સલમાન ખાનની આ અભિનેત્રી 53 વર્ષની ઉંમરે પણ બતાવ્યુ પરફેક્ટ ફિગર, વિદેશમાં જુઓ કેવી જાહોજલાલીમાં મોજ કરી રહી છે

બોલીવુડની અંદર ઘણા કલાકારો એવા છે જેઓ માત્ર થોડા સમય પૂરતા જ ઇન્ડસ્ટ્રીનો ભાગ બન્યા તે છતાં પણ પોતાનું એક નામ બનાવી ગયા. એવી જ એક અભિનેત્રી છે ભાગ્યશ્રી. ભાગ્યશ્રીએ બોલીવુડમાં ખુબ જ ઓછું યોગદાન આપ્યું છે પરંતુ આજે પણ તેને સુંદર અને સ્ટાઈલિશ અભિનેત્રીઓમાં નામના મળતી રહી છે.ભાગ્યશ્રીએ હિન્દી સિનેમામાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે વર્ષ 1989માં ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી ડેબ્યૂ કર્યું હતું.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઝંડો ગાડી દીધો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી હિટ રહી હતી અને ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. અલબત્ત, આ ફિલ્મ પછી ભાગ્યશ્રી સિનેમાથી દૂર થઈ ગઈ હતી, પરંતુ તેના ચાહકો તેની માસૂમિયત અને ચહેરો ક્યારેય ભૂલી શક્યા નથી. ભાગ્યશ્રી માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની સાદગી અને ફિટનેસ માટે પણ જાણીતી છે. અભિનયની સાથે સાથે ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

તે ઘણીવાર તેના વર્કઆઉટ્સની તસવીરો અને વીડિયોની સાથે તેની હોટ અને સુંદર તસવીરો શેર કરીને ચાહકોને દીવાના બનાવતી રહે છે. હાલમાં ભાગ્યશ્રીએ કેટલીક થાઇલેન્ડ વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરમાં 53 વર્ષની અભિનેત્રીનો લુક જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ તસવીરોમાં ભાગ્યશ્રી 53 વર્ષની ઉંમરમાં પણ આજની યુવા અભિનેત્રીઓને માત આપતી જોવા મળી રહી છે.

ફોટામાં અભિનેત્રી તેના પતિ હિમાલય દાસાની સાથે જોવા મળી રહી છે. ભાગ્યશ્રીની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આના પર કમેન્ટ કરતી વખતે એક ચાહકે લખ્યું, ‘તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો.’ ત્યાં બીજાએ લખ્યુ, ‘બહુ સુંદર.’ અન્ય એકે લખ્યું, ’50ની ઉંમરે પણ તમે 20 વર્ષ જેવા લાગો છો.’ભાગ્યશ્રીએ તેના સ્કૂલ સમયના જ બોયફ્રેન્ડ હિમાલય સાથે લગ્ન કર્યા હતા, અને ત્યારબાદ તે ફિલ્મોમાંથી દૂર થઇ જઈને એક ગૃહિણી તરીકેનું જીવન વિતાવવા લાગી હતી.

જો કે ભાગ્યશ્રીની સુંદરતાની ચર્ચાઓ આજે પણ એટલી જ જોવા મળી રહી છે.ભાગ્યશ્રીના પરિવારજનો તેના લગ્નના વિરુદ્ધ હતા તેના કારણે તેને હિમાલય સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં મેને પ્યાર કિયા ફિલ્મના લોકો જોડાયા હતા.સલમાન ખાન પણ આ લગ્નમાં હાજર રહ્યો હતો.

Shah Jina