આટલી સુંદર હીરોની પત્ની હોવા છતાં કઈ રીતે તેનો પતિ દૂર રહ્યો? જાણો
“મને પ્યાર કિયા” ફિલ્મથી બોલીવુડમાં પગ મૂકનારી અભિનેત્રી ભાગ્યશ્રી આજે પણ ઘણા લોકોની પસંદ છે, તેની સુંદરતા આજે પણ ઘણા લોકોને મંત્રમુગ્ધ કરે છે, એક સફળ અભિનેત્રીની સાથે સાથે એક સફળ પત્ની તરીકે પણ ભાગ્યશ્રી ઉભરી આવે છે ત્યારે તેના જીવનના કેટલાક સત્યો તેને દુનિયા સમક્ષ ખુલ્લા મુક્યા છે.
View this post on Instagram
ભાગ્યશ્રીએ બિઝનેસ મેન હિમાલય દાસની સાથે લગ્ન કર્યા હતા, તેને હિમાલય સાથે લવ મેરેજ કર્યા હતા. ભાગ્યશ્રી જયારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે જ તેને હિમાલય સાથે પ્રેમ થઇ ગયો અને લગ્ન પણ તેને પોતાના પરિવારની વિરુદ્ધ જઈને મંદિરની અંદર હિમાલય સાથે જ કર્યા, આ લગ્નમાં સલમાન ખાન અને કેટલાક નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
View this post on Instagram
પોતાના લગ્ન જીવન બાદનો ખુલાસો કરતા ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે: “જી હા, હિમાલયજી મારો પહેલો પ્રેમ હતા અને હા મેં એમની સાથે જ લગ્ન કર્યા છે. પરંતુ વચ્ચે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે અમારા બંનેને અલગ થવું પડ્યું, પછી મને એ અનુભવ થયો કે એ મારા જીવનમાં ના આવ્યા હોત તો મારા લગ્ન બીજા કોઈ સાથે થઇ ગયા હોતા, તો શું થતું? આમ વિચારવા માટે હું એટલા માટે મજબુર થઇ કે આ મને એ અવસ્થામાં લઇ ગયું હતું, કેમ કે એક એ સમય હતો જયારે અમે દોઢ વર્ષ સુધી સાથે નહોતા, એ અનુભવ અત્યારે પણ યાદ આવે છે ત્યારે ડર લાગવા લાગે છે.”
View this post on Instagram
ભાગ્યશ્રી દ્વારા આ વાત કોઈ લગ્ન સમારંભમાં પોતાના લગ્ન જીવનના અનુભવને વ્યક્ત કરી રહી છે જેનો વિડીયો વાયરલ ભાયાણી દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે.
View this post on Instagram
ભાગ્યશ્રી આજે 51 વર્ષની છે અને તેને બે બાળકો પણ છે જેમાં એક છોકરો અભિમન્યુ અને દીકરી અવંતિકા છે. તેનો દીકરો અભિમન્યુ “મર્દ કો દર્દ નહિ હોતા” ફિલ્મથી ડેબ્યુ પણ કરી ચુક્યો છે.