શાસ્ત્રોમાં જણાવ્યું છે કે નકારાત્મક ઉર્જા વ્યક્તિના વિકાસમાં અવરોધ ઉભા કરે છે. વ્યક્તિ કેટલા પણ પ્રયત્નો કરે પણ ધાર્યા પ્રમાણે તે સફળતા કે ખુશી પ્રાપ્ત કરી શકતા નથી. આ માટે જરૂરી બની જાય છે કે તમે કરેલા પ્રયત્નો અને પરિશ્રમનો લાભ મળે તે માટે તમારે નકારાત્મક ઉર્જાથી દૂર રહેવું જોઈએ.

નકારાત્મક ઉર્જાથી પુરી રીતે બચવું શક્ય નથી પણ તેની અસર ઓછી જરૂર કરી શકાય છે. જ્યારે તમે સફળતાનાં રસ્તે ચાલતા હોવ ત્યારે નકારાત્મક ઉર્જાને કારણે તમારી સફળતામાં અવરોધ આવશે. નકારાત્મક ઉર્જા તમને સફળ નહીં થવા દે. તમારી બધી ખુશીઓ છીનવાઈ જશે. અને પછી તમારા જીવનમાં એક પછી એક નવી નવી તકલીફો ઉભી થયા જ કરશે અને તમારું જીવન આ તકલીફોનો ઉકેલ શોધવામાં જ નીકળી જશે.

શાસ્ત્રોમાં જણાવેલ ઉપાયો કરી કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જાને દૂર કરીને સફળતા મેળવી શકાય છે. શાસ્ત્રોમાં જણાવેલ ઉપાયમાંથી એક ઉપાય છે કે તુલસી અને પાંચ રૂપિયાના સિક્કાનો. તુલસી અને પાંચ રૂપિયાના સિક્કાની મદદથી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકાય. તો ચાલો જાણીએ કેવી રીતે આ ઉપાય કરવો.

પાંચ રૂપિયાના સિક્કાને પાણી અને સાબુ વડે ઘસીને ધોઈને સાફ કરી લો. પછી તુલસીના ૧૦ પાન અને લીલા રંગનું સાફ કપડું લો. હવે પાંચ રૂપિયાની બંને બાજુ 5-5 તુલસીના પાન રાખી કપડામાં પોટલીની જેમ બાંધી દો.

આ પોટલીને નાહવાના પાણીની ટાંકીમાં રાખી દો જેમાંથી તમે રોજ નાહતા હોવ. આ પાણીમાં નાહવાથી પરિવારના દરેક વ્યક્તિ નકારાત્મક ઉર્જાથી દૂર રહે છે. પરિવારના દરેક વ્યક્તિને સફળતા મળે છે અને પરિવારમાં વ્યક્તિને શાંતિ, સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય છે.
જો તમે આ ઉપાય જણાવ્યા પ્રમાણે ન કરી શકો એમ હોવ તો આવું તમે પાણીની ડોલમાં પણ કરી શકો છો. એક ડોલમાં પાણી ભરીને રાતે આ પોટલીને એમાં નાખવાની અને બીજા દિવસે સવારે ઘરના બધા જ સભ્યોએ આ ડોલમાંથી થોડું થોડું પાણી પોતાના નહાવાના પાણીમાં ઉમેરીને નહાવું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.