Bhajanik Laxman Barot passed away : ગુજરાતની ધર્મપ્રિય જનતા માટે આજે એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાતના પ્રખ્યાત ભજનિક એવા લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. તેમના આ આકસ્મિક નિધનના કારણે ધર્મ જગતમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો છે. આજે વહેલી સવારે 5 વાગે લક્ષ્મણ બારોટે અંતિમ શ્વાસ લીધા હતા, તેમનુ નિધન જામનગરમાં થયું છે.
દેશ અને દુનિયામાં હતું મોટું નામ :
ભજનની દુનિયામાં લક્ષ્મણ બારોટનું ખુબ જ મોટું નામ હતું. તેઓ ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ અને દુનિયામાં પણ તેમના ભજનોના કારણે ખુબ જ જાણીતા બન્યા હતા. ભજનિક નારાયણ સ્વામી તેમના ગુરુ હતા. તેઓ મૂળ જામનગરના હતા અને જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા. ભલે ઈશ્વરે તેમને આંખો નહોતી આપી પરંતુ ગળામાં સાક્ષાત સરસ્વતી બિરાજમાન હતા અને તેમને સુરીલા અવાજની ભેટ મળી હતી.
આશ્રમમાં શોકનો માહોલ :
લક્ષ્મણ બારોટ પોતાના આગવી ભજન શૈલીના કારણે દેશભરમાં ખુબ જ લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. પતિ પત્ની બંનેએ ઝઘડિયા તાલિકામાં આવેલા કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી અને ત્યાં જ તેઓએ આશ્રમ પણ બનાવ્યો હતો. તેમના નિંધન બાદ તેમના આશ્રમમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.
સેલેબ્રિટીઓ પણ આપી રહ્યા છે શ્રધાંજલિ :
લક્ષ્મણ બારોટે તેમનું શ્રી શક્તિ ભજન પીથાશ્રમ નામનું આશ્રમ આદિવાસી વિસ્તારમાં બનાવ્યું હતું. તેઓ પોતાના આશ્રમની ઘણીવાર મુલાકાત લેતા હતા અને ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં તેમના નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજાતા હતા. ત્યારે તેમના નિધન બાદ હવે ભક્તજનો ઉપરાંત ઘણા મોટા મોટા લોકો પણ તેમને સોશિયલ મીડિયા દ્વારા શ્રધાંજલિ પાઠવી રહ્યા છે.