સુરત શિક્ષણના ધામમાં લવ જેહાદનો કિસ્સો: યુવકે કહ્યુ- ત્રણ યુવતીને ફસાવી….

મેં ત્રણ યુવતીને ફસાવી છે, સુરતમાં લવ જેહાદ કરવાવાળા એ જુઓ શું શું ખુલાસો કર્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયમાં અનેક વાર લવ જેહાદના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં હિંદુ યુવતિઓને બીજા ધર્મના યુવકો દ્વારા ફસાવવામાં આવે છે. ત્યારે હાલમાં સુરતમાં થયેલા લવ જેહાદ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભગવાન મહાવીર કોલેજમાં લવ જેહાદ મુદ્દે મારામારી બાદ યુવકનો એક કબૂલાત વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવકે અત્યાર સુધી કોલેજની ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત કરી છે. યુવકે ખુલાસો કરતા કહ્યુ હતુ કે, મેં ત્રણ યુવતીઓને ફસાવી છે.

આ ખુલાસો કરતી વખતે તેના ચહેરા પર જરા પણ અફસોસ દેખાયો ન હતો. હિંદુ યુવતીઓને જેણે ફસાવી છે, તેનું નામ જીત શેખ છે. તે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો અને હોટલમાં લઈ જતો. તે યુવતીઓના ગંદા ફોટા અને વીડિયો ઉતારતો અને બાદમાં તે આધારે બ્લેકમેઇલ પણ કરતો હતો. યુવક દ્વારા યુવતીનો પીછો કરવા મામલે ફરિયાદ મળતા VHPના કાર્યકર્તાઓ દ્વારા માર મારવમાં આવ્યો હતો.

આ ઘટના બાદ જ તે યુવકનો કબૂલાતનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે આ મામલો સામે આવ્યો બાદ લોકો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી આ યુવક દ્વારા હિન્દુ યુવતીઓની છેડતી કરવામાં આવતી હતી. આ વાતની જાણ VHPના કાર્યકર્તાઓને થઈ હતી અને તે બાદ તેમણે કોલેજ પર પહોંચી યુવાનને ઢોર માર માર્યો હતો

અને કોલેજથી બહાર કાઢ્યો હતો. VHPના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ નાવડીયાએ આ મામલે જણાવ્યું હતું કે, બે દિવસ સુધી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ રેકી કર્યા બાદ જાણમાં આવ્યું કે લવ જેહાદ માટે મોટું ષડયંત્ર આ કોલેજમાં ચાલી રહ્યું છે. આ બાબતને જ ધ્યાનમાં રાખી જે લોકો આ લવ જેહાદ પ્રેરણા આપી રહ્યા છે. તેમજ દીકરીઓના સેલ્ફ ડિફેન્સ માટે અને સુરક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ આ કાર્યવાહી કરી.

Shah Jina