અજબગજબ જાણવા જેવું દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો

ભારતના ગુજરાતનું એક ગામ જ્યાં દરેક વ્યક્તિ છે કરોડપતિ. લોકોના બેન્ક એકાઉન્ટમાં અરબો રૂપિયા જમા છે વાંચો રસપ્રદ લેખ

ગામનું નામ પડે એટલે તરત જ એવા વિસ્તારની છબી મનમાં ઉભી થઇ જાય છે કે જ્યાં લોકો ખુબ સાધારણ અને ખુબ ઓછી સુવિધામાં રહે છે. તેઓનું જીવન કૃષિ અને તેની સાથે જોડાયેલા કાર્યોમાં હોય છે. જો તમે પણ આવું વિચારી રહ્યા છો, તો તે એકદમ ખોટું છે.

એક તરફ જ્યાં દેશમાં લોકો કાચા મકાન તથા રસ્તાઓ પર તંબુ બાંધીને રહેવા માટે મજબુર છે, જયારે બીજી બાજુ ભારતમાં એક એવું ગામ પણ છે જ્યાં રહેનારા દરેક લોકો કરોડપતિ છે. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના એક એવા ગામની જે શહેરોને પણ ટક્કર આપે છે. આ ગામને કરોડપતિ ગામના નામથી પણ જાણવામાં આવે છે. ખાસ વાત એ છે કે ગુજરાતના કચ્છમાં સ્થિત આ ગામના લોકોના બેન્ક એકાઉન્ટમાં અરબો રૂપિયા જમા છે.

Image Source

તમને જણાવી દઈએ કે સમૃદ્ધિના સ્તરથી ગુજરાતનું આ ગામ દેશના અન્ય ગામ અથવા ઘણા શહેરોથી શ્રેષ્ઠ છે. કરોડપતિઓનું ગામ કહેવામાં આવતું આ ‘બલ્દીયા’ નામનું ગામ ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત છે. બલ્દીયા ગામની સફળતાનો અંદાજો અહીંના રસ્તાઓ અને સુંદર મકાનોથી લગાવી શકાય છે. અહી સુંદર મકાનોની સાથે સાથે એવી સુવિધાઓ પણ છે જે એક શહેરમાં હોય છે. એક સમયે જ્યારે આ ગામના લોકો ગરીબ અને પછાત સમજવામાં આવતા હતા, એ જ ગામમાં હાલ કરોડપતિ લોકો વસવાટ કરી રહ્યા છે. અહીંના લોકોની સમૃદ્ધિ જાણીને તમે પણ હેરાન રહી જાશો.

આ ગામના દરેક ઘરોમાં તાળું લાગેલું રહે છે:

Image Source

આ ગામમાં સ્થિત બેંકોમાં આગળના બે વર્ષોમાં દોઢ હજાર કરોડ રૂપિયા જમા થયેલા છે. અહીંના પોસ્ટ ઓફિસમાં પણ પાંચ સો કરોડ રૂપિયાથી વધુ રૂપિયા જમા હોવાનો અંદાજો છે. આ ગામના એક નિવાસીના અનુસાર અહીં મોટાભાગે લોકોના ઘરોમાં તાળું લાગેલું રહે છે. આ ગામના લોકો પરિવાર સાથે વિદેશોમાં જઈને વસી ગયા છે અને ત્યાં પણ તેઓની પાસે ઘર અને સંપત્તિ છે.

જણાવી દઈએ કે અહીંની બેન્કમાં છેલ્લા બે વર્ષોમાં લગભગ 1.5 કરોડ જેટલા રૂપિયા જમા થયેલા છે. સાથે જ અહીના પોસ્ટ ખાતામાં પણ 500 કરોડ રૂપિયાથી પણ વધુ રાશી જમા થયેલી છે.

Image Source

ગુજરાતના ભુજ શહેરની પાસે ઘણા એવા ગામ છે જેને કરોડપતિઓના ગામ કહેવામાં આવે છે. બલ્દીયાથી અમુક જ અંતર પર સ્થિત માધાપુર નામનું ગામ પોતાની ખુશહાલી અને સમૃદ્ધિ માટે દૂર દૂર સુધી જાણવામાં આવે છે. આ ગામમાં લગભગ નવ બેંકોની શાખાઓ છે અને ડઝનની સંખ્યામાં એટીએમ લાગેલા છે.

આ ગામમાં રહેનારા લોકો મોટાભાગે પટેલ જાતિના છે. આર્થિક રૂપમાં સંપન્ન હોવાને લીધે તેઓ પરિવારની સાથે વિદેશોમાં જઈને વસી ગયા છે અને દરેક વર્ષ રજાના દિવસોમાં બેથી ત્રણ વાર ગામમાં આવતા રહે છે.

રિપોર્ટ અનુસાર આ ગામના લોકો પૈસા કમાવા માટે વિદેશમાં જાય છે અને પોતાના જીવનનો એક લાંબો સમય વિદેશોમાં વિતાવ્યા પછી ફરીથી ભારત આવી જાય છે. આ ગામમાં યુવાન ખુબ જ ઓછા જોવા મળે છે, અહીં મોટાભાગે વડીલો અને વૃદ્ધો વધારે જોવા મળે છે.

Image Source

રિપોર્ટ અનુસાર ગુજરાતના આ કરોડપતિઓના ગામથી લોકો લગભગ 100 વર્ષ પહેલા વ્યાપાર અને બેસ્ટ જીવન માટે જિંદગીની તલાશમાં વિદેશ જવા લાગ્યા હતા. વિદેશોથી ફરીથી આવ્યા પછી એક શ્રેષ્ઠ વિચાર અને આર્થિક સંપન્નતાની સાથે પોતાના પરિવારને આગળ વધારવા લાગ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks