જાણવા જેવું પ્રેરણાત્મક લેખકની કલમે

શું આજે શાળામાં ભણતું બાળક ખરેખર શિક્ષણને પ્રાપ્ત કરી રહ્યું છે? ભાર વિનાના ભણતરને સમજવા માટે આ વાત દરેક વાલીએ વાંચવા જેવી છે

શિક્ષણની વ્યાખ્યા આજ કાલ બહુ જ બદલાઈ ગઇ છે. પહેલાના સમયમા શિક્ષણને ધર્મ સાથે જોડવામા આવતું.. બાળકો ગુરુકુળમા રહીને ભણતા અને ત્યાં માતા પિતાથી દૂર રહીને અભ્યાસક્રમ અને વધારામા જીવન મૂલ્યો શીખતાં અને ત્યાં તેમનું યોગ્ય ઘડતર થતું. અત્યારના સમયમા બસ અભ્યાસક્રમ સિવાય કશું જ રહ્યું નથી. વાલીઓ હરીફાઈ મા ઉતરી આવ્યા છે. બસ એમના બાળકને અમને હરીફાઈનું સાધન બનાવી દીધું છે.

Image Source

મિત્રના બાળક નું જો એમણે કોઈ સારુ એવું કૌશલ્ય જોઈ લીધું હોય તો બસ પોતાના બાળકમા આ કેમ નથી એ રાત દિવસ એના વિચાર કર્યા કરે છે અને બાળકને પણ વારંવાર એ બાબતે ટકોર કર્યા કરે છે અને તેના માટે વાલીઓ કોઈ પણ હદ સુધી જાય છે શું આ યોગ્ય છે? બાળકના કોમળ મન પર તેની સીધી અસર થાય છે અને બાળક ખરેખર જે શીખવાના મહત્વના કૌશલ્ય હોય તે પણ તે શીખી શકતો નથી. બાળકને ભણવાની સાથે જો તેમને આનંદ આપે તેવી પ્રવૃત્તિ પણ પીરસવામા આવે તો બાળકની આંતરિક શક્તિઓને ખીલવી શકાય. પણ અત્યારે જોવામા આવે તો બસ પાઠ્યક્રમ સિવાય વાલીઓને કોઈ પણ પ્રવૃત્તિમા રસ જ નથી રહ્યો.

Image Source

આપણે જોઈ રહ્યા છીએ કે કહેવામા આવે છે કે “ભાર વગરનું ભણતર” પરંતુ પરંતુ બાળક પર ભણવાનો ભાર ખુજ જ વધી રહ્યો છે બાળક સ્કૂલમા જેટલો સમય નથી વ્યતીત કરતો તેટલો સમય ઘરે આવીને તેને તેના માતા પિતા સાથે અને ટ્યૂશન ક્લાસમા આપવો પડે છે. પહેલાથી જ દરેક વિષયનું ભારણ બાળક પર હોય છે અને વિષયની સંખ્યા પણ વધુ હોય છે. એક વિષયની એક કરતા વધુ બુક હોય છે તેનો મહાવરો કરવાનો હોય છે. અઘરા લાગતા વિષયો ના આખા દિવસ મા બે કે ત્રણ તો ક્લાસ હોય છે બાળક આખો દિવસ બસ અભ્યાસ મા જ જાય છે આજનું બાળક માટી મા રમવાનું ભૂલી ગયું છે કેમ? તો એને રમવા જવાનો ટાઈમ જ નથી હોતો એક પછી એક ક્લાસ અને જો એ ના હોય તો મોબાઈલમા સમય પૂરો થાય છે તેથી બાળક પુસ્તકિયું જ્ઞાન ધરાવતો થઇ ગયો છે. એને બહાર ના લોકો શું છે?સમાજ શું છે? દેશ મા શું ચાલી રહ્યું છે? એક નાગરિક તરીકે આપણી શું ફરજ છે?? કયા કૌશલ્ય એક વ્યક્તિમા અંગત હોવા જોઈએ. વ્યક્તિત્વ શું છે તેનું ઘડતર નથી થઇ શકતું તેનું કારણ એક જ છે બાળક ને શિક્ષણ તો મળે છે પણ પ્રવૃત્તિમય નથી હોતું કે જેના કારણે બાળક બ્રાહ્ય દુનિયા વિશે જાણી નથી શકતુ અને ફક્ત ગોખણપટ્ટી કરતુ થઇ જાય છે. તેની લાંબી અસર તેના ભવિષ્યના જીવન મા પણ પડે છે.

Image Source

આપણે જોઈએ કે અમુક શાળાઓની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામા આવે છે. જેમ કે વૃક્ષારોપણ તો એના કારણે બાળક જમીન વિશે શીખી શકે. તે વૃક્ષ કયું છે તે જાણી શકે અને તેને ખુલ્લા વાતાવરણમા વિહાર કરવા મળે તેથી તેને સતત ભણવાનો કંટાળોના આવે અને નવું નવું જાણવાની ઈચ્છા થાય. તેની તર્કશક્તિ અને કલ્પનાશક્તિમા વધારો થાય અને રમતા રમતા તે ઘણું શીખી શકે.. માટે જ હવે શાળાઓમા પણ પ્રવૃત્તિઓને વધારે મહત્વ આપવામાં આવે છે. પરંતુ જોઈએ એટલો વાલીઓનો સહયોગ મળતો નથી. તેથી શાળા પરિવાર પણ બાળક ને આગળ લાવી શકતું નથી. જો શાળાઓ પ્રવૃત્તિઓ કરાવે તો એ ક્યાંકને ક્યાંક બાળક ના હિત મા જ હોય છે પરંતુ વાલીઓ ને તે વસ્તુ ને નકારાત્મક રીતે લે છે અને બાળકને પ્રવૃત્તિઓ નો ભાગ નથી બનવા દેતા. શાળાઓને પ્રવૃત્તિ કરાવી હોય તો તેના માટેના નિષ્ણાંત શિક્ષક, તે માટેના સાધનો, જગ્યા વગેરે વગેરેની જરૂરિયાત રહે છે તે વસ્તુ અને ફીસ તે વાલીઓ જોડે લે છે પરંતુ એ વસ્તુને વાલીઓ બસ પૈસા કમાવવાના રસ્તા સમજીને અવગણે છે તે બાળક માટે યોગ્ય નથી. ફક્ત ભણવા ઉપર ભાર એ યોગ્ય નથી. તંદુરસ્ત સમાજ માટે બાળક દરેક કક્ષાએ આગળ હોવુ જોઈએ તો જ સમાજ નો વિકાસ થઇ શકશે.

Image Source

સ્પોર્ટ્સ, યોગા,કરાટે, ડાન્સ, બીજી આંતરિક શક્તિઓ ખીલી શકે અને બાળક શારીરિક રીતે મજબૂત થાય તેવી પ્રવૃતિઓ શાળાઓ તરફથી કરવામા આવે છે પરંતુ વાલીઓનો જોઈએ એટલો પ્રતિભાવ મળતો નથી તેથી હવે શાળા એ પણ ઢીલું વલણ મૂક્યું છે દરેક વાલીએ સમજવાની જરૂર છે કે શાળા જે પણ કરે તે બાળક ના હિત મા હોય છે શિક્ષણને ધબકતું રાખવા માટે સહયોગ જરૂરી છે. તે અંતમા બાળકના હિત મા જ છે.

Image Source

આમ પ્રવૃત્તિમય શિક્ષણ બાળક ને આપવામા આવે તો એ કોઈ પણ બાબતે પાછુ નહિ પડે અને તેના વ્યક્તિત્વમા ચાર ચાંદ લાગશે.
Author: સુચિતા ભટ્ટ “કલ્પનાના સૂર” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.