મનોરંજન

ઋષિ કપૂરના જમાઈએ જૂની તસ્વીરો શેર કરી, 10 વર્ષ પહેલા આવી રીતે મનાવ્યું હતું ન્યુ યર

ગત મહિને બૉલીવુડના દિગ્ગ્જ અને અજીજ કલાકાર ઋષિ કપૂરનું નિધન થઇ ગયું હતું. ઋષિ કપૂરે 30 એપ્રિલે છેલ્લા શ્વાસ લીધા હતા. ઋષિ કપૂર નિધનથી બૉલીવુડ સિતારાઓમાં શોકનો માહોલ છે. ઋષિ કપૂરના નિધન બાદ ઘણા બૉલીવુડ સિતારાઓ શોક વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ઋષિ કપૂરના જમાઈએ ભરત સાહનીએ તેનાથી જોડાયેલી ઘણી યાદોને પણ તાજી કરી હતી. ફરી એક વાર ભરત સાહનીએ ઋષિ કપૂરને યાદ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ભરત સાહનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સસરા ઋષિ કપૂર અને સાસુ નીતુ કપૂરની અનેક થ્રોબેક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ભરત સાહની અને ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની પણ જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં બધા બ્લેક ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. તસવીરો શેર કરતી વખતે ભરત સાહનીએ કેપ્શનમાં કહ્યું હતું કે આ ફોટા વર્ષ 2010 ના છે.

 

View this post on Instagram

 

A post shared by Bharat Sahni (@brat.man) on

તેણે તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘સુંદરન યાદો, 2010 જ્યારે સમરાનો જન્મ થયો હતો’. સોશિયલ મીડિયા પર ભરત સાહનીની પોસ્ટ એકદમ વાયરલ થઈ રહી છે. ઋષિ કપૂરના ચાહકો પણ તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સસરા ઋષિ કપૂરના અવસાન બાદ ભરત સાહનીએ તેની સાથે જોડાયેલી અનેક યાદોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. તાજેતરમાં જ તેણે ઋષિ કપૂરની વિશેષ તસવીરો શેર કરી અને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bharat Sahni (@brat.man) on

ભરત સાહનીએ ઇન્સ્ટાગ્રામ પર કપૂર અને તેના સંપૂર્ણ પરિવારની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરો શેર કરતાં તેણે ઋષિ કપૂર માટે કેપ્શનમાં લખ્યું હતું કે ‘તમે મને જે પ્રેમ આપ્યો છે તે હું ક્યારેય ભૂલીશ નહીં. જ્યારે પણ હું તમારી સાથે હતો ત્યારે તે ટૂંકા સમયમાં તમે મને ઘણું શીખવતા. આજે હું તૂટી ગયો છું. કોઈ શબ્દો નથી, હું તમને પ્રેમ કરું છું અને હંમેશા તમને યાદ કરીશ, રીપ પાપી.’

તમને જણાવી દઈએ કે, ઋષિ કપૂરની અસ્થિ મુંબઇના બાળગંગામાં વિસર્જિત કર્યા હતા. આ સમય દરમિયાન ઘાટ પર રણબીર કપૂર, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, આલિયા ભટ્ટ,ભરત સાહની અને અયાન મુખર્જી હાજર રહ્યા હતા. અસ્થિ વિસર્જન થયા બાદ ભરત સાહનીએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં બાળગંગા પર પર લેવામાં આવેલી એક તસવીર શેર કરી હતી. જેમાં લખ્યું છે કે ‘હું મારી જાતને ખૂબ જ ખુશ માનું છું કે મને કોઈ એવી વ્યક્તિ હતી જેને વિદાય દેવી મુશ્કેલ છે. યાદો માટે આભાર.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.