આપણો ઇતિહાસ આપણને ઘણું બધું કહી જાય છે. આપણો ઇતિહાસ આપણને આપણી હકીકત પણ જણાવે છે, ત્યારે ભારતીય ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ બની ગઈ છે જે આપણને ગર્વ પણ કરાવે છે અને ઘણી ઘટનાઓ એવી પણ છે કે જેને કારણે દુઃખ પણ થાય છે. તો આજે જાણીએ ભારતમાં ઘટેલી અમૂક ઘટનાઓ કે જેને યાદ કરીને આંખો ભીની થઇ જશે.
ભારતીય ઇતિહાસના 10 કાળાં દિવસો
1. ભારત પાકિસ્તાન ભાગલા, 1947:

ભારતનો ઇતિહાસ કોઈનાથી અજાણ્યો નથી. આપણે જાણીએ જ છીએ કે આપણો દેશ આઝાદ થયો એ પહેલા અખંડ ભારત હતું, અને બ્રિટિશ સરકારે ભારતના ભગલા કર્યા હતા અને બે દેશો બનાવ્યા હતા, ભારત અને પાકિસ્તાન. ભાગલાના આ સમયે ઘણી દુર્ઘટનાઓ બની હતી, મહિલાઓ સાથે દુર્વ્યવહાર થયો હતો. ધર્મ અને રમખાણોના નામે મોટા પાયે હત્યા કરવામાં આવી હતી. લાખો લોકો સ્થાનાંતરિત થયા અને લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અખંડ ભારતના ભાગલા એ દેશના ઇતિહાસની સૌથી વધુ દુઃખદાયક ક્ષણોમાંની એક છે.
2. જલિયાવાલા બાગ હત્યાકાંડ, 1919:

હજારો શીખો, મુસ્લિમો અને હિન્દુઓ, સ્ત્રીઓ અને પુરુષો અને બાળકો અમૃતસર સુવર્ણ મંદિરની નજીકના જલિયાવાલા બાગમાં અંગ્રેજોનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા. જનરલ ડાયરે ભેગા થયેલા આ નિર્દોષ લોકો પર 1,650 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અને આ લોકોની સામુહિક હત્યા કરી હતી.
3. ભૂજ ભૂકંપ, 2001:

ભુજ ધરતીકંપ, જે 26 જાન્યુઆરી, 2001 ના રોજ ગુજરાતમાં જબરદસ્ત ધરતીકંપ આવ્યો હતો. જેને આખાં ગુજરાત રાજ્યને હચમચાવી મુક્યું હતું. ભારતના 52માં પ્રજાસત્તાક દિન,ના દિવસે ભારતને એવો જાટકો લાગ્યો કે એ ભૂકંપમાં આશરે લગભગ 12,300 લોકોનું મૃત્યુ થયુ હતું અને સેંકડો લોકોના મકાનો ધરાશાયી થઈ ગયા હતા.
4. ભારતીય કટોકટી, 1975:

વડા પ્રધાન ઈન્દિરા ગાંધી રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ હતા ત્યારે 1975 થી 1977 સુધીના 21 મહિનાની લાંબા ગાળાન માટે ભારતમાં એક કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ કટોકટી દરમિયાન ચૂંટણી બંધ કરવામાં આવી હતી અને નાગરિક સ્વતંત્રતાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. આ સ્વતંત્ર ભારતીય ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ સમય હતો.
5. કારગિલ યુદ્ધ, 1999:

ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ સંઘર્ષ કાશ્મીરના કારગીલ જિલ્લા અને નિયંત્રણ રેખાની સાથે થયો હતો. આ સશસ્ત્ર સંઘર્ષને ભારતમાં ઓપરેશન વિજય પણ કહેવાય છે. યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાની સૈનિકોએ એલઓસીની ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો અને તેના પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. આ સંઘર્ષથી બંને દેશોના હજારો સૈનિકો માર્યા ગયા છે.
6. તાજ પર હુમલો, 26/11:

26 નવેમ્બર 2008 એ ભારતના ઇતિહાસનો કાળો દિવસ હતો. જેણે સમગ્ર દેશમાં ગમગીની છવાઈ ગઈ હતી. અને આપણા સાર્વભૌમત્વને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલામાં 164 લોકો માર્યા ગયા હતા. આશરે 308 લોકો ઘાયલ થયા હતા.
7. શીખ રમખાણો, 1984:

1984ના રમખાણોમાં આખો દેશ હલી ગયો હતો. રમખાણોમાં હજારો નિર્દોષ શિખ માર્યા ગયા હતા અને સમગ્ર દેશમાં આતંક જ જોવા મળતો હતો. ભારતીય ઇતિહાસમાં આ એક ભયંકર ઘટના છે.
8. ગુજરાત રમખાણો, 2002:
વર્ષ 2002માં, આખો દેશ ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ રમખાણોથી ભરેલો હતો. આમાં બંને સમુદાયોના 1000થી વધુ લોકો માર્યા ગયા હતા.
9. સુનામી, 2004:

2004માં થયેલી કુદરતી આફતમાં હજારો લોકો માર્યા ગયા હતા અને લાખો લોકો ઘરબાર વગરના થઈ ગયા હતા. ભારતીય ઇતિહાસમાં, ભારત પહેલા આવા ભયંકર આફતોનો ભોગ બન્યો ન હતો, જેના આજે પણ લોકો યાદ કરે છે.
10. ભોપાલ ગેસ દુર્ઘટના, 1984:
3 ડિસેમ્બર, 1984 મિથાઈલ ભોપાલ ISO સાઈનાઇટ યુનિયન કાર્બાઇડ (માઇક) નામની કંપનીમાંથી ઝેરી વાયુ લીક થયો હતો. આમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. હજારો લોકો શારીરિક વિકલાંગતા અને અંધત્વના ભોગ બન્યા હતા. ભારતીય ઇતિહાસમાં આવી પીડાદાયક ઘટના જોવા મળતી નથી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks