રસોઈ

શિવરાત્રી પર બનાવો ઘરે જ શિવપ્રિય ઠંડી ભાંગ – રેસિપી નોંધી લો આજે જ…. વાંચો ભાંગ પીવાના ચમત્કારિક ફાયદા

મહાશીવરાત્રીનો તહેવાર હવે અમુક જ દિવસોમાં આવવવાનો છે. આ વર્ષે શિવરાત્રીનો તહેવાર 4  માર્ચના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ સિવાય શિવરાત્રી સોમવારના દિવસે જ છે માટે તેનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. એવામાં ભક્તો દ્વારા શિવ મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ સીવાય શિવરાત્રીના દિવસે ભાંગનું પણ ખુબ મહત્વ છે, કહેવામાં આવે છે કે ભગવાન શિવનો પ્રિય ભોગ ભાંગ જ છે. માટે જ આ દિવસે તેને પ્રસાદના સ્વરૂપે લેવામાં આવે છે. એવામાં આજે અમે તમને ઘરે જ ભાંગ(ઠંડાઈ) બનાવાની રેસિપી વિશે જણાવીશું. જેને તમે ઘરે જ આસાનીથી બનાવી શકશો.

 • ભાંગ બનાવવવા માટે આવશ્યક સામગ્રી:
 • એક ગ્લાસ દૂધ
 • ભાંગ(ભાંગ નો છોડ)ના 7 થી 8 પાન
 • 8-10 બદામ
 • એક મોટી ચમચી ખરબૂજ(ટેટી, એક જાતનું ફળ) ના સુકેલા બીજ
 • અળધી ચમચી ખસખસના બીજ
 • અળધી ચમચી મોટી વરિયાળી
 • અળધી નાની ચમચી એલચી પાઉડર
 • એક નાની ચમચી તીખાના દાણા(બ્લેક પેપર)
 • અળધો કપ સૂકેલી કે પછી તાજી ગુલાબના ફૂલની પાંખડીઓ
 • બે કપ ખાંડ

ભાંગ બનાવાની વિધિ:

-એક ગ્લાસ પાણીમાં ખાંડ નાખીને તેને ઓગળવા માટે રાખી દો.

-તેના પછી એક બીજા વાસણમાં એક ગ્લાસ પાણી, બદામ, ભાંગના પાન, ટેટીના બીજ, તીખાના દાણા, વરિયાળી, ખસખસ અને ગુલાબની પાંખડીઓ નાખીને 2 કલાક સુધી રહેવા દો. જો ભાંગ ના માળે તો તમે બજારમાંથી ભાંગની ગોળીઓ પણ લઇ શકો છો.

-હવે આ ગ્લાસની દરેક સામગ્રીઓ પાણીની સાથે જ મિસ્કરમાં પીસીને પેસ્ટ તૈયાર કરી લો.
-હવે તેને સુતરાઉ કાપડ કે ગરણીની મદદ વડે ગાળી લો.

-હવે આ ગાળેલા મિશ્રણમાં ખાંડ વાળું પાણી, દૂધ અને એલચી પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
-તમારી ભાંગ વાળી ઠંડાઈ તૈયાર છે.

-આ ભાંગને ભગવાન શિવજીને ચઢાવ્યા પછી ખુદ પણ પ્રસાદના સ્વરૂપે પીઓ અને અન્ય લોકોને પણ તેનો પ્રસાદ આપો.

-જણાવી દઈએ કે બને ત્યાં સુધી આ ભાંગ બાળકોને પીવડાવવી ન જોઈએ, માટે બાળકોને તેનાથી દૂર જ રાખો.

જણાવી દઈએ કે ભાંગ શિવરાત્રીના સિવાય હોળીના તહેવારમાં પણ પ્રસાદના સ્વરૂપે પીવામાં આવે છે. પણ જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે પણ ભાંગને ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે.

જાણો ભાંગ પીવાના ફાયદા-

કબજિયાતને કરે છે દૂર:
ભાંગમાં પોપી એસિડ હોય છે, જે ગૈસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની બળતરામાં રાહત આપે છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થઇ જાય છે ભાંગમાં પ્રોટીન, ફાઈબર અને કેલ્શિયમ અને મિનરલ્સ પણ હોય છે.

પાચન ક્રિયામાં ફાયદેમંદ:
ભાંગમાં વરિયાળીની માત્રા ખુબ વધારે હોય છે જે શરીરને ઠંડુ રાખે છે. તેની સાથે જ વરિયાળી ગૈસ્ટ્રિક સમસ્યાઓને પણ દૂર કરે છે. જેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેનાથી પાચન-ક્રિયા યોગ્ય બને છે.તરત એનર્જી:
ભાંગમાં ટેટી કે તરબૂચ ના બીજ ને પણ મિક્સ કરવામાં આવે છે જે શરીરને તરત જ એનર્જી આપવાનું કામ કરે છે.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks