ગુજરાત દિલધડક સ્ટોરી

ભાગ્યે જ જોવા મળશે આ ગુજરાતના જુના 13 ફોટો, અમદાવાદ પહેલાના જમાનામાં કેવું લાગતું? ફોટોસ જોઈ શેર કરવાનું ભૂલશો નહિ

આજના આધુનિક જમાનો કેટલા બદલાઈ ગયો છે નહિ? આ બધા જ ફોટોસ જોઈને ચોક્કસ તમને એવું લાગશે કે પહેલાનો જમાનો કઈંક અલગ જ હતો, જરા ધ્યાનથી જોજો ખુબ જ સરસ ફોટોસ છે. અત્યાર સુધીના ગુજરાતના લગભગ બધા જ ફોટોસનું કલેક્શન, તો ચાલો મિત્રો ગુજરાતનો ઇતિહાસ યાદ કરીએ.

1. A Market Scene, Ahmedabad, Gujarat – 1901

Image Source

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે, જે 11મી સદીમાં આશાવલ તરીકે ઓળખાતું હતું, જેના સમયે સમયે નામ બદલાયા છે. 14મી સદીની આસપાસ સાબરમતી નદીને કિનારે વસાવેલા શહેરને કર્ણાવતી તરીકે પણ ઓળખાતું હતું અને 15મી સદીની આસપાસ આ શહેર અમદાવાદના નામે જાતું થયું હતું. આ ઉપરોક્ત તસ્વીર વર્ષ 1901ની છે, ત્યારે અમદાવાદમાં બજાર આવા દેખાતા હતું.

2. Ahmedshaha Bhadar, Ahmedabad

Image Source

ઉપરોક્ત તસ્વીરમાં એ અહેમદશાહ બહાદુરનો મહેલ છે. આ તસ્વીર પણ 19મી સદીમાં લેવામાં આવી હતી. આ તસ્વીરને અમદાવાદના વિન્ટેજ પોસ્ટકાર્ડમાં પણ સામેલ કરવામાં આવી હતી.

3. Ancient views of Hathee Singh Temple

Image Source

હઠીસિંહનાં દેરા એ અમદાવાદનું ઐતિહાસિક, પૌરાણિક તેમજ જોવાલાયક સ્થળ છે. હઠીસિંહનાં દેરા જૈન નગરશેઠ હઠીસિંહે બંધાવેલા જૈન દેરાસર છે, જે તેના સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ છે. તેનું નિર્માણ ઈ.સ. ૧૮પ૦માં થયું હતું.

4. Communal trouble also erupts in Ahmedabad, between Muslims and Jains; a news bureau photo

Image Source

આ એ સમયની તસ્વીર છે, જયારે મુસ્લિમ અને જૈનો વચ્ચે કોમી તોફાનો થયા હતા.

5. Interior of Hathee Singh Jain temple, Ahmedabad by Raja Deen Dayal, 1900

Image Source

હઠીસિંહ જૈન મંદિર તેની કોતરણી અને સ્થાપત્ય માટે પ્રસિદ્ધ છે. તેના નિર્માણનો કુલ ખર્ચ લગભગ 8 લાખ રૂપિયા થયો હતો. આ મંદિર  જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે દૂર દૂર સુધી પ્રખ્યાત છે. આ મંદિરમાં સુંદર સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે.

6. Jama Masjid, Ahmedabad, Gujarat – India 1928

Image Source

જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયમાં આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી.

7. Manik Chok, an albumen photo almost certainly by Charles Lickfold, 1880’s

Image Source

ત્રણ દરવાજા એ ભદ્રના કિલ્લા, અમદાવાદનો ઐતહાસિક દરવાજો છે. ઇસ ૧૪૧૫માં બન્યા બાદથી તે ઐતહાસિક ઘટનાઓ સાથે જોડાયેલ છે. દરવાજાને ત્રણ કમાનો આવેલી છે જે વધુ ખૂલ્લી અને મોટી જગ્યા ધરાવતા મહેલ મૈદાન શાહ તરફ દોરી જતી, જે ફૂવારાઓ અને અગાસી ધરાવતો હતો. તેની કમાનોની વચ્ચેની જગ્યા અત્યંત કોતરણીવાળી અને શણગારેલ છે.

8. Ambaji Mandir

Image Source

મા અંબેનું મંદિર એટલે શક્તિપીઠોમાંનું એક અંબાજી, જેના હાલ બે મંદિરો છે. મૂળ મંદિર ગબ્બર પર આવેલું છે અને બીજું મંદિર જે સપાટ જમીન પર મોટી વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું છે. મૂળ મંદિરના દર્શન કરવા માટે હાલ રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે.

9. BHADRA LAL DARWAJA 1805

Image Source

ભદ્રનો કિલ્લો ૧૪૧૧ની સાલમાં અહેમદ શાહ પહેલાએ બંધાવ્યો હતો. તેના કલાત્મક રીતે બંધાયેલા રાજવી મહેલો, મસ્જિદો અને દરવાજાઓ સાથે તેનો જીર્ણોદ્ધાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડિયા દ્વારા શહેરના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કરાઈ રહ્યો છે.

10. Junagadh

Image Source

જૂનાગઢનું આ સ્વામીનારાયણ મંદિર જીણાભાઇ દ્વારા ભેટ કરાયેલી જમીન પાર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં 1 મે 1828ના રોજ સ્વામિનારાયણએ જાતે પોતાના હાથે શ્રી રણછોડરાય અને ત્રિકમરાયને મંદિરમાં મુખ્ય ભગવાન તરીકે સ્થાપિત કર્યા હતા. એ સમયે જૂનાગઢ અને રાજકોટ કાઠિયાવાડના સાફ શહેરોમાંના એક હતા.

11. KALUPUR RAILWAY STATION 1923

Image Source

આઝાદી પહેલાનું આ ભીડ વગરનું કાલુપુર રેલવે સ્ટેશન હાલનું સૌથી વ્યસ્ત ગણાતા રેલવે જંક્શનોમાંનું એક છે. દેશના ભાગલા પહેલા હૈદરાબાદ જવા માટે અહીં સિંધ મેલ આવતી હતી. એ હૈદરાબાદથી મીરપુર ખાસ, ખોખરાપર, મુનાબાઓ, બારમેર, લૂની, જોધપુર, પાલી, મારવાડ, પાલનપુર થઈને અમદાવાદ પહોંચતી હતી. આનું બાંધકામ ગોકુલદાસ કોન્ટ્રાક્ટર અને એસોસિએટ્સ દ્વારા કરવામાં આવ્યું છે.

12. SABARMATI RIVER 1909

Image Source

19મી સદીમાં અમદાવાદની સાબરમતી નદીમાં લોકો કપડાં-વાસણ ધોવા અને ન્હાવા માટે આવતા હતા, જ્યા હાલ રિવરફ્રન્ટ બની ગયું છે, જ્યાં હવે લોકો ફરવા આવે છે.

13. Somnath

સોમનાથ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જાણીતો છે કારણકે આ મંદિરને સત્તર વાર લૂંટવામાં આવ્યું હતું અને દરેક વખતે ફરીથી નવેસરથી મંદિરનું બાંધકામ કરવામાં આવતું હતું. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું સોમનાથનું આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે.

Image Source

ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં, સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ છે જે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં આવેલું છે. શિવ પુરાણ અનુસાર, આ જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્રદેવ દ્વારા કરવામાં આવી હતી.

પ્રજાપતિ દક્ષની 27 પુત્રીઓ ચંદ્ર સાથે લગ્ન કરી હતી, પરંતુ ચંદ્ર 27 પત્નીઓમાંની એક હતી દેવી રોહિની. જેને ચંદ્રદેવ ખૂબ વધારે પ્રેમ આપતા હતા. ચંદ્રદેવના આ વર્તનથી બાકીની 26 પત્નીઓ ખૂબ દુખી દુખી રહેવા લાગી. પરંતુ કશું કરી શકતી નહી, ત્યારબાદ તેમણે આ ફરિયાદ તેમના પિતા પ્રજાપતિ દક્ષને કરે છે. આ સાંભળી પ્રજાપતિ દક્ષ સૌ પ્રથમ ચંદ્રદેવને સમજાવવાની કોશિશ કરે છે. પરંતુ ચંદ્રદેવને કોઈ જ ફર્ક નથી પડતો.

પરંતુ ચંદ્રને આ વાત પર કોઈ અસર થતી ન હતી, રોહિની સાથે તેમનો સંબંધ રોજ દિવસે ને દિવસે વધી રહ્યો હતો. તે રોહિની સાથે જ વધારે સમય પસાર કરવા લાગ્યા. બીજી બાજુ તેમની બધી પત્નીઓએ ફરી આ વિષે દક્ષને ફરિયાદ કરી. ત્યારે ફરી દક્ષે ચંદ્ર સાથે આ બાબતે વાત કરી. પરંતુ રૂપના અભિમાનમાં ચંદ્ર તેમનું પણ અપમાન કરે છે. ત્યારે ગુસ્સે થયેલા પ્રજાપતિદક્ષે શ્રાપ આપ્યો કે આજથી ચંદ્રદેવ ક્ષય રોગથી પીડાશે.

આ બાજુ ચંદ્રદેવ શ્રાપના કારણે ક્ષય રોગથી પીડવા લાગ્યા. ત્યારે તેમણે ખૂબ પસ્તાવો થયોને દક્ષની માફી માંગે છે.  પસ્તાવા લાગે છે. ત્યારે દક્ષ તેમણે બ્રહ્માજી પાસે જવાની સૂચના આપે છે.

તેઓએ બ્રહ્માજીને કહ્યું કે મે કરેલા અનૈતિક કાર્યો બદલામાં હું આ પરિણામ ભોગવી રહ્યો છુ. મને મુક્ત થવાનો ઉપાય બતાવો. ત્યારે, બ્રહ્માજીએ કહ્યું કે આ શાપમાંથી મુક્તિ માટે એક જ ઉપાય છે. તમે પવિત્ર સ્થળે જઈને શિવાલિંગ સામે બેસીને મહામૃત્યુજય મંત્રજપ અને કઠોળ તપ કરો.

Image Source

ત્યારે ચંદ્ર સોમનાથના દરિયા કિનારે એક શિવલિંગની સ્થાપના કરે છે ને સતત 6 મહિના સુધી ત્યાં બેસીને જ શિવ આરાધના કરી. ત્યારે મહાદેવ એમની પૂજા ને ભક્તિથી ખુશ થયા ને મહેનત કરી હતી, તેમના તપથી શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ચંદ્રએ પોતાના શાપની વાત કરી. આથી શિવજીએ ચંદ્રના ક્ષયને મર્યાદિત કર્યો. આમ એક પક્ષમાં તે ક્ષીણ થાય છે અને બીજા પક્ષમાં તે પુન: વૃદ્ધિ પામે છે. આજથી આગળ, હું આ શિવલિંગમાં વાસ કરીશ ને તે ચંદ્ર નો અર્થ સોમ થાય છે એટ્લે તમે સ્થાપિત કરેલ આ શિવલિંગ આજથી સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાશે.

આદ્ય શંકરાચાર્યે દેશભરના પ્રસિદ્ધ શિવમંદિરો પૈકી બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ 12 મુખ્ય જ્યોતિર્લિંગની ઓળખ કરી ત્યારે તેમાં સોમનાથને મુખ્ય ગણાવ્યું છે. સ્કંદ પુરાણમાં પણ સોમનાથ મંદિરે થયેલી શિવ આરાધનાને મોક્ષપ્રાપ્તિ માટે ઉત્તમ ગણાવી હોવાથી આ સ્થાનનું ધાર્મિક મહત્વ અદકેરું મનાય છે. ત્યારબાદ આ મંદિરની ભવ્યતા જોઈને 1024માં મહંમદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટના ઇરાદે તોડ્યું હતું. રાજા ભીમદેવે ફરી આ મંદિર બંધાવ્યું. આ મંદિર પર પાંચ પાંચ વાર લૂટના ઇરાદે તોડી પડાયુંને પાંચ પાંચ વાર બંધાયું છે.

Image Source

ત્યારબાદ મુઘલ બાદશાહ ઓરઞઝેબે આ મંદિરને 1706માં ફરી તોડ્યું. ભારતના ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ફરી બનાવ્યું વૈશાખ સુદ પાંચમ, ઈસ. ૧૯૫૧ના દિવસે ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. 1995માં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માના હાથે રાષ્ટ્રને સમર્પિત કર્યું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks