છેલ્લા ઘણા સમયથી દેશભરમાં આપઘાત અને છેતરપીંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો હનીટ્રેપમાં ફસાય છે અને લાખો રૂપિયા આપી છેતરાતા હોય છે, તો ઘણીવાર પરિવારના આંતરિક સંબંધોમાં જ કોઈ બ્લેકમેઇલ કરતું હોય છે ઘણી વાર આવા કિસ્સાઓમાં પીડિત આપઘાત પણ કરી લેતું હોય છે, ત્યારે આવા જ એક ભૈયું મહારાજના આપઘાત કેસનો ખુલાસો હાલ એક વૉટ્સએપ ચેટ દ્વારા થયો છે.
ભૈયું મહારાજ આપઘાત કેસમાં ફોરેન્સિક નિષ્ણાતના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેઓ ઊંઘની ગોળીઓ લેતા હતા. આપઘાતના 48 કલાક પહેલા તેણે 10 ઊંઘની ગોળીઓ લીધી હતી. પલક અને તેના મિત્ર (પિયુષ જીજુ… પલકના મોબાઈલમાં કોન્ટેક્ટનું નામ આ નંબર પરથી સેવ છે.) વચ્ચેની વોટ્સએપ ચેટિંગમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે બંને ભૈય્યુ મહારાજને હરદામાં ગુરુજીના આશ્રમમાં લઈ જવાની વાત કરી રહ્યા હતા. 109 પાનાનો આ તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
જ્યારે ભૈયુ મહારાજ ના રહ્યા અને પલકે પિયુષને વોટ્સએપ ચેટ પર આવવાનું કહ્યું ત્યારે તેનો જવાબ હતો – “તારે શું જોઈએ છે, મહારાજને આસારામ જેવા સંતોની લાઈનમાં ઉભા કરી દઈએ ?” ભૈયું મહારાજના આપઘાતના 48 કલાક પહેલા ચેટિંગમાં પલક અને પીયૂષના શબ્દોમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મહારાજ પર કોઈ પ્રકારની તંત્ર કાર્યવાહી કરવામાં આવી છે. શક મહારાજની બીજી પત્ની આયુષી પર હતો. બંને મહારાજને તંત્ર-મંત્ર કરવા માટે કોઈક ગુરુજીના આશ્રમમાં લઈ જવા માંગતા હતા.
ભાયું મહારાજે 12 જૂન 2018ના રોજ પોતાના ઘરે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. 10 જૂન 2018ના રોજ ચેટિંગમાં મહારાજે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લીધો હોવાની વાત સામે આવી છે. પલકે પિયુષને અનેકવાર વિનંતી કરી કે મહારાજને કોઈપણ રીતે બચાવી લે. તેની માનસિક સ્થિતિ સારી નથી. મહારાજ પોતાનામાંથી બહાર જઈ રહ્યા છે.
પલક અને પિયુષ વચ્ચેની ચેટ પણ સામે આવી છે, જેમાં જોવા મળ્યું છે કે, પલક: “ભૈયા, આયુષીએ મોટો તગડો તાંત્રિક પકડ્યો છે. 25 લાખમાં ડીલ થઇ છે.” પીયૂષ જીજુ: “કોની સાથે?” પલક: “તાંત્રિક સાથે !” પલક: “BMને પાગલ કરીને ઘરે બેસાડી દીધા છે.” પીયૂષ જીજુ: “કુહૂ (ભય્યુ મહારાજની પુત્રી) ઘરે આવવાની છે. કાલે કુહૂનો રૂમ ઠીક થઇ જશે.”
પલ: “કુહૂએ શરદને કહ્યું છે કે તે સામે આવી તો હું તેને મારી નાખીશ. આ વખતે તો કુહૂ પૂરી રીતે તૈયારી કરીને ગઈ છે !” પીયૂષ જીજુ: “ક્યાં? ઇન્દોર ?” પલક: “આયુષીએ આવીને ફરીથી કામ ખરાબ કરી નાખ્યું છે. આયુષીએ પાછા ભાભી, કુહૂ અને બાપુના પિક્સ સળગાવી દીધા.”
ઉલ્લેખનીય છે કે ભૈયું મહારાજની સેવક પલકે તેમનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. તેના દ્વારા તે તેમને બ્લેકમેલ કરતી હતી. જ્યારે ભૈયું મહારાજે 17 એપ્રિલ 2017ના રોજ આયુષી સાથે લગ્ન કર્યા ત્યારે પલક પણ તેના પર એક વર્ષમાં લગ્ન કરવા દબાણ કરવા લાગી. પલક બે વર્ષથી વધુ સમયથી ભૈયુ મહારાજ સાથે હતી. તે મહારાજ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ મહારાજે ડૉ. આયુષી સાથે લગ્ન કરી લીધા. મહારાજના લગ્નના દિવસે પણ તેણે હંગામો મચાવ્યો હતો.