મનોરંજન

“મેંને પ્યાર કિયા” અભિનેત્રી ભાગ્યશ્રીનો જોવા મળ્યો બિકીમાં હોટ અવતાર, 52 વર્ષની ઉંમરે ફિટનેસ જોઇ ચાહકો રહી ગયા હેરાન

ભાઇજાનની 54 વર્ષની Ex પ્રેમિકાને છે બિકીની પેરવાનો શોખ, 18 વર્ષ હોય એવી તેની સુંદરતા છે, જુઓ બધા ફોટાઓ

“મેને પ્યાર કિયા” ફિલ્મમાં પોતાની માસુમ અદાઓથી બધાનું દિલ જીતવા વાળી અભિનેત્રી ભાગ્યશ્રીના આજે પણ લાખો ચાહકો છે.  તે તેની પહેલી ફિલ્મ હતી અને પહેલી ફિલ્મ દ્વારા જ તે દર્શકોની પસંદ બની ગઈ હતી, પરંતુ તેને અચાનક જ લગ્ન કરી લીધા અને ફિલ્મોથી દૂર થઇ ગઈ હતી. ભાગ્યશ્રીએ તેના સ્કૂલ સમયના જ બોયફ્રેન્ડ હિમાલય સાથે લગ્ન કર્યા હતા, અને ત્યારબાદ તે ફિલ્મોમાંથી દૂર થઇ જઈને એક ગૃહિણી તરીકેનું જીવન વિતાવવા લાગી હતી.

ભાગ્યશ્રીની સુંદરતાની ચર્ચાઓ આજે પણ એટલી જ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં તે ઘણીવાર ચર્ચામાં પણ રહે છે. થોડા સમય પહેલા જ ભાગ્યશ્રીએ તેનો બિકી અવતાર ચાહકો સાથે શેર કર્યો છે, જેને જોઇને બધા જ હેરાન છે. ભાગ્યશ્રીની આ તસવીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.આ તસવીરોમાં તે મિત્રો સાથે પુલમાં મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. તેણે બ્લુ બિકી પહેરી છે અને વાળને પોની ટેલમાં બાંધીને રાખ્યા છે.

કેટલીક તસવીરોમાં તેના વાળ ખુલ્લા પણ નજર આવી રહ્યા છે. આ દરમિયાન ભાગ્યશ્રીનો હોટ અને ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. ભાગ્યશ્રીનો આ હોટ અવતાર સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. ઉંમરનો અડધો પડાવ પાર કર્યા બાદ પણ ચાહકો તેની ફિટનેસ જોઇ હેરાન છે. તે જલ્દી જ પ્રભાસ સાથે ફિલ્મ “રાધે શ્યામ”માં નજર આવવાની છે.

ભાગ્યશ્રીની આ તસવીરો જોઇ ચાહકો કહી રહ્યા છે કે, આ તો અત્યારે જવાન છે. ત્યાં કેટલાક ચાહકો તો તેની તુલના અભિનેત્રી સારા અલી ખાન અને જાહ્નવી કપૂર સાથે કરી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે, અભિનેત્રી તેમનાથી કમ નથી લાગી રહી. જણાવી દઇએ કે, ભાગ્યશ્રી તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. આ ઉંમરે પણ તે ઘણી ફિટ છે અને તેના ચહેરા પર પણ ઘણો નિખાર જોવા મળે છે.

સલમાન ખાનની એક સમયની સુપરહીટ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ ની માસુમ ચુલબુલી ગર્લ ‘સુમન’ નો રોલ પ્લે કરેલી ભાગ્યશ્રી તમને યાદ જ હશે. હાલમાં જ તે ટીવી ‘ચેનલ લાઈફ ઓકે’ નાં શો ‘લૌટ આઓ તૃષા’ માં પણ નજરમાં આવી હતી.‘મૈને પ્યાર કિયા’ની સીધી-સાદી આ ગર્લ આ તસવીરોમાં એકદમ યંગ એન્ડ ફ્રેસ નજરમાં આવી રહી છે. 52 વર્ષીય ભાગ્યશ્રીએ ભલે તેમણે પોતાની પર્સનલ લાઈફને લીધે ફિલ્મોથી દુરી બનાવી લીધી હોય પણ ગ્લેમરની દુનિયામાં આજે પણ તેમની ચર્ચાઓ થાય છે.

1969માં 23 ફેબ્રુઆરીના રોજ ભાગ્યશ્રીનો જન્મ થયો છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ભાગ્યશ્રીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત નાના પડદા પર વર્ષ 1987માં અમોલ પાલેકરના ટીવી શો કચ્ચી ધૂપથી કરી હતી. ત્યારબાદ તે ‘હોની અનહોની’, ‘કિસ્સે મિયાં બીબી કે’, ‘સમજૌતા’, ‘સંબંધ’, ‘આંધી જજબાતો કી’, ‘કાગજ કી કસ્તી’, ‘તન્હા દિલ તન્હા સફર’, ‘કભી કભી’ અને ‘લૌટ આઓ ત્રિશા’ જેવા શોમાં નજર આવી ચૂકી છે. ભાગ્યશ્રીએ ભોજપુરી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે.

મોટા પડદાથી દૂર થઇ ચુકેલી ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કરતા રહે છે. ભાગ્યશ્રીને બે બાળકો છે, જેમાં એકનું નામ અભિમન્યુ અને દીકરીનું નામ અવંતિકા છે. અભિમન્યુએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે.