મનોરંજન

લગ્નના આટલા વર્ષો બાદ ખોલ્યું ભાગ્યશ્રી એ પોતાના પતિનું રહસ્ય, આ કારણે છોડ્યું હતું ફિલ્મોમાં કામ કરવાનું

મેને પ્યાર કિયા ફિલ્મની સુંદર અભિનેત્રી ભાગ્યશ્રીના આજે પણ લાખો ચાહકો છે.  તે તેની પહેલી ફિલ્મ હતી અને પહેલી ફિલ્મ દ્વારા જ તે દર્શકોની પસંદ બની ગઈ હતી, પરંતુ તેને અચાનક જ લગ્ન કરી લીધા અને ફિલ્મોથી દૂર રથૈ ગઈ હતી, હાલમાં જ તેનો એક ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ઘણી એવી બાબતો જણાવી રહી છે જે આજ સુધી તેના ચાહકોને ખબર જ નથી. ભાગ્યશ્રીનો આ ઇન્ટરવ્યૂ આમ તો 2017નો છે, પરંતુ લોકડાઉનના કારણે લોકો ઘરે બેઠા મનોરંજન માટે જુના ઇન્ટરવ્યૂ પણ જોઈ રહ્યા છે અને
એ સમય દરમિયાન જ ભાગ્યશ્રીનો આ ઇન્ટરવ્યૂ મળી આવતા તે વાયરલ થયો હતો. આ ઇનરટરવ્યુમાં ભાગ્યશ્રી જણાવી રહી છે કે: “મારા પતિ મને લઈને ખુબ જ પઝેસિવ છે અને તે મને સ્ક્રીન ઉપર કોઈ બીજા પુરુષ સાથે રોમાન્સ કરતા નથી જોઈ શકતા.”

આગળ પણ ભાગ્યશ્રી એ આ બાબતે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતી કે: “મારા સાસરીવાળા બીજા લોકો તેમની અપેક્ષા મારા અભિનયને લઈને વધારે કુલ અને સહજ હતા.” આટલું જ નહિ ભાગ્યશ્રી અને હિમાલયના અફેરને લઈને પણ સૌથી પહેલા સલમાન ખાનને જ ખબર પડી હતી.  સલમાનને તેનો અણસાર મેને પ્યાર કિયા ફિલ્મના એક ગીત દિલ દીવાના દરમિયાન જ લાગી ગઈ હતી.

ભાગ્યશ્રીએ તેના સ્કૂલ સમયના જ તેમના બોયફ્રેન્ડ હિમાલય સાથે લગ્ન કર્યા હતા, અને ત્યારબાદ તે ફિલ્મોમાંથી દૂર થઇ જઈને એક ગૃહિણી તરીકેનું જીવન વિતાવવા લાગી હતી, જો કે ભાગ્યશ્રીની સુંદરતાની ચર્ચાઓ આજે પણ એટલી જ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં તે ઘણીવાર ચર્ચામાં પણ રહે છે.

ભાગ્યશ્રીના પરિવારજનો તેના લગ્નના વિરુદ્ધ હતા તેના કારણે તેને હિમાલય સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં મેને પ્યાર કિયા ફિલ્મના લોકો જોડાયા હતા.સલમાન ખાન પણ આ લગ્નમાં હાજર રહ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.