
તમે દુનિયાભરના તમામ દેવી-દેવતાઓના મંદિરો અને તેના ચમત્કારો વિશે સાંભળ્યું હશે.પણ આજે અમે તમને હિમાચલ પ્રદેશમાં સ્થિત એક એવા મંદિર વિશે જણાવવા જઈએ છીએ જ્યાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થઇ જાય છે. અમે વાત કરી રહ્યા છીએ દેવભુમી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ‘દેવીપીઠ ભલેઇ માતા’ના મંદિર વિશે.

અહીં રોજ 200 થી પણ વધારે ભક્તો દર્શને આવે છે, તેને નાની કાશી પણ કહેવામાં આવે છે. જો કે અહીં તમને ડગલે ને પગલે ઘણા રહસ્યો અને ઘણા ચમત્કાર જોવા મળી જાશે પણ આ મંદિર વિશેની એક એવી અનોખી વાત તમને કહેવા જઈ રહ્યા છીએ, તેની મહિમા પુરા દેશમાં પ્રસિદ્ધ છે અને આજ કારણ છે કે અહીં આવનારા કોઈપણ ખાલી હાથે પાછા નથી જાતા.

ભલેઈ માતાના આ મંદિરમાં નવરાત્રીના સમયમાં અલગ જ નજારો જોવા લાયક હોય છે કેમ કે તે દરમિયાન આ મંદિરમાં એક અલગ રોનક જોવા મળે છે.માતાનું આ મંદિર એક વિચિત્ર માન્યતાને લીધે પણ શ્રદ્ધાળુઓ વચ્ચે ખુબ જ પ્રસિદ્ધ છે, જેના પર આ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને વિશ્વાશ જ નથી આવતો. સુંદર વાદીઓની વચ્ચે આ મંદિરમાં જો કે દરેક દિવસ ભક્તોની લાઈન લાગેલી રહે છે પણ નવરાત્રીના દિવસોમાં અહીં શ્રદ્ધાળુઓમાં ભારે જુસ્સો અને અપાર શ્રદ્ધા જોવા મળે છે.

કંઈક આવી છે આ મંદિરની માન્યતા:
આ મંદિર વિશે માનવામાં આવે છે કે માં જ્યારે પણ પ્રસન્ન થાય છે તો તેની મૂર્તિ માંથી પરસેવો વહેવા લાગે છે. તે સમયે જેટલા પણ શ્રદ્ધાળુઓ ત્યાં હાજર હોય અને આ ચમત્કાર ને જોઈ લે તો તેઓની દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. આ મંદિરમાં થાતા સાક્ષાત ચમત્કારને જોઈને ભારતના વૈજ્ઞાનિક પણ હેરાન છે કે આખરે આ પરસેવો કેવી રીતે ઉત્પ્ન્ન થાય છે. ઘણા વૈજ્ઞાનિકોએ આ રહસ્યને શોધવાની કોશિશ કરી પણ તેઓ નાકામ રહ્યા હતા.

મહિલાઓને મંદિરમાં જાવાની હતી મનાઈ:
પહેલાના સમયમાં આ મંદિરમાં મહિલાઓ માટે જાવાની મનાઈ હતી. તેઓને મંદિરના ઉંબરા સુધી જ આવવાની પરવાનગી હતી. જો કે તેની પાછળનું કારણ પણ હજી સુધી કોઈ જાણી શક્યું ન હતું. પણ બદલાતા સમયની સાથે સાથે આ પરંપરાનો પણ અંત આવી ગયો.હવે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક ભક્તો અહીં દર્શન કરે છે અને તે સમયની ખુબ આતુરતાથી રાહ જોવે છે જયારે માતાની મૂર્તિને પરસેવો આવવા લાગે અને તેઓની મનોકામના પૂર્ણ થઇ શકે.

અનોખી છે આ મંદિરની કહાની:
ભલેઇ ના આ દેવપીઠની કહાની પોતાનામાં જ વિચિત્ર છે.અહીંના પુજારીઓનું આ મંદિરની સ્થાપના વિશે કહેવું છે કે ભલેઇમાં જ એક વાવડી માં દેવી માતા પ્રગટ થયા હતા.તે સમયે તેમણે ચંબા ના રાજા પ્રતાપ સિંહ ને સપનામાં દર્શન આપીને તેને ચંબામાં સ્થાપિત કરવા માટેનો આદેશ આપ્યો હતો. રાજા જયારે મૂર્તિને લઈને જઈ રહ્યા હતા ત્યારે તેને ભલેઇ નું સ્થાન ખુબ પસંદ આવી ગયું.જેને લીધે માતાએ ફરીથી રાજાના સપનામાં આવીને ભલેઇમાં જ પોતાને સ્થાપિત કરવા માટેનું કહ્યું. દેવીનો આદેશ માનીને રાજાએ ત્યાં જ મંદિરનું નિર્માણ કરાવી નાખ્યું. આ જ કારણ છે કે ભદ્રકાલ માતાના મંદિરનું નામ ભલેઇ પડ્યું.ઘણા લોકો માતા ભલેઇ ને ‘જાગતી જ્યોત’ ના નામથી પણ જાણે છે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks