મનોરંજન

200 કરોડને પાર કરી ચુકી સલમાન ખાનની ‘ભારત’, પરંતુ દિશા શેના કારણ છે નારાજ ? જાણો એક ક્લિકે

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ ને રિલીઝ થયાને 2 અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે. આ ફિલ્મ 200 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. બોક્સ ઓફિસ પર ફિલ્મના રિસ્પોંસનને જોઈને કહી શકાય કે બહુજ જલ્દી 250 કરોડને પર કરી જશે. આ ફિલ્મમાં પહેલી જ વાર દિશા પટ્ટણી સલમાન ખાન સાથે જોવા મળ્યા હતા.

Image Source

દિશા પટ્ટણીની ફિલ્મ કરિયર સફ્ળતાના પડાવ ઉપર છે. બાઘી-2ની ભવ્ય સફળતા બાદ દિશાએ ભારતમાં સલમાન સાથે સ્ક્રીન શેર કરી હતી. ભારતમાં દિશાનો રોલ સલમાન ખાનની પ્રેમિકાનો હતો. પરંતુ ભારત ફિલ્મ હિટ થયા બાદ દિશાએ ફિલ્મને લઈને બહુ મોટો ખુલાસો કર્યો છે.

Image Source

તેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સલામાન સાથે કામ કર્યા બાદ પણ તેને પસ્તાવો છે. કારણકે ભારતમાં દિશાને કેટરીના કૈફ સાથે કોઈ જ કામ કરવામો મોકો નથી મળ્યો. આ ફિલ્મમાં સલમાન ખાનના વિરુદ્ધ માં કેટરીનાનો રોલ હતો. પરંતુ બન્ને એક પણ સીન સાથે નથી. ફિલ્મમાં કેટરીના સાથે સ્ક્રીનસ્પેસ શેરના કરવાને કારણે દિશા બહુજ દુઃખી છે. દિશાએ જણાવ્યું હતું કે, અમે બન્ને એક ફિલ્મમાં હતા. પરંતુ એક સાથે સ્ક્રીન શેર ના કરી શક્યા. તો સલમાન સાથે સ્ક્રીન શેર કરવાને લઈને ખુજ ઉત્સાહિત હતી. દિશાએ દબંગ ખાનને મહેનતી, એનજેર્ટિક અને નેકદિલ ગણાવ્યું હતું.

Image Source

જો કમાણીની વાત કરવામાં આવે તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે. ભારતે હજુ સુધી 201.86 કરોડની કમાણી કરી છે. તો પહેલા જ દિવસે 42 કરોડની કમાણી કરી હતી. પહેલા અઠવાડીયામાં 180.05 કરોડની કમાણી થઇ હતી. બીજા હપ્તામાં મંગળવાર સુધીમાં 21.82 કરોડની કમાણી થઇ હતી. આ બાદ ભારત આ વર્ષની સૌથી વધુ કમાણી કરવાવાળી બીજી ફિલ્મ બની ગઈ છે.

દિશાએ 2017માં સુશાંત સિંહ રાજપૂત સાથે એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ભારત પહેલા દિશા પટ્ટણી બાગી-2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિશા પહેલી વાર તેના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મમાં દિશા અને ટાઈગરની જોડી લોકોને ખુબ જ પસંદ આવી હતી.

ભારત બાદ દિશા પટ્ટણી મોહિત સુરીની ફિલ્મ ‘મલંગમાં જોવા મળશે। જેમાં દિશાની સાથે આદિત્યરોય કપૂર લીડ રોલમાં હશે. ખબરોની માનીએ તો આ ફિલ્મ 2020માં રિલીઝ કરવામાં આવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks