મનોરંજન

સલમાન ખાનની અભિનેત્રી ભાગ્યશ્રીના પતિની થઇ ધરપકડ, જાણો કેમ

બોલિવૂડમાં સલમાન ખાન સાથે ફિલ્મ મેને પ્યાર કિયાથી ડેબ્યુ કરનાર અભિનેત્રી ભાગ્યશ્રીના પતિ અને ફિલ્મ મર્દ કો દર્દ નહિ હોતા ફિલ્મથી ડેબ્યુ કરનાર અભિનેતા અભિમન્યુ દાસાનીની પિતા હિમાલય દાસાનીની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. જો કે તેમને હવે જામીન પર છોડી મુકવામાં આવ્યા છે. ભાગ્યશ્રીના પતિ હિમાલય પર ગેમ્બલિંગનું રેકેટ ચલાવવાનો આરોપ હતો, જેના કારણે પોલીસે તેમની ધરપકડ કરી હતી.

Image Source

જાણકારી અનુસાર, જુહુ સ્થિત એક 5 સ્ટાર હોટલમાં જુગાર રમાતો હોવાની જાણકારી મુંબઈ પોલીસને થોડા મહિનાઓ પહેલા મળી હતી. આ પછી પોલીસે આ વાતનો ભાંડો ફોડતા રેડ પાડી હતી, જેમાં પોલીસે 15 લોકોની ધરપકડ કરી હતી. આ પછી તપાસમાં ભાગ્યશ્રીના પતિનું નામ સામે આવ્યું એટલે પોલીસે તેમની ધરપકડ કરી હતી. અને પછીથી જામીન પર છોડી મુક્યા હતા.

જણાવી દઈએ કે ભાગ્યશ્રીના પતિ હિમાલયનો મુંબઈમાં બિલ્ડીંગ બનાવવાનો બિઝનેસ છે. આ મામલે હજુ પણ કેટલાક હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ કરવાની વાત મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવી છે. સલમાન ખાનની આ હિરોઈન ભાગ્યશ્રીએ વર્ષ 1990માં હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા. હવે ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દાસાની પણ બોલિવૂડમાં ડેબ્યુ કરી ચુક્યા છે.

Image Source

અભિમન્યુ દાસાનીએ પણ વર્ષ 1992માં ફિલ્મ પાયલથી પોતાની બોલિવૂડની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.