કૌશલ બારડ ખબર લેખકની કલમે

ભારતમાં ડુંગળીના વધતા ભાવ સામે આ દેશ આપે છે કિલોના 15ના ભાવે ડુંગળી! જાણો વિગતો

ભારતમાં હાલ ડુંગળીના ભાવ સામાન્ય માણસની પહોંચથી બહાર જતા જણાઈ રહ્યા છે. દિન-પ્રતિદિન ડુંગળીના ભાવનો વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને પ્રતાપે લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ક્યાંય ફરી એકવાર ડુંગળી ૧૦૦નો આંકડો પાર કરશે કે શું? – એવો ભય રહેલો છે.

Image Source

આ દેશમાંથી મળી છે સસ્તી ડુંગળી

હાલમાં ભારતની અટારી સરહદ (અમૃતસર, પંજાબ) પર અફઘાનિસ્તાનથી આવેલી ડુંગળીની ટ્રકો પહોંચી અને ભારતમાં આવી છે. કુલ ૨૬ ટ્રકોમાંથી બે ટ્રક કાંદાની ભરેલી હતી. ભારતે અફઘાનિસ્તાન પાસેથી ડુંગળીની આયાત કરી છે. અફઘાનિસ્તાનની ડુંગળી ભારતને ૧૫ રૂપિયા પ્રતિ કિલોના હિસાબે મળી છે. મતલબ કે, અહીંની ડુંગળી કરતા આ ભાવ ઘણો જ સસ્તો ગણાય. ડુંગળીની હજુ વધારે આયાત અફઘાનિસ્તાનમાંથી કરવામાં આવશે.

Image Source

શા માટે મોંઘી થઈ ડુંગળી?

આ વર્ષે ભારતના લગભગ વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેટલો વરસાદ પડ્યો છે. જેને પરિણામે અનેક રાજ્યોમાં કાંદાનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. ખેડૂતોને તો આનાથી ખોટ ગઈ જ છે પણ બજારમાં ડુંગળીની આવક ઘટી એટલે ભાવ પણ વધ્યા. આથી, આજે ડુંગળીના ભાવ વધ્યા છે.

Image Source

૨૦૧૫માં પાકિસ્તાનથી આયાત કરેલી ડુંગળી

ઉલ્લેખનીય છે, કે ૨૦૧૫માં જ્યારે ભારતમાં ડુંગળીના ભાવ ચડીને આસમાને પહોંચ્યા હતા ત્યારે ભારતે પાકિસ્તાન પાસેથી કાદો મંગાવવો પડેલો. હાલ એ સ્થિતી શક્ય નથી. કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય ભારતે લીધો એ પછી પાકિસ્તાનનો પેટમાં આંટી પડી છે એટલે હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે વેપારક્ષેત્રે પ્રતિબંધો કાયમ છે.

Image Source

ભારતમાં ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય

મહારાષ્ટ્ર ભારતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. એના પછી આ લિસ્ટમાં કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગુજરાત અને બિહાર જેવાં રાજ્યો સામેલ છે. આ વર્ષે મહારાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ભારતનાં મોટાભાગના રાજ્યોમાં અતિશય વરસાદ પડવાથી ખેડૂતોને ડુંગળીના પાકમાં નુકસાન પહોઁચ્યું છે.
Author: કૌશલ બરાડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.