બોલીવુડના દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂરના નિધનથી આખા બોલીવુડ શોકમાં ડૂબી ગયું છે. ઋષિ કપૂરનો પરિવાર પણ આ દુઃખમાંથી બહાર નથી આવી શક્યો. ઋષિ કપૂરની દીકરી રીધ્ધીમા અને ભરત સાહની તેનાથી ઘણા કરીબ હતા. ભરત સાહનીએ સસરા ઋષિ કપૂર સાથેની પળોને યાદ કરી હતી.
ભરત સાહનીએ તેના સસરાને યાદ કરીને એક ફેમિલી ફોટો શેર કર્યો હતો. જેમાં ઋષિ કપૂર પણ નજરે આવ્યા હતા.
આ તસ્વીરમાંભરતની સાથે સાસુ નીતુ કપૂર, સસરા ઋષિ કપૂર, રિદ્ધિમાં કપૂર અને તેની સાથે માતા નજરે આવે છે. ભરતએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે,મારા જીવનની પ્રમુખ ત્રણ મહિલાઓને મધર્સ ડેની શુભકામના. તમને બધાને પામીને હું ધન્યવાદ મહેસૂસ કરું છું. આ તસ્વીરને લાઈક અને શેર કરવામાં આવી રહી છે.
View this post on Instagram
Happy Mother’s Day to the 3 strongest Women in my life! Truly blessed to have you’ll ❤️❤️❤️
ઋષિ કપૂરના નિધન ભરત સાહનીએ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેને લખ્યું હતું કે, તમે આપ્યો છે તે હું ક્યારે પણ નહીં ભૂલું. હું જયારે તમારી સાથે હતો ત્યારે તમે થોડા સમયમાં મને ઘણું શીખવ્યું હતું. જે આજે તૂટી ગયું છે. શબ્દ નથી. હું તમને પ્રેમ કરું છું અને હંમેશા યાદ રાખીશ. તમારી આત્માને શાંતિ મળે પપ્પા.
આ સિવાય ભરત સાહનીએ ઋષિ કપૂરની સાતે 10 વર્ષ જૂની તસ્વીર શેર કરી હતી. આ સાથે જ તેને લખ્યું હતું કે, 2010ની ખુબસુરત યાદ. દીકરી સમારાના જન્મ સમય પહેલા
જણાવી દઈએ કે, ઋષિ કપૂરની દીકરી રીધ્ધીમા અને જમાઈ અંતિમ વિદાઈમાં હાજરી આપી ના હતી. લોકડાઉનને કારણે તેને બાય રોડ પરમિશન મળી હતી. રોડ માર્ગે 1400 કિલોમીટર કાપીને મુંબઈ પહોંચ્યા હતા ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવી હતી.
આવી સ્થિતિમાં, ઋષિ કપૂરની પુત્રીએ અને જમાઈને છેલ્લી વાર મળવા ન મળવું એ આજીવન એક અફસોસ બની ગયું છે. તે બંને તેને ખૂબ યાદ કરી રહ્યા છે અને તેઓ પણ તેને અંતિમ વિદાય આપી શકશે એવો અફસોસ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.