કાઢ્યો છે. કહેવાય છે ને કે, કામિયાબીનો રસ્તો આપમેળે નથી મળતો, તેને શોધવા માટે દિવસ-રાત એક કરવા પડે છે. રતન ટાટાના જીવનમાં પણ કઈક આવી જ સમસ્યાઓ આવી હતી.
રતન ટાટાના જીવન સાથે સંકળાયેલા સુખ-દુઃખ, સમસ્યાઓ, કામિયાબી વગેરે પર એક નજર કરીએ.
1. શરૂઆતી જીવન:
જણાવી દઈએ કે રતન ટાટાનાં નામથી જાણીતા આ વ્યક્તિ જેનો ટાટા પરિવાર સાથે લોહીનો સંબંધ નથી. એટલે કે રતન ટાટા જે નવલ ટાટાનાં પુત્ર છે, જેમને તેમના પિતા જમશેદજીભાઈ ટાટા જે ટાટા સમૂહના સંસ્થાપક છે, તેમના દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. રતન ટાટાનું જીવન પહેલાથી જ ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું હતું. રતન ટાટાનાં માતા-પિતા વર્ષ 1948માં અલગ થઇ ગયા હતા તે સમયે રતન માત્ર 10 વર્ષના જ હતા. બાદમાં તેમના દાદા-દાદી એટલે કે જમશેદજીભાઈ અને નવાજબાઈએ તેમનું ભરણ પોષણ કર્યું હતું.

રતને પોતાનો અભ્યાસ મુંબઈના ‘કૈથેડ્રલ એન્ડ જોન કોનન સ્કુલ’ અને માધ્યમિક અભ્યાસ શિમલાની ‘બીશપ કોટન સ્કુલ’ માંથી કર્યો હતો. તેના બાદ તેમણે પોતાનું B.SC આર્કીટેક્ચરમાં સ્ટ્રકચરલ એન્જીનીયરીંગની સાથે ‘કોર્નલ વિશ્વ વિદ્યાલય, ન્યુયોર્ક’ થી 1962માં પૂરું કર્યું હતું. પછી હાવર્ડ બીઝનેસ સ્કુલથી વર્ષ 1975માં મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો.
3. કેરિયર:
ટાટા ગ્રુપની સાથે પોતાના કેરિયરની શરૂઆત 1961માં રતન ટાટાએ એક સામાન્ય કર્મચારીની પદ પર કરી હતી, બાદમાં તે ધીરે-ધીરે ટાટા ગ્રુપ અન્ય કંપનીઓ સાથે જોડાતા ગયા. વર્ષ 1971માં તેમને રાષ્ટ્રીય રેડિયો અને ઈલેક્ટ્રોનિક કંપની (નેલ્કો) માં પ્રભારી નિદેશક માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેના બાદ તે 1981માં ટાટા ઇન્ડસ્ટ્રીજનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા, બાદ વર્ષ 1991માં JRD ટાટાએ ટાટા ગ્રુપનાં અધ્યક્ષનું પદ છોડીને રતન ટાટાને પોતાનો ઉતરાધિકારી પસંદ કરવામાં આવ્યા હતા.

28 ડીસેમ્બર 2012નાં રોજ રતન, ટાટા સમૂહની દરેક કામની જવાબદારીઓ પરથી રીટાયર થઇ ગયા. રતન ટાટાએ પોતાના 21 વર્ષના રાજમાં કંપનીને એક નવા જ મુકામ પર પહોંચાડી છે. પોતાના કાર્યકાલમાં તેમણે કંપનીની વેલ્યુ 50 ગણી વધારી દીધી છે.
4. તેમના જીદ્દી ફેસલાને લીધે ટાટા મોટર્સની હાલત બદલી:
વાત વર્ષ 1999ની છે ત્યારે રતન ટાટા, ટાટા ગ્રુપના અધ્યક્ષ હતા અને ટાટા ઈન્ડીકાને લોન્ચ થવાનો એક વર્ષ થઇ ચુક્યું હતું, તે સમયે રતન ટાટા ફોર્ડના હેડક્વાટર ડેટ્રોયટ ગયા હતા. આ મુલાકાતમાં રતન ટાટા પોતાના તરફથી ટાટા મોટર્સની એક ડીલ લઈને પહોંચ્યા હતા.
આ મુલાકાતમાં બીલ ફોર્ડએ રતન ટાટાની ખુબ બેઈજ્જતી કરી હતી. તે દિવસે તેમણે કહ્યું હતું કે, ‘અમે તારા પર ખુબ મોટો અહેસાન કરી રહ્યા છીએ, તમારી આ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ખરીદીને જ્યારે ગાડી બનાવતા નથી આવડતી તો ધંધામાં કેમ આવ્યા છો.’ આ વાત રતન ટાટાને ખુબ ચુભવા લાગી હતી. રાતો રાત પૂરી ટીમ મુંબઈ પરત આવી ગઈ.

રતન ટાટા આ મુલાકાત બાદ ટાટા મોટર્સ પર અલગથી ટાઈમ સ્પેન્ડ કરવા લાગ્યા. અમુક જ દિવસો બાદ ટાટા મોટર્સની હાલત સુધરવા લાગી. આ સમયે 2009માં બીલ ફોર્ડની કંપની ઘાટામાં આવી ગઈ. ટાટા ગ્રુપે તેમની કંપની ખરીદવા માટેનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો.
ફોર્ડની પૂરી ટીમ મુંબઈ આવી અને કહ્યું કે, ‘અમારી ‘જૈગુંઆર’ અને ‘લૈંડ રોવર’ ખરીદીને તમે અમારા પર બહુ મોટું અહેસાન કરી રહ્યા છો’. રતન ટાટાએ 9600 કરોડ રૂપિયામાં તેમની બંને કંપનીઓ ખરીદી લીધી હતી.
5. રતન ટાટાને એક રીપોર્ટરે પૂછ્યું કે, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે તમે કેમ નહી?
જણાવી દઈએ કે રતન ટાટાને 2000માં પદ્મ ભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સત્કારવામાં આવ્યા હતા. જે ભારતનું બીજાને ત્રીજા નંબરનું ઉચ્ચ સન્માન છે.
એસેટના મામલે રિલાયન્સ કરતા પણ મોટી કંપની ચલાવવા બાદ પણ રતન ટાટા દેશના સૌથી આમિર વ્યક્તિ નહિ હોવા પાછળનું ટાટા સન્સની શેર હોલ્ડિંગ પેટર્ન છે. રિલાયન્સ ગ્રુપ એક પરિવાર દ્વારા ચલાવવામાં આવતો બિઝનેસ છે. જયારે ટાટા સન્સને ટાટા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. અને બધા જ જાણે છે કે ટ્રસ્ટ પર કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી હોતો.

ટાટા પરિવાર સાથે જોડાયેલા હોવાને કારણે રતન ટાટા આના ચેરમેન કે ટ્રસ્ટ તો હોઈ શકે છે પરંતુ માલિક નહિ કારણ કે ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટની 66 ટકા ભાગીદારી છે. ટાટા પરિવાર સાથે જોડાયેલા દરેક લોકોએ પોતાની સંપત્તિ પોતાના પરિવારને બદલે ટ્રસ્ટમાં નાખી હતી. જો કે રતન ટાટાની પર્સનલ સંપત્તિ 60 કરોડ ડોલરની આસપાસ હશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બીજી કંપનીઓની જેમ જ છે, આને મુકેશ અંબાણી ચલાવે છે. અને તેઓ જ ચેરમેન અને એમડીની ભૂમિકા નિભાવે છે. મુકેશ અંબાણીનું સામ્રાજ્ય તેમના દીકરા અને દીકરી પાસે જશે, જયારે રતન તાતાના નિવૃત થયા બાદ ટાટા સન્સે નક્કી કરવાનું હોય છે કે આગામી ચેરમેન કોણ હશે. રતન ટાટા કંપનીના માલિક નથી. તેઓ પાસે કંપનીમાં 3368 શેર્સ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks