ખબર ફિલ્મી દુનિયા

ભાગ્યશ્રીએ જુહુ બીચ પર પાંઉભાજી ખાતો શેર કર્યો વિડીયો, કહ્યું-બહુ જ મિસ કરી રહી છું…

‘મૈને પ્યાર કિયા’ એક્ટ્રેસ ભાગ્યશ્રી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ફક્ત આટલું જ નહીં તે તેના વર્કઆઉટના વિડીયો પણ શેર કરતી રહે છે. હાલમાં જ ભાગ્યશ્રીએ જુહુ બીચ પર પાંઉભાજી ખાતો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

આ વિડીયો શેર કરતા ભાગ્યશ્રીએ લખ્યું હતું કે, મુંબઈ સ્વાદિષ્ટ પાંઉભાજી, સેવપુરી, વડા પાંઉ અને વિદેશી સ્ટ્રીટ ફૂડ માટે ઓળખવામાં આવે છે. મને તે મોડી રાતની ડ્રાઈવ્સ યાદ આવે છે. હું બહુ મિસ કરી રહી છું. જુહુ બીચ પર મારો ફેવરિટ સિદ્ધિ વિનાયક પાંઉભાજી સ્ટોલ છે જ્યાં હું પાંઉભાજીનો આનંદ લઉં છું.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

થોડા સમય પહેલા ભાગ્યશ્રીના પતિ હિમાલય દસાનીને ખભાના ભાગે ઇજા થઇ હતી. તેની સર્જરી કોકિલાબહેન ધીરુભાઈ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ વાતની જાણકારી ભાગ્યશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી હતી. ભાગ્યશ્રીએ તેની પોસ્ટમાં હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

જણાવી દઈએ કે, ભાગ્યશ્રી સાઉથ એક્ટર પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ થી ફરી એક વાર એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરી રહી છે. આ વાતની જાણકારી ખુદ એક્ટ્રેસે આપી હતી. ભાગ્યશ્રીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને ફરીથી એક્ટિંગની દુનિયામાં પરત ફરવા માટે દીકરા અભિમન્યુએ પ્રેરિત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

તો ફિલ્મના લીડ રોલ પ્રભાસ વિષે વાત કરવામાં આવે તો ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે, બાહુબલીમાં પ્રભાસને જોયા બાદ મારા મનમાં તેના માટે અલગ વિચાર જ આવવા લાગ્યા હતા. પરંતુ તે બહુ જ સારો માણસ છે. ફિલ્મની સાથે-સાથે ભાગ્યશ્રી ઘણી ટીવી સિરિયલમાં પણ નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on