જાણવા જેવું દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

ભાગ્યે જ જોવા મળશે આ ગુજરાતના જુના 37 ફોટો, અમદાવાદથી લઈને બરોડા, પોરબંદર પહેલાના જમાનામાં કેવું લાગતું? ફોટોસ જોઈ શેર કરવાનું ભૂલશો નહિ

આજના આધુનિક જમાનો કેટલા બદલાઈ ગયો છે નહિ? આ બધા જ ફોટોસ જોઈને ચોક્કસ તમને એવું લાગશે કે પહેલાનો જમાનો કઈંક અલગ જ હતો, જરા ધ્યાનથી જોજો ખુબ જ સરસ ફોટોસ છે. અત્યાર સુધીના ગુજરાતના લગભગ બધા જ ફોટોસનું કલેક્શન, તો ચાલો મિત્રો ગુજરાતનો ઇતિહાસ યાદ કરીએ.

A Market Scene, Ahmedabad, Gujarat – 1901

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે, જે 11મી સદીમાં આશાવલ તરીકે ઓળખાતું હતું, જેના સમયે સમયે નામ બદલાયા છે. 14મી સદીની આસપાસ સાબરમતી નદીને કિનારે વસાવેલા શહેરને કર્ણાવતી તરીકે પણ ઓળખાતું હતું અને 15મી સદીની આસપાસ આ શહેર અમદાવાદના નામે જાતું થયું હતું. આ ઉપરોક્ત તસ્વીર વર્ષ 1901ની છે, ત્યારે અમદાવાદમાં બજાર આવા દેખાતા હતું.

Ahmedshaha Bhadar, Ahmedabad

ઉપરોક્ત તસ્વીરમાં એ અહેમદશાહ બહાદુરનો મહેલ છે. આ તસ્વીર પણ 19મી સદીમાં લેવામાં આવી હતી. આ તસ્વીરને અમદાવાદના વિન્ટેજ પોસ્ટકાર્ડમાં પણ સામેલ કરવામાં આવી હતી.

Ancient views of Hathee Singh Temple

હઠીસિંહનાં દેરા એ અમદાવાદનું ઐતિહાસિક, પૌરાણિક તેમજ જોવાલાયક સ્થળ છે. હઠીસિંહનાં દેરા જૈન નગરશેઠ હઠીસિંહે બંધાવેલા જૈન દેરાસર છે, જે તેના સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ છે. તેનું નિર્માણ ઈ.સ. 1850માં થયું હતું.

Communal trouble also erupts in Ahmedabad, between Muslims and Jains; a news bureau photo

આ એ સમયની તસ્વીર છે, જયારે મુસ્લિમ અને જૈનો વચ્ચે કોમી તોફાનો થયા હતા.

Group of Fakeers, Jumalpore, Ahmedabad; a photo by Charles Lickfold, 1880’s

Indian Prime Minister Indira Gandhi Visits Ahmedabad, Gujarat – 1969

Interior of Hathee Singh Jain temple, Ahmedabad by Raja Deen Dayal, 1900

હઠીસિંહ જૈન મંદિર તેની કોતરણી અને સ્થાપત્ય માટે પ્રસિદ્ધ છે. તેના નિર્માણનો કુલ ખર્ચ લગભગ 8 લાખ રૂપિયા થયો હતો. આ મંદિર જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે દૂર દૂર સુધી પ્રખ્યાત છે. આ મંદિરમાં સુંદર સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે.

Jama Masjid, Ahmedabad, Gujarat – India 1928

જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. 1424માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયમાં આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી.

Manik Chok, an albumen photo almost certainly by Charles Lickfold, 1880’s

ત્રણ દરવાજા એ ભદ્રના કિલ્લા, અમદાવાદનો ઐતહાસિક દરવાજો છે. ઇસ ૧૪૧૫માં બન્યા બાદથી તે ઐતહાસિક ઘટનાઓ સાથે જોડાયેલ છે. દરવાજાને ત્રણ કમાનો આવેલી છે જે વધુ ખૂલ્લી અને મોટી જગ્યા ધરાવતા મહેલ મૈદાન શાહ તરફ દોરી જતી, જે ફૂવારાઓ અને અગાસી ધરાવતો હતો. તેની કમાનોની વચ્ચેની જગ્યા અત્યંત કોતરણીવાળી અને શણગારેલ છે.

10# View of Jain Nuns in the New Jaina Temple – 1928

વર્ષ 1928ના સમયની આ તસ્વીર છે, જેમાં જૈન સાધ્વીઓ જૈન મંદિરમાં બેસીને તેમના ભગવાનની આરાધના કરતા જોવા મળી રહયા છે.

AMTS – ASHOK LAYLAND COMET – 1958

શરૂઆતમાં અમદાવાદમાં અમદાવાદ બસ કોર્પોરેશન, મોરિસ ટ્રાન્સપોર્ટ અને મુન્શી બસ સર્વિસીસની બસો ચાલતી હતી. એ સમયે લગભગ 50,000 લોકો આ બસનો ઉપયોગ કરતા હતા. ને બસો લગભગ 32 અલગ અલગ રૂટ્સ પર ચાલતી હતી.

Ambaji Mandir

મા અંબેનું મંદિર એટલે શક્તિપીઠોમાંનું એક અંબાજી, જેના હાલ બે મંદિરો છે. મૂળ મંદિર ગબ્બર પર આવેલું છે અને બીજું મંદિર જે સપાટ જમીન પર મોટી વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું છે. મૂળ મંદિરના દર્શન કરવા માટે હાલ રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે.

AMTS

આ છે અમદાવાદમાં AMTS બસ સેવા શરુ થઇ એ વખતનો નજારો. તસ્વીરમાં દેખાતી આ બસ સ્ટેશનથી સ્ટેશન સર્કયુલર રુટ પર ચાલતી 7 નંબરની બસ છે.

BHADRA LAL DARWAJA 1805

ભદ્રનો કિલ્લો ૧૪૧૧ની સાલમાં અહેમદ શાહ પહેલાએ બંધાવ્યો હતો. તેના કલાત્મક રીતે બંધાયેલા રાજવી મહેલો, મસ્જિદો અને દરવાજાઓ સાથે તેનો જીર્ણોદ્ધાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડિયા દ્વારા શહેરના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કરાઈ રહ્યો છે.

Junagadh

જૂનાગઢનું આ સ્વામીનારાયણ મંદિર જીણાભાઇ દ્વારા ભેટ કરાયેલી જમીન પાર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં 1 મે 1828ના રોજ સ્વામિનારાયણએ જાતે પોતાના હાથે શ્રી રણછોડરાય અને ત્રિકમરાયને મંદિરમાં મુખ્ય ભગવાન તરીકે સ્થાપિત કર્યા હતા.

જૂનાગઢના દરવાજાઓમાંના એક દરવાજાની આ તસ્વીર છે, જે વર્ષ 1964ના ગાળામાં લેવામાં આવી હતી. એ સમયે જૂનાગઢ અને રાજકોટ કાઠિયાવાડના સાફ શહેરોમાંના એક હતા.

KALUPUR RAILWAY STATION 1923

આઝાદી પહેલાનું આ ભીડ વગરનું કાલુપુર રેલવે સ્ટેશન હાલનું સૌથી વ્યસ્ત ગણાતા રેલવે જંક્શનોમાંનું એક છે. દેશના ભાગલા પહેલા હૈદરાબાદ જવા માટે અહીં સિંધ મેલ આવતી હતી. એ હૈદરાબાદથી મીરપુર ખાસ, ખોખરાપર, મુનાબાઓ, બારમેર, લૂની, જોધપુર, પાલી, મારવાડ, પાલનપુર થઈને અમદાવાદ પહોંચતી હતી. આનું બાંધકામ ગોકુલદાસ કોન્ટ્રાક્ટર અને એસોસિએટ્સ દ્વારા કરવામાં આવ્યું છે.

KANKARIA AHMEDABAD 1989

કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ 15મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ 1451માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે “કુતુબ-હૌજ” અથવા “હૌજ-એ-કુતુબ” નામે જાણીતું હતું. તે મુખયત્વે રાજા સ્નાનાર્થે ઉપયોગ કરતા હતા. તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી.

PALADI 1901

Porbandar

પોરબંદર હાલ ભલે બદલાઈ ગયું હોય, પણ પહેલાના જમાનામાં પોરબંદર ઉપરની તસ્વીર જેવું દેખાતું હતું. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં જોવા લાયક સ્થળોમાં કિર્તિ મંદિર, સુદામા મંદિર, ભારત મંદિર, પક્ષી અભ્યારણ, રાણાસાહેબનો મહેલ, ચોપાટી, સત્યનારાયણનું મંદિર, કમલાનહેરૂ બાગ વગેરેનો સમાવેશ થાય છે.

Rajkot

રાજકોટમાં આવેલું આ મેમન બોર્ડિંગ હાઉસ ગરીબ અને સામાન્ય ઘરના બાળકોના ભણતર માટે હતું, જે જેતપુર, કુતિયાણા, બાંટવાના મેમન પરોપકારીઓ દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં લગભગ 500 વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરતા હતા.

PHOTOS TAKEN IN RAJKOT DURING 1964

SABARMATI RIVER 1909

19મી સદીમાં અમદાવાદની સાબરમતી નદીમાં લોકો કપડાં-વાસણ ધોવા અને ન્હાવા માટે આવતા હતા, જ્યા હાલ રિવરફ્રન્ટ બની ગયું છે, જ્યાં હવે લોકો ફરવા આવે છે.

Vadodara

Girnar Junagadh

ગિરનારની ટોચ પર આવેલા અંબાજી મંદિરની આ તસ્વીર લગભગ 150 વર્ષ જૂની છે. આ મંદિર પણ ગુજરાતના સૌથી જુના મંદિરોમાંથી એક છે, જે જૂનાગઢના તિર્થસ્થાનોમાંનું એક મહત્વનું સ્થાન છે.

Katch Gandhidham

Morbi

મોરબીમાં આવેલું આ મણિમંદિર મોરબી ઠાકોરે પોતાની પત્ની મણિબાઈ પ્રત્યેના પ્રેમને પ્રગટ કરતા મચ્છુ નદીના કિનારે બંધાવ્યું હતું. આ મંદિર મોરબીનુ મુખ્ય આકર્ષણ ગણાય છે.

એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે “પેરિસ ઓફ ધ ઇસ્ટ” તરીકે પંકાયેલુ મોરબી 1979માં મચ્છુ બંધ તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું. આ પછી જયારે ગુજરાતમાં ભૂકંપ આવેલો ત્યારે પણ મોરબીને જાન અને માલનું ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતુ, તેમ છતા પણ મોરબી તેના ખમીરવંતા અને જીવંત સ્વભાવને કારણે ટૂંક સમયમાં જ ફરી બેઠુ થઈને આજે વિશ્વભરમાં પ્રખ્યાત બન્યું છે.

Somnath

old somnath-01
A picture of the old somnath temple . [Photo credit Somnath Temple Trust] [to go with leena misra story]
સોમનાથ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જાણીતો છે કારણકે આ મંદિરને સત્તર વાર લૂંટવામાં આવ્યું હતું અને દરેક વખતે ફરીથી નવેસરથી મંદિરનું બાંધકામ કરવામાં આવતું હતું. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું સોમનાથનું આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે.

સોમનાથ મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. હાલમાં સોમનાથનું મંદિર ઘણું ભવ્ય દેખાય છે પણ આ ખૂબ જ પહેલાની તસ્વીર છે.

Courtesy: Google Images