મનોરંજન

ભાગ્યશ્રીએ તસ્વીરો શેર કરીને પહેલાના દિવસોને કર્યા યાદ, ઇટલીમાં કંઈક આવી રીતે એંજોય કરતી જોવા મળી

ભાગ્યશ્રીની અત્યારની 10 તસ્વીરો જોઈને સ્તબ્ધ થઇ જશો, બાપ રે બાપ આવી રૂપસુંદરી લાગે છે?

બોલીવુડની દમદાર અભિનેત્રી ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથેની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ દ્વારા ખુબ નામના મેળવી હતી. તે સમયે ભાગ્યશ્રી પહેલા તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરતી હતી પણ સલમાન ખાનની આ પહેલી બૉલીવુડ ડેબ્યુ ફિલ્મ હતી.

Image Source

જો કે લગ્ન પછી ભાગ્યશ્રીએ બોલીવુડથી દુરી બનાવી લીધી હતી પણ તેની સુંદરતા અને ફિટનેસ આજની યુવાન અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. ફિલ્મોથી દૂર ભાગ્યશ્રી જો એક સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય છે અને પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

Image Source

એવામાં તાજેતરમાં જ ભાગ્યશ્રીએ પોતાની એક જૂની તસ્વીર શેર કરી છે જેમાં તે પતિ હિમાલય દાસાની સાથે રજાની મજઆ માણતી દેખાઈ રહી છે. આ તસવીરો ઈટલીની છે જ્યાં બંન્ને વેકેશન પર ગયા હતા.

Image Source

તસ્વીરમાં ભાગ્યશ્રીએ બ્લેક કલરનો ડ્રેસ પહેરી રાખ્યો છે અને પતિ સાથે દરિયા કિનારે રોમેન્ટિક પોઝ આપતી દેખાઈ રહી છે. 23 ફેબ્રુઆરી 1969 ના રોજ જન્મેલી ભાગ્યશ્રી હાલ 51 વર્ષની થઇ ચુકી છે,

પણ તેની ફિટનેસની સામે ઉંમર પણ નાકામ લાગે છે. ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ અને દીકરી અવંતિકા દાસાની છે. ભાગ્યશ્રીની તસ્વીરો ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે અને ખુબ પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. તસ્વીરને શેર કરતા ભાગ્યશ્રીએ પોતાના જુના દિવસો યાદ કર્યા છે અને લખ્યું કે,”એક વાર સમુદ્રમાં તરી રહેલા. 2020, સમય કેટલો જલ્દી વીતી જાય છે’.

Image Source

લાંબા સમયથી ફિલ્મોથી દૂર ભાગ્યશ્રી અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ ‘રાધે શ્યામ’ દ્વારા ફિલ્મી દુનિયામાં આવવા જઈ રહી.ભાગ્યશ્રી આ ઉંમરે પણ પોતાની ફિટનેસનું પુરુ ધ્યાન રાખે છે અને યોગા કે વ્યાયામ કરતો વિડીયો પણ પોસ્ટ કરતી રહે છે.

Image Source

એક ઈન્ટરવ્યુંમાં ભાગ્યશ્રીએ કહ્યું હતું કે તેને ફિલ્મોમાં ફરીથી આવવવા માટે તેના દીકરા અભિમન્યુ દાસાનીએ પ્રેરિત કરી છે. ભાગ્યશ્રી ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચુકી છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.