ખબર ફિલ્મી દુનિયા

દેશને પહેલો ઓસ્કાર અપાવનારી ડિઝાઈનર ભાનુ અથૈયાનું 91 વર્ષની વયે નિધન, જાણો શું બીમારી હતી

દેશનો પહેલો ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રખ્યાત ફિલ્મ ડિઝાઇનર ભાનુ આથૈયાનું 91 વર્ષની વયે નિધન થયું છે. ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાનને યાદ કરીને તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ભાનુએ બ્રિટિશ ફિલ્મ ગાંધીમાં કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ માટે એકેડેમી એવોર્ડ જીત્યો હતો.

Image source

મીડિયા રિપોર્ટ્સે ભાનુ આથૈયાની પુત્રી રાધિકા ગુપ્તાને ટાંકીને જણાવ્યું છે કે વય સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે સવારે કોલાબા સ્થિત નિવાસસ્થાને તેનું મોત નીપજ્યું હતું. તેને હળવો તાવ અને કફ હતો અને એન્ટિબાયોટિક્સ લઈ રહ્યા હતા. ભાનુ આથૈયાનો જન્મ 28 એપ્રિલ 1929ના રોજ કોલ્હાપુરમાં થયો હતો. તેમનું અસલી નામ ભાનુમતી અન્નાસાહેબ રાજોપાધ્યાય હતું.

ભાનુ અથૈયાએ કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 1956 માં દેવ આનંદની ફિલ્મ સીઆઈડીથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તેમણે હિન્દી સિનેમાના ગોલ્ડ એરામાં ગુરુ દત્તની પ્યાસા, ચૌદવી કા ચાંદ અને સાહિબ બીવી ઔર ગુલામ જેવી ફિલ્મના પોશાકો ડિઝાઇન કર્યા. પાંચ દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં ભાનુએ ઘણી મહાન ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે.

Image source

બાદમાં આમિર ખાનની લગાન, શાહરૂખ ખાનના સ્વદેસ જેવી ફિલ્મોથી પણ નામ જોડાયું હતું. સ્વદેસ તેની છેલ્લી ફિલ્મ છે.ભાનુ આથૈયાએ 1991અને 2002 માં લગન માટે રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો હતો. 2009માં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Image source

કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2012 માં તેણે તેમનો એકેડેમી એવોર્ડ પાછો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેને ભય હતો કે તેના મૃત્યુ પછી પરિવાર તેની ટ્રોફીની સંભાળ લઈ શકશે નહીં. 15 ડિસેમ્બર 2012 ના રોજ આ વાતની પુષ્ટિ થઈ હતી કે તેણે પોતાની ટ્રોફી ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સને પરત આપી હતી.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: