ભારતમાં સમૃદ્ધ અને ગરીબ એમ બંને પ્રકારના લોકો રહે છે, કેટલાક લોકો એટલા સમૃદ્ધ છે કે તેઓ ફક્ત બે કે ત્રણ મહિના માટે 5000 સુધીની જિન્સ પહેરે છે, જ્યારે ઘણા લોકો એટલા ગરીબ હોય છે કે તેઓને માત્ર 50 રૂપિયાની જ જીન્સ પહેરવાની ફરજ પડે છે. ભારતમાં કપડાને ખૂબ મહત્વ આપવામાં છે કારણ કે ભારતમાં કપડાં પરથી જ અંદાજ લગાવવામાં આવે છે જે તે વ્યક્તિના વ્યક્તિત્વ વિશે.
કોલેજમાં અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓ તેમના કપડાની ખાસ કાળજી લે છે, તેઓ દરરોજ બજારમાં નવા આવનાર ટ્રેન્ડ પર નજર રાખે છે અને બજારમાં નવી ફેશન હોય છે, ત્યારે તે તરત જ લે છે. છોકરાઓ હોય કે છોકરીઓ આ મામલે કોઈ પાછળ નથી.

આજે આપણે તમને એક એવા સ્થળ વિશે કહીશું જ્યાં તમને માત્ર ₹ 100માં બ્રાન્ડેડ જિન્સ મળશે. અહીં તમને બાળકો અને છોકરાઓના કપડાં ખૂબ જ સસ્તા મળી જશે. આ હોલસેલ માર્કેટ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો. અમે દિલ્હીના ગાંધીનગર બજાર વિશે વાત કરી રહ્યા છીએ. ગાંધીનગરના કાપડ બજારને દેશની અને એશિયામાં સૌથી સસ્તું બજાર કહેવામાં આવે છે. આ બજારની ખાસ વિશેષતા એ છે કે તમે દરેક બ્રાંડના કપડાં તમે અહીંથી દરેક ખરીદી શકો છો. આ બજારમાં દરરોજ લાખો રૂપિયાના વેચાય છે અને અહીં આ એક જ વ્યવસાય છે.

આ સિલમપુર મેટ્રો સ્ટેશનની પાસે આવે છે જે વેસ્ટ કાંતિનગરની પાસે આવેલ છે. અહીં જીન્સ હોય કે ટી શર્ટ બધાના 3-12 પીસ મળે છે. તમારે પણ એવી રીતે જ કપડાં ખરીદવા પડે. સિંગલ પીસ તમે ન ખરીદી શકો. આ બજારમાં જથ્થાબંધનો ભાવ કહેવામાં આવે છે. આ બજારમાં, કપડા એટલા સસ્તા હોય છે કે દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે.
આ માર્કેટમાં તમે ત્રણ શર્ટનો સેટ 140 રૂપિયામાં ખરીદી શકો છો. મતલબ કે એક શર્ટ તમને ફક્ત 46 રૂપિયાની આજુ બાજુ પડે. એ શર્ટ 15 વર્ષના છોકરા માટે હશે. એની સાથે તમને નાના બાળકોની ટી શર્ટ 120ની આજુબાજુ મળી જશે, જેમાં 3 પીસ આવશે. ટી શર્ટ તમને મોટા માટે પણ મળી જશે. સ્મોલ Xl, Xxl સાઈઝની ટી શર્ટ પણ તમે અહીંથી લઈ શકો છો. જેમની શરૂઆતી કિંમત 30 રૂપિયા હશે.

આ માર્કેટમાં તમને જીન્સ 140 રૂપિયામાં મળી જશે. અહીં પણ તમારે 3 થી 4 પીસ લેવા પડશે. સૌથી મોંઘા જીન્સ તમને 350 રૂપિયામાં મળશે. અહીં તમને 22થી લઈને 40 સુધીની સાઈઝના જીન્સ મળશે. એક સેટમાં એક જ કલરના જીન્સ તમને મળશે.
આ માર્કેટમાં આટલી ઓછી પ્રાઈઝ હોવા છતાં ખૂબ જ બાર્ગેન થાય છે. તમે જ્યારે પણ અહીં આવો તો બાર્ગેન કરી લેજો. રેટ વધુ ઓછો થઈ જશે. છોકરીઓ માટે ટોપ અને સૂટ પણ અહીં ઓછા રેટમાં સહેલાઈથી મળી જશે. છોકરાઓના શોટ્સ અને છોકરીઓની સાડી પણ અહીં મળી જશે. અહીં કોઈ પણ જાતના સેકન્ડ હેન્ડ કપડાં નથી મળતા. બધી ફ્રેશ આઇટમ્સ અહીં મળે છે.

ગાંધીનગર માર્કેટના પ્રેસિડેન્ટે જણાવ્યું કે આ માર્કેટમાં મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કપડાં બનાવાય છે. એટલા માટે માર્કેટમાં આવી અને એ લોકો એમની જરૂરિયાતના હિસાબે કપડાં ખરીદી શકે. આ માર્કેટમાં કપડાં બનાવાય છે અને બીજી ફેમસ જગ્યાઓથી કપડાં મંગાવી અને વેચવામાં પણ આવે છે. અહીં ટીશર્ટ તીરપુરથી આવે છે અને લેડીઝ ટોપ અને સુટ્સને લખનઉથી મંગાવવામાં આવે છે. અહીં લેંગહા પણ ખૂબ સસ્તા મળે છે.

ગાંધીનગર ઉપરાંત દિલ્હીના સરોજિની નગર અને કારોલ બાગ પર પણ સસ્તા ભાવે બ્રાન્ડેડ કપડા ખરીદી શકો છો. સરોજિની નગર બજાર એક છૂટક બજાર છે અને કાપડ ખરીદવાની કોઈ મર્યાદા નથી. જો કે, કારોલ બાગના જથ્થાબંધ બજારને લીધે, તમારે ચોક્કસ એક કરતાં વધારે જ કપડાં ખરીદવા પડે છે. તમે અહીંથી ખૂબ ઓછી કિંમતે કપડાં ખરીદી શકો છો.
ભલે આજનો સમય મોલ્સ અને મલ્ટીપ્લેક્સનો છે, પરંતુ જયારે વાત શોપિંગની આવે ત્યારે મગજમાં તો સ્ટ્રીટ શોપિંગ જ આવે. અને એમાં પણ અમદાવાદના સ્ટ્રીટ માર્કેટનું તો કહેવું જ શું? અમદાવાદમાં ડેનીમાંથી માંડીને બાંધણીની ઘણી બધી વેરાયટી, પારંપરિક પોશાક સાથે પારંપરિક ઘરેણા, ભરતકામવાળા જૂતાં, આર્ટ ગેલેરી, દિવાલના પડદા, પટોળા, ચણીયા ચોળી, અને બીજી ઘણું બધું તમને અમદાવાદના સ્ટ્રીટ માર્કેટમાં જોવા મળે છે.
અમદાવાદ ભલે ખરીદી કરવાના શોખીનોના લીસ્ટમાં ઉચ્ચ સ્થાન પર ન હોય પરંતુ અહીના બજારોમાં બધુ એવું છે કે તમે તમારી યાદગીરી રૂપે તેને ઘેર લઈ જઈ શકો છો. અમે તમને બતાવીએ કે કઈ જગ્યાએ તમારે તમારા પૈસાનો ખર્ચ કરવો. મોટું શહેર હોવાના કારણે અહીં ખરીદદારીના સ્થળની કોઈ કમી નથી પરંતુ ગમે તે જગ્યાએ ખરીદદારીનો મતલબ વેલ્યૂ ફોર મની થાય છે.
બંધેજ:

બંધેજમાં સૌથી સારા પારંપારિક પોશાક મળે છે જે અહીં વેચાય છે તે શાનદાર હોય છે, અને તેની કિમત તેની ક્વોલિટી અનુસાર હોય છે. પરંતુ અહીં જે કપડાં મળે છે તે ઊચી ક્વોલિટીના કારણે કિંમતમાં પણ થોડા ઊચા હોય છે. જો તમે કિમત કરતાં ક્વોલિટી તરફ ધ્યાન આપો તો સીધા અહીં જ આવો. ક્વોલિટીના મામલે તેની જોડે કોઈ તુલના નહીં.
સ્થળ: સી-1, ચિનાઈ બાગ એસ્ટેટ, દૂધેશ્વર વોટર વર્કની પાસે, અમદાવાદ.
લો ગાર્ડન:

અહીં સાંજે લાગવાવાળી બજાર કચ્છ અને સૌરાષ્ટ્રની જેમ વેચવાવાળા સ્ટોલની જેમ ભરાય છે. દીવાલ ઉપર ટિંગાળવા વાળા કશીદારી ચિત્ર, પરંપરાગત કપડાંની સાથે પહેરવામાં આવતા ઘરેણાં, ગુજરાતી ચણિયાચોળી વગેરે સામાન અહીં વેચાય છે. અહીં વેચાતા સામાનમાં એટલી વિવિધતા જોવા મળશે કે તમને સમય ઓછો પડશે. અને જો તમારે કઈ જ ન ખરીદવું હોય તો પણ આ એક શાનદાર અનુભવ બની રહેશે. અહીં નોંધનીય છે કે આ બજાર સાંજે જ ભરાય છે.
સ્થળ: લો ગાર્ડન માર્કેટ, અમદાવાદ.
ગરવી ગુર્જરી:

ગુજરાતનાં પારંપારિક શિલ્પ સામાન ખરીદવા માટે તમારે સૌથી પહેલા અહીં આવવું પડશે. બહુ મહેનત અને જીણવટથી બનાવવામાં આવેલા સમાન ઉપર કરવામાં આવેલી કારીગરી બહુ શાનદાર હોય છે. આ ઉત્પાદનોને તમે તમારા ઘરને સજાવવા માટે ઉપયોગ કરી શકો છો. તેનાથી વધારે કોઈને ગિફ્ટ આપવા માટે પણ ઉપયોગમાં આવી શકે છે.
સ્થળ: ગરવી ગુર્જરી, સાનિધ્ય બિલ્ડીંગ, આશ્રમ રોડ, અમદાવાદ
માણેક ચોક:

માણેક ચોકથી શરૂ થઈને તે લાંબી સડક પર ચાલો જે બાદશાહના હજીરા સુધી જાય છે તે રસ્તાની બંને બાજુ કોઈ સ્ટોલ લાગ્યા છે જ્યા ઝગમગતા અને પ્રિન્ટ કરેલા કપડાં વેચતા જોવામળશે. તમે સિવડાવવા માટે કાપડ પણ અહીથી ખરીદી કરી શકો છો અથવા તમારી અલમારીમાં પડેલા કપડાંમાં કઈ જોડવા કે લગાવવા માટે પણ અહીથી ખરીદી કરી શકો છો. બજારમાં કોઈપણ પ્રકારના કપડાં કોઈપણ બજેટમાં મળી રહે છે. તમે તમારા ખિસ્સામાં પડેલા રૂપિયા મુજબ ખરીદી કરી શકો છો.
સ્થળ: માણેક ચોક, અમદાવાદ
નહેરુનગરવાળા (ગોતા):

આજે અમદાવાદમાં એવા ઘણા સ્થળો છે જ્યાં લેડીઝની બધી વસ્તુ સહેલાઇથી મળી જાય છે. નહેરુનગરવાળા માર્કેટમાં ટી-શર્ટ, ફેન્સી ટોપ, નવરાત્રીની સીઝનમાં ચણીયાચોલી, ચંપલ, કટલેરી- હોઝિયરી સહિતની બધી વસ્તુ સસ્તા ભાવે મળે જાય છે. આ આ સાંજે ભરનારી માર્કેટમાં લોકો ખરીદી કરવા ઉમટી પડે છે. અહીં તમે તમારી પાસે રહેલા રૂપિયા મુજબ ખરીદી કરી શકો છો.
બનાસક્રાફ્ટ :

સેલ્ફ એમ્પ્લોય વિમેન્સ એસોસીએશન (SEWA) ગુજરાતની સૌથી મોટી કો-ઓપરેટિવ યુનિયન છે. અને નિર્માણ કારીગરોના ભલા માટે કરવામાં આવેલું છે. સેવા ટ્રેડ ફેશિલેટેશન સેન્ટર દ્વારા એક અલગ પ્રકારની પહેલ ચલાવવામાં આવે છે જેમ કારીગરો પોતે જ ઉત્પાદક બને છે, પોતાની કંપનીના માલિક પણ તેઓ જ હોય છે, હિસ્સેદાર અને મુખ્ય વ્યક્તિ પણ પોતે જ હોય છે. ખૂબસૂરત કપડાં ઉપર કરવામાં આવેલી કલાકારીથી બનાવેલ સૌથી સારી ક્વોલિટીના કાપડની ખરીદી તમે અહીં કરી શકો છો.
સ્થળ: ૮ ચંદન કોમ્પ્લેક્સ, સી.જી.રોડ, સ્વસ્તિક ક્રોસ રોડ પાસે, નવરંગપુરા, અમદાવાદ.
માણેકચોકનાં ફૂડનાં દિવાના, ત્યાના સ્પેશિયલ ફૂડ વિશે તો જાણો જ છો, આજે જાણી લો એ વાત જે તમે ક્યારેય નહી જાણતા હોય !!
આખા અમદાવાદમાં કોઈ એવી વ્યક્તિ નહી હોય જે માણેકચોકની ખાણી પીણીનાં શોખીન નહી હોય. અડધી રાતે પણ ત્યાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડે છે.
તમે જેવા માણેકચોકમાં એન્ટર થાવ એટ્લે સામે જ તમને રાણીનો હજીરો, બાદશાહનો હજીરો જોવા મળશે ને સાથે સાથે સ્વાદિષ્ટ ને ટેસ્ટી ટેસ્ટી ફૂડની સોડમ તો ખરી જ. અમદાવાદમાં ખાણી-પીણી માટેનું કોઈ સ્વર્ગ હોય તો તે માણેકચોક છે.

અહીંની ખાસિયતો છે પાવ-ભાજી, કુલ્ફી, આઈસક્રીમ, ઢોંસા, ચાટ, સેન્ડવિચ અને ઠંડી છાશ એટલે જ માણેકચોકને અમદાવાદનું જીવતું જાગતું સ્વર્ગ તરીકે ઓળખાય છે.
માણેકચોકની ફેમસ વાનગીઓ :
બાબા માણેકની સમાધીની બાજુમાં જ આવેલી લારી માણેક સેન્ડવીચ તેની ચોકલેટ સેન્ડવીચ માટે આખા શહેરમાં પ્રખ્યાત છે. માણેક ચોકમાં પાણીપુરી કે લસ્સીનો સ્વાદ માણ્યો છે? આ જગ્યા પર તમને સ્વાદિષ્ટ પાવ-ભાજી, કુલ્ફી, આઈસક્રીમ, ઢોંસા, ચાટ, સેન્ડવીચ, દાબેલીને ભેળ જેવી એક નહી અનેક વેરાયટી ટેસ્ટી ટેસ્ટી ખાવા મળશે.
અહીં એક બાબા માણેકની સમાધી પણ આવેલી છે. ત્યાં બાજુમાં જ આવેલી એક સેન્ડવીચની લારી ઊભી રહે છે. એ લારીની ચોકલેટ સેન્ડવિચ આખા શહેરમાં પ્રખ્યાત છે.

અહીની સૌથી ફેમસ ચોકલેટ સેંડવીચ
આ ચોકલેટ સેન્ડવીચ સિવાયની પણ બીજા એક બે નહી પણ પૂરા પચાસ પ્રકારની સેન્ડવીચ આ નાની એવી લારી પર તમને ખાવા મળશે.
આ લારીના માલિક જણાવે છે કે, એવું નથી કે આ જગ્યા પર ખાલી ફૂડ જ ખાવા આવે છે. આ જગ્યા પર લોકો રાત્રે અહીની રોશનીને લોકોના ટોળે ટોળાં ઉમટી પડે છે એટ્લે મેળા જેવો માહોલ પણ સર્જાય છે. અહિ કોઈ જ્ઞાતિનો ભેદભાવ નથી. અહીં લોકો સંપીને આ માહોલની મજા લે છે.
આ ઢોસાં ખાશો તો કેરળ યાદ આવી જશે :
આ માણેક ચોકમાં લોકો સેન્ડવીચ, પાવભાજી ઉપરાંત ઢોસા પણ ફેમસ છે. એમાંય ગ્વાલિયરના ઢોસાંનો ટેસ્ટ સૌથી બેસ્ટ છે. આ ઢોસાં ખાઈને તમને કેરળની યાદ આવશે. આજકાલ આ બટરવાળા ઢોસાની માંગ ખૂબ વધતી જાય છે. આ જગ્યા માત્ર ફૂડનું પ્રતીક નથી પણ તે અમદાવાદના વિવિધ લોકો વચ્ચે એકતા અને સમાનતાનું પણ પ્રતીક છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.