જો તમે આસ્થા અને ભગવાનમાં વિશ્વાસ રાખતા હોય તો આજે અમે તમને એવા ગામ વિશે જણાવીશું કે ત્યાં તમારે જાવું જ જોઈએ. પ્રચલિત માન્યતા અનુસાર, આ આ ગામમાં ઈશ્વરના આશીર્વાદ છે. જે આ ગામમાં પગ મૂકે છે તેની ગરીબી દૂર થઇ જાય છે.

આ ભારતનું છેલ્લું ગામ છે. અહીં આવેલા પ્રત્યેક વ્યકિત જીવનમાં તેના કરેલા પાપથી મુક્ત થઇ ગયા છે. આ ગામ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું માણા ગામ ભારતનનું છેલ્લું ગામ છે. ભારત અને તિબબતની સિમ પર આવેલું આ ગામનું નામ ભગવાન શિવના ભક્ત મણિભદ્ર દેવના નામ પર રાખવામાં આવ્યું છે. એવું માનવમાં આવે છે કે આ ગામ શ્રાપ મુક્ત છે અને જે પણ આ ગામમાં આવે છે એ વ્યક્તિ એના પાપોથી મુક્ત થઈ જાય છે. અહીં તમને એવી દુકાન પણ જોવા મળશે જેના પર લખ્યું હશે “ભારતની છેલ્લી ચાની દુકાન’ જ્યાં બેસીને તમે ભારતની છેલ્લી ચાની ચુસ્કી લગાવી શકો છો.

સંસ્કૃત અકાદમી હરિદ્વારના ઉપાધ્યક્ષ નંદ કિશોર પુરોહિતને આ જગ્યા વિષે સચોટ જ્ઞાન છ. આ પુરોહિતે ગામને લઈને જણવ્યું હતું કે, આ ગામમાં આવ્યા પછી વ્યક્તિ સ્વપ્ન દ્રષ્ટા થઇ જાય છે.ત્યારબાદ ત્રણ પછી થયેલી બધી ઘટના વિષે જાણી શકે છે. પુરોહિતે વધુમાં જણાવ્યું હતું કે, એક ભક્તની ભક્તિથી ખુશ થઈને ભગવાને વરદાન આપ્યું હતું કે,માણા આવેલા દરેક વ્યક્તિની ગરીબત દૂર થઇ જશે. પુરોહિતના અનુસાર,મણીભદ્ર ભગવાન પાસે ગુરુવારે પૈસા માટે પ્રાર્થના કરવામાં આવે તો આગળના ગુરુવાર સુધી મળી જાય છે. આ ગામમાં વ્યાસ ઋષિના કહેવાથી ગણેશજીએ મહાભારતની રચના કરી હતી. એટલું જ નહિ મહાભારતના યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવ, દ્રૌપદી આ ગામમાંથી થઈને સ્વર્ગ જવાની સ્વર્ગારોહિણી સિડી સુધી ગયા હતા.

સમુદ્રના તટથી લગભગ 3 હજાર ફૂટ ઊંચાઈ પર આવેલ આ ગામમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે. ગામમાં જતા જ પેહલા ગણેશ ગુફા અને વ્યાસ ગુફા નજર આવે છે. એવું કહેવાય છે કે જ્યારે ગણેશ ભગવાન વેદોની રચના કરતા હતા ત્યારે સરસ્વતી નદી એના પુરા વેગમાં વહેતી હતી. એને કારણે અવાજ પણ કરતી હતી. એવામાં ગણેશ ભગવાને એને અવાજ ઓછો કરવા માટે કહ્યું, કારણકે એમને એમના કાર્યમાં વિઘ્ન પડતો હતો. પણ સરસ્વતી નદી ના માની. એ વાતથી નારાજ થઈ ભગવાન ગણેશએ એને શ્રાપ આપ્યોકે એનાથી આગળએ કોઈને નહીં દેખાય. એના કારણે જ સરસ્વતી નદી થોડી દૂર જઈ અને અલકનંદામાં ભળી જાય છે.

સરસ્વતી નદી ઉપર ભીમ પુલ છે. જેના વિશે કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો સ્વર્ગમાં જઈ રહ્યા હતા. તો સરસ્વતી નદી પાસે કિનારો માંગ્યો. પણ એમને રસ્તો ના મળ્યો. એવામાં મહાબળી ભીમએ બે મોટી શિલાઓ ઉપાડી અને એના પર રાખી દીધી. જેના કારણે આ પુલનું નિર્માણ થયું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks