ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગની ભૂમિ “ભાલકા તીર્થ” વિશે જાણવા જેવી માહિતી, વાંચીને જય શ્રી કૃષ્ણ જરૂર કહેજો

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભલે બીજા રાજ્યમાં થયો હોય પરંતુ તેમનીઓ કર્મભૂમિ તરીકે આજે પણ ગુજરાત જ ઓળખાય છે. ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ કૃષ્ણ હોવાના પુરાવાઓ મળે છે, દ્વારકા હોય કે ડાકોર કે પછી હોય શામળાજી ભગવાન શ્રી કૃષ્ણના અલગ અલગ રૂપોથી લઈને અલગ અલગ પરચાઓ પણ આ દરેક જગ્યા ઉપર મળે છે.

Image Source

દ્વારિકા નગરીના રાજા એવા ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી ઉપર માનવ આવતાર ધારણ કર્યો હતો અને આ પૃથ્વીનો એક નિયમ છે જે અવતરે છે તેનો અંત પણ નિશ્ચિત છે. ભાગવાન શ્રી કૃષ્ણનો પણ અંત લખાયેલો હતો અને એ સ્થળ હતું ભાલકા તીર્થ. ભાલકા તીર્થમાં વિધિ નિર્મિત મૃત્યુ ભગવાન શ્રી કૃષ્ણનું પણ થયું અને આ સ્થળ વિશેનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. લોક કથાઓ મુજબ જોવા જઈએ તો મહાભારતના યુદ્ધ બાદ 36 વર્ષ પછી યાદવકુળ આવેશમાં આવી ગયા હતા અને એ સમય દરમિયાન અંદરો અંદર જ વિખવાદ ઊભા થવા લાગ્યા હતા, ભાઈ ભાઈ વચ્ચે પણ લડાઈઓ થવા લાગી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ કલેશથી દુઃખી થઈને એક સ્થાન ઉપર ચાલ્યા ગયા હતા, અને જ્યાં બેસીને તેઓ ધ્યાનમગ્ન પણ થઇ ગયા હતા.

Image Source

ભગવાન શ્રી કૃષ્ણ જયારે ધાયનમગ્ન હતા ત્યારે એક શિકારી જરા નામનો ભીલ, શિકાર માટે આવ્યો હતો, તેને દૂર કંઈક ચળકતું દેખાયું તેના મનમાં કે એ કોઈ મૃગની આંખ છે અને તેમ સમજી તેને એ ચળકતી વસ્તુ તરફ તિર ચલાવ્યું, પરંતુ એ ચળકતી વસ્તુ કોઈ મૃગની આંખ નહિ પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના ડાબા પગની પાની હતી, અને તિર એ પાનીમાં જઈને ભોંકાય ગયું.

Image Source

જરા ભીલ જયારે એ તીરની દિશામાં ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને જોયા અને તે તેમની માંફી માંગવા લાગ્યો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ બધું તો વિધિ નિર્મિત હતું, તું નાહકનો દુઃખી ના થઈશ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બોલાવ્યો અને તેની સાથે હિરણ નદીના કિનારે પહોંચીને પોતાનો દેહત્યાગ કરી પંચતત્વોમાં વિલીન થઇ ગયા હતા.

Image Source

ભાલકા તીર્થ સાથે જોડાયેલી આ કથા સત્ય હોવાના પણ ઘણા પુરાવા મળી રહે છે આજે પણ એ મંદિરમાં એક વૃક્ષ છે જેની છાયામાં બેસી અને ભગવાન શ્રી કૃષ્ણ ધાયનમગ્ન મુદ્રામાં હતા અને ત્યાં જ તેમના પગની પાનીમાં તીર લાગ્યું હતું, એ વૃક્ષ આજે 5000 વર્ષો બાદ પણ લીલુંછમ છે.  ઉપરાંત પાસે જ આવેલી હિરણ નદી પાસે પણ ભગવાન શ્રી કૃષ્ણના પગલાં પણ છે.

Image Source

પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથની બાજુમાં જ આવેલું આ સ્થાન ખુબ જ પવિત્ર છે કહેવાય છે કે આ સ્થાન ઉપર દર્શન કરવા આવનાર ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને પાવન પણ થાય છે.