ખબર

ભારત-પાક. વચ્ચેની મેચની ‘જાહેરાત’ પર ભડકી સાનિયા, જાણો ગુસ્સામાં શું કહ્યું…

આઈસીસી વિશ્વકપ 2019 મેચ શરૂ થયાના 12 દિવસ વીતી ચુક્યા છે પણ લોકોને સૌથી વધારે રાહ ભારત અને પાકિસ્તાનની વચ્ચે 16 જૂન રવિવારના રોજ થનારા મેચની છે.રવિવારના રોજ થાનારાં આ મેચને લઈને બંને ટિમ અને દર્શકો ખુબ જ ઉત્સાહિત છે.જો કે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને બંને દેશોમાં જાહેરાતની જંગ પણ શરૂ થઇ ચુકી છે.આ જાહેરાતને જોતા ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા એ આપત્તિ દર્શાવી છે.

Image Source

સ્ટાર ટેનિસ ખિલાડી સાનિયા મિર્ઝાએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે થાનારાં ચર્ચિત વર્લ્ડ કપ મેચના પહેલા બુધવારે ટીવી જાહેરાતને કટાક્ષ લગાવી છે અને તેને વિચિત્ર અને શર્મનાક પણ જણાવ્યું છે.જાણે કે બંને દેશોની ટીવી ચેનલો પર જાહેરાતોની જંગ લાગી ગઈ છે.

Image Source

સાનિયા મિર્ઝાએ પોતાના ઓફોશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.જાહેરાતો પર સાનિયા મિર્ઝા દ્વારા કરવામાં આવેલી ટ્વીટ સોશિયલ મીડિયા દ્વારા ખુબ વાઇલર થઈ રહી છે. સાનિયાએ ક્રિકેટ મેચને લઈને બંને આપત્તીજનક જાહેરાતો પર ટ્વીટર દ્વારા પોતાની સલાહ વ્યક્ત કરી છે.

Image Source

સાનિયાએ બંને દેશોની જાહેરાતનો વિરોધ કરતા ટ્વીટ કરતા કહ્યું કે,”બોર્ડરના બંને તરફથી આવી ગંભીર જાહેરાતો!તમારે લોકોએ મેચની માર્કેટિંગ આવા પ્રકારની બકવાસ જાહેરાતોની સાથે કરવાની કોઈ જ જરૂર નથી.પહેલા થી જ મેસીઝ પર લોકોની નજર છે જ.આ માત્ર એક ક્રિકેટ મેચ જ છે, અને જો તમને લાગતું હોય કે આ બધાથી પણ વધારે છે તો તેને હાંસિલ કરો”.સાનિયાએ આ ટ્વીટ સિવાય લોકોને પણ સલાહ આપી છે કે આ માત્ર ક્રિકેટ મેચ છે માટે ખોટી જાહેરાતો દ્વારા તેની માર્કેટિંગ ના કરો.

કઈ જાહેરાત પર ભડકી સાનિયા મિર્ઝા:

Image Source

જણાવી દઈએ કે 16 જૂનના રોજ થનારા ભારત-પાકિસ્તાન મેચ પર વિશ્વકપ બ્રૉડકાસ્ટિંગ પાર્ટનર સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા એક જાહેરાત પ્રસારિત કરવામાં આવી હતી, જેને ફાધર્સ ડે સાથે જોડીને દેખાડવામાં આવ્યું હતું. આ સિવાય જાહેરાતમાં ભારતને પાકિસ્તાનના પિતાના રૂપમાં દર્શાવામાં આવ્યું હતું.તેના જવાબમાં પાકિસ્તાને પણ જાહેરાત રિલીઝ કરી છે જે વિંગ કમાન્ડર અભિનંદનની ઉપર બનાવામાં આવી હતી, જેમાં અભિનંદનના હાથમાં રાખેલા ચા ના કપને ક્રિકેટ કપ સાથે જોડીને મજાકના સ્વરૂપે દેખાડવામાં આવ્યું છે.આ જાહેરાતોની અવગણના કરતા સાનિયાએ પોતાની વાત ટ્વીટ દ્વારા રજૂ કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks