ફિલ્મી દુનિયા

ભણસાલીએ પોલીસ સામે કાર્ય મોટા મોટા ખુલાસા, કહ્યું કે સુશાંતને મારી ફિલ્મમાંથી કાઢ્યો નથી પણ

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં આત્મહત્યા બાદ મુંબઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી મુંબઈ પોલીસ દ્વારા 30થી વધુ લોકોના નિવેદન લેવાઈ ચુક્યા છે. સોમવારે મુંબઈ પોલીસદ્વારા આ મામલેજાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનું નિવેદન નોંધ્યું હતું. લીલા ભણસાલીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા પોલીસ દ્વારા અંદાજે 4 કલાક સુધી તેની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by झारखण्ड Uजला (@jharkhandujala) on

સંજય લીલા ભણસાલીએ પોલીસનાં 20 મહત્વપૂર્ણ સવાલનાં જવાબ આપ્યા હતાં. પોલીસે ભણસાલીએ સુશાંતની સાથે કરવામાં આવેલાં ફિલ્મનાં કરાર અંગે વાત કરી હતી. સંજય લીલા ભણસાલી પર આરોપ લગાડવામાં આવ્યા હતા કે, સુશાંતએ કારણે ડિપ્રેશનમાંભોગ બન્યો હતો કારણકે ભણસાલી દ્વારા બનાવવામાં આવેલી બંને હિટ ફિલ્મો ‘રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ તેના પાસેથી છીનવાઇ ગઇ હતી. અને અન્યને આપવામાં આવી હતી. આ આરોપોને નકારતા કરતાં ભણસાલીએ કહ્યું કે તેમણે સુશાંતને કોઇપણ ફિલ્મમાંથી નહોતો કાઢ્યો.

 

View this post on Instagram

 

A post shared by Fake Bollywood (@hate_bollywood) on

સંજય લીલા ભણસાલીએ જણાવ્યું હતું કે, તે સુશાંતના પ્રભાવિત હતા. તેથી તે સુશાંતને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ યશરાજએ જણાવ્યું હતું કે, તે સમયે સુશાંત તેની બજેટની ફિલ્મ ‘પાની’ કરી રહ્યો હતો. જેના કારણે તેને કાસ્ટ કરી શકવામાં આવ્યો ના હતો.

ભણસાલીએ પોલીસને કહ્યું હતું કે, આ ઉદ્યોગમાં સામાન્ય છે, કેટલીકવાર તમે કેટલાક કલાકારો સાથે કામ કરવા માંગતા હો, પરંતુ ઘણાં કારણોને લીધે તે શક્ય નથી. ભણસાલીએ કહ્યું, “મેં કેટરીના સાથે ત્રણ વખત ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ડેટ્સ મેચ ન હોવાને કારણે તેણીને કાસ્ટ કરી શકી નહીં.” તે જ સમયે, રામ લીલા માટે, હું પહેલા સલમાન અનેઐશ્વર્યાને કાસ્ટ કરવા માંગતો હતો પણ તે પણ થઈ શક્યું નહીં. આ ઉદ્યોગમાં બની રહ્યું છે અને આ કલાકારો જાણીતા છે.

 

View this post on Instagram

 

A post shared by News Flash By All IN One (@allinonenewsflash) on

બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પુછપરછ કર્યા બાદ મુંબઇનાં સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોચ્યા હતાં. જ્યાં ડીસીપી અભિષેક ત્રિમુખે દ્વારા તેમની એક કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ 4 કલાક ચાલેલી આ પૂછપરછમાં 35થી 40 સવાલ સંજય લીલા ભણસાલીને પુછવામાં આવ્યા હતાં.

 

View this post on Instagram

 

A post shared by Entertainment Diaries (@enterlods1) on

ભણસાલીએ પોલીસને આપેલા નિવેદન મુજબ, સુશાંત સિંઘ રાજપૂત ફિલ્મ ‘પાની’ની શૂટિંગમાં વ્યસ્ત હતો. જે યશરાજ ફિલ્મનાં બેનર હેઠળ બની રહી હતી. જેને કારણે સુશાંતે ભણસાલીની ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જ્યારે ભણસાલી ઇચ્છતા હતાં કે સુશાંત તેમની સાથે આ બંને ફઇલ્મોમાં ફૂલ ટાઇમ જોડાય. પણ સુશાંતે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. તે બાદથી ક્યારેય સુશાંત સાથે ફિલ્મ અંગે કોઇ જ વાત થઇ નથી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘પાની’નાં ડિરેક્ટક શેખર કપૂરે સુશાંતની મોત બાદ ઘણાં પ્રશ્નો ઉભા કર્યા હતાં. અહીં સુધી કે શેખર કપૂરે ફિલ્મ ‘પાની’નાં વચ્ચે અટકી ગયા બાદ સુશાંત તેમનાં ખભે માતુ મુકીને ખુબ રડ્યો હતો. ફિલ્મ પાની સુશાંતની ન બની શકી અને વચ્ચે જ તેને બંધ કરવી પડી. આ મામલે શેખર કપૂરે પ્રોડક્શન હાઉસ યશરાજની સાથે ક્રિએટિવ ડિફરન્સનાં આરોપ લગાવ્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by Gautam Sen (@sengautam12) on

સંજય લીલા ભણસાલી દ્વારા પોલીસને આપવામાં આવેલાં નિવેદન મુજબ, સુશાંત સાથે તેમની મુલાકાત વર્ષ 2016નાં અંતમાં થઇ હતી જે બાદ ક્યારેય તેમનાં અને સુશાંત વચ્ચે કોઇ જ વાતચીત થઇ ન હતી. સુશાંત સાથે ન તો કોઇ નિકટનાં સંબંધ હતાં. ભણસાલી મુજબ તેમને માલૂમ ન હતું કે સુશાંત અંગત જીવનમાં ડિપ્રેશનથી પીડાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

3 વર્ષ પહેલા મળ્યા હતાં ભણસાલી અને સુશાંત- સંજય લીલા ભણસાલી દ્વારા પોલીસને આપવામાં આવેલાં નિવેદન મુજબ, સુશાંત સાથે તેમની મુલાકાત વર્ષ 2016નાં અંતમાં થઇ હતી જે બાદ ક્યારેય તેમનાં અને સુશાંત વચ્ચે કોઇ જ વાતચીત થઇ ન હતી. સુશાંત સાથે ન તો કોઇ નિકટનાં સંબંધ હતાં. ભણસાલી મુજબ તેમને માલૂમ ન હતું કે સુશાંત અંગત જીવનમાં ડિપ્રેશનથી પીડાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સંજય લીલા ભણસાલીએ જણાવ્યું હતું કે, મારી 2012માં સુશાંત સિંહ રાજપૂત સાથેની મુલાકાત સ્વરસ્વતી ચંદ્ર નામની સિરિયલની કાસ્ટિંગ દરમિયાન થઇ હતી. પરંતુ સુશાંતને તે સમયે આ સિરિયલ માટે કાસ્ટ કરવામાં આવ્યો ન હતો, જોકે હું અભિનય કુશળતાથી પ્રભાવિત હતો. ”

 

View this post on Instagram

 

A post shared by Awesome TV (@awesomeitv) on

ભણસાલીએ પોલીસને કહ્યું હતું કે હું સુશાંતને એક ફિલ્મ એક્ટર તરીકે તે જ રીતે જાણતો હતો, જેટલી હું બાકીની કાસ્ટને જાણું છું. તે મારી સાથે એટલો નજીક નહોતો કે તેણે મારી સાથે અંગત વસ્તુઓ શેર કરી. હું તેના હતાશા વિશે જાણતો ન હતો. ભણસાલીએ એમ પણ કહ્યું હતું કે વર્ષ 2016 પછી તેઓ સુશાંત સિંહ રાજપૂતને માત્ર ફિલ્મ શોમાં જ 3 વાર મળ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમણે તેમની સાથે કોઈ ફિલ્મ કે કંઈપણ કરવા વિશે વાત કરી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood addiction (@bollywood20002) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.