આ દિગ્ગજને વળગ્યો કોરોના વાયરસ, રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ દિગ્ગજને કોરોના થતા ખળભળાટ મચી ગઈ- ચાહકો નિરાશ..

કોરોનાનું સંક્ર્મણ સમગ્ર વિશ્વભરમાં ફેલાયેલું છે. ત્યારે લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ હવે તમામ કામો પણ ફરી પાછા પહેલાની જેમ શરૂ થઇ ગયા છે. ફિલ્મોના શૂટિંગ પણ ફરી શરૂ થઇ ગયા છે. હાલમાં જ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના સમાચાર આવ્યા હતા ત્યારબાદ હવે પ્રખ્યાત ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી પણ કોરોનાની ચપેટે આવી ગયા છે.

મીડિયાની ખબર પ્રમાણે સંજય લીલા ભણસાલી હાલમાં પોતાની આવનાર ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી”ના શૂટિંગમાં વ્યસ્ત હતા. પરંતુ હાલમાં જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે ફીલ્મનું શૂટિંગ પણ અટકાવી દેવામાં આવ્યું છે.

ખબર એવી પણ આવી રહી છે કે કોરોના સંક્રમિત થયા બાદ સંજય લીલા ભણસાલી પોતાના ઘરની અંદર જ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે. 24 ફેબ્રુઆરીના રોજ જ આલિયા ભટ્ટની દ્વારા અભિનીત ફિલ્મ :ગંગુબાઈ કાઠિયાવાડી”નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ ટીઝર દ્વારા જ ફિલ્મના રિલીઝની નવી તારીખની પણ જાહેરાત કરવામાં આવી હતી. પહેલા આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2020ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના મહામારીના કારણે આ ફિલ્મ હવે 30 જુલાઈ 2021ના રોજ દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ “ગંગુબાઈ કાઠિયાવાડી”નું ટીઝર રિલીઝ થવાના ત્રણ દિવસ બાદ સંજય લીલા ભણસાલીએ મુંબઈ ફિલ્મસિટીમાં ખાસ પ્રકારે લગાવવામાં આવેલા સેટ ઉપર અજય દેવગન સાથે ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધી હતી.

આ ફિલ્મમાં અજય દેવગન નાના પરંતુ એક મહત્વના પાત્રમાં જોવા મળશે. પહેલીવાર સંજય લીલા ભણસાલી અને અજયે સાથે ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ”માં સાથે કામ કર્યું હતું. જે 1999માં આવી હતી.

Niraj Patel