બોલીવુડના કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાન હાલ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે, તેનો દીકરો આર્યન ખાન હાલ ડગ કેસમાં 8 ઓક્ટોબરથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે. તેને આજે પણ જામીન મળી નથી અને જમીન માટેની સુનાવણી આવતી કાલે શરૂ થશે, ત્યારે શાહરૂખના માથે આવી પડેલી આ મુશ્કેલીમાં સાથ આપવા માટે અભિનેતા સલમાન ખાન પણ તેના પિતા સાથે શાહરુખના ઘર મન્નત પહોંચ્યો હતો.
શાહરુખ અને સલમાન ખુબ જ સારા મિત્રો છે. આર્યનની ધરપકડ બાદ સલમાન સતત શાહરુખની સાથે જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા પણ સલમાન ખાન શાહરુખ ખાનના ઘરે મળવા માટે પહોંચ્યો હતો. હવે તે પોતાના પિતા સલીમ ખાન સાથે શાહરુખના ઘરે ફરીવાર પહોંચ્યો છે.
સલમાન ખાન અને સ્લિમ ખાનની ગાડીને મન્નત જતા દરમિયાન સ્પોટ કરવામાં આવ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આજે આર્યન ખાનની જામીન ઉપર સુનાવણી થવાની હતી, જેના કારણે આશા રાખવામાં આવી રહી છે કે આ કારણને લઈને સલીમ ખાન અને સલમાન ખાન શાહરુખના ઘરે પહોંચ્યા હશે.
સલમાન ખાન પોતાના ખાસ મિત્ર સાજીદ ખાન સાથે આવ્યો હતો. બંને એક કલાક સુધી મન્નતમાં રોકાયા હતા. ગઈ કાલે (12 ઓક્ટોબર) સલમાન-સલીમ ઉપરાંત ફરાહ ખાન તથા કરન જોહર પણ આવ્યા હતા. કરન ચાર દિવસ પહેલાં પણ શાહરુખને મળવા મન્નત આવ્યો હતો. આર્યનની તબિયત અંગે શાહરુખ તથા ગૌરી સતત આર્થર રોડ જેલમાં ફોન કરે છે. તેમને દીકરાની તબિયતની ઘણી જ ચિંતા છે.
View this post on Instagram
આર્યનની જમાનત પર સેશંસ કોર્ટમાં સુુનાવણી થઇ. કોર્ટમાં NCB અને આર્યનના વકીલ વચ્ચે દલીલો પેશ કરવામાં આવી હતી. આર્યનની જમાનત માટે શાહરૂખ ખાને સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં જે વકીલે જમાનત અપાવી હતી તેને હાયર કર્યા છે, તેમનું નામ અમિત દેસાઇ છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી અને સિક્યોરિટી ગાર્ડ રવિ પણ હાજર રહ્યો હતો.
View this post on Instagram
જણાવી દઇએ કે, કોર્ટમાં આર્યન ખાનનાા વકીલ અને NCB વચ્ચે ચાલેલી લાંબી ચર્ચા બાદ આર્યન ખાનની જમાનત પર કોર્ટે તેમનો નિર્ણય આગળના દિવસે સુરક્ષિત કરી લીધો છે. જમાનતની આ સુનાવણી સેશંસ કોર્ટમાં લગભગ ત્રણ વાગે શરૂ થઇ હતી. તે બાદ NCb અને આર્યનના વકીલે દલીલો પેશ કરી હતી. આ સુનાવણી સાંજ સુધી ચાલી. હવે આર્યન ખાન જમાનત પર અદાલત 14 ઓક્ટોબરના રોજ એટલે કે ગુરુવારના રોજ પોતાનો નિર્ણય સંભળાવશે.