દિલધડક સ્ટોરી વૈવાહિક-જીવન

ભગવાન આવી પત્ની બધા ને આપે , આ વાર્તા તમારા દિલ ને અડકી જશે.

એક દિવસ અચાનક મારી પત્ની આવી ને બોલી , સાંભળો હું તને કોઈક બીજા સાથે ડિનર અને ફિલ્મ માટે બહાર જવા માટે કહું તો તમે શું કહેશો.”

મેં કહ્યું , હું કહીશ કે હવે તું મને પ્રેમ નહીં કરતી.

એણે કહ્યું , હું તને પ્રેમ કરું છું , પણ મને ખબર છે કે તે મહિલા પણ તમને પ્રેમ કરે છે અને તારી સાથે થોડોક સમય વિતાવવો એની માટે સપનું છે. એ મહિલા બીજી કોઈ નથી મારી મા હતી. જે મારા થી દુર એકલી રહેતી હતી. મારી વ્યસ્તતા ને કારણે હું એમને મળવા પણ કયારેક ક્યારેક જઈ શકતો હતો. મેં મારી મા ને ફોન કરી ને રાત્રે ડિનર અને એક ફિલ્મ માટે બહાર જવા કહ્યું.

“તું ઠીક તો છે ને તમારા બંને વચ્ચે કોઈ પરેશાની તો નહીં ને ?” મા એ પૂછ્યું.

એમની માટે મારો આવો ફોન કોઈ પરેશની નો સંકેત હતો. “નહીં કોઈ પરેશાની નથી , બસ મેં વિચાર્યું કે તમારી સાથે બહાર જવા માં મજા આવશે . મેં જવાબ આપ્યો અને કહ્યું , ” તમે બંને જ જશો. એમણે આ વિસે એક ક્ષણ માટે વિચાર્યું અને પછી કહ્યું , ” ભલે. શુક્રવાર ની સાંજે જ્યારે હું તેમના ઘરે પંહોચ્યો મેં જોયું એ પણ રાહ જોઈ ને દરવાજા પાસે ઉભા હતા. એમણે એક સારો ડ્રેસ પહેરેલ હતો અને એમના ચહેરા પર સ્માઇલ હતી.

કાર માં બેસતા મા એ કહ્યું કે , “મેં મારી ફ્રેન્ડસ ને કહ્યું કે હું મારા દીકરા સાથે બહાર ડિનર માટે જઈ રહી છું. એ લોકો ઘણા ઈમ્પ્રેસ થયા.

અમે લોકો મમ્મી ના ફેવરેટ રેસ્ટોરન્ટ પહોંચ્યા જે હાઇ ક્લાસ તો નહતું પણ સારું અને આરામદાયક હતું. અમે બેઠા અને મેનુ જોયું. મેનુ વાંચતા મેં એમની સામે જોયું એક ઉદાસી વાળી સ્માઇલ એમના ચહેરા પર હતી.”જ્યારે તું નાનો હતો ત્યારે તારી માટે હું આમ મેનુ વાંચતી.” એમણે કહ્યું.
“મા આ સમય એ હું તમારી માટે વાંચવા માંગુ છું.” મેં જવાબ આપ્યો.

ખાવા દરમિયાન અમે એક બીજા ના જીવન માં ચાલી રહેલ ઘટનાઓ પર ચર્ચા કરી રહ્યા હતા. અમે આટલી વધુ વાતો કરી કે સમય ક્યાં નીકળી ગયો કે ખબર જ ન પડી.

પાછા વળતાં સમયે મા એ કહ્યું કે જો બીજી વખત હું એમને બિલ પે કરવા દઉં તો એ બીજી વખત મારી સાથે ડિનર કરવા આવશે. મેં કહ્યું , મા જ્યારે તમે ઇચ્છો ત્યારે બિલ પે કરી શકો છો. એના થી શું ફરક પડે. મા એ કહ્યું કે ફરક પડે , બીજી વખત બિલ એ પે કરશે. ઘર પહોંચ્યા બાદ પત્ની એ પૂછ્યું , કેવું રહ્યું? ખૂબ સરસ ,જેટલું વિચાર્યું હતું એના થી વધુ સારું. મેં જવાબ આપ્યો.

આ ઘટના ના થોડા દિવસ બાદ હાર્ટ અટેક ને કારણે મારી મા નું નિધન થઈ ગયું. આ બધું એટલું અચાનક થયું ને કે હું એમની માટે કંઈ પણ ન કરી શક્યો.
મા ના મૃત્યુ બાદ થોડા સમય બાદ મને એક કવર મળ્યું. જેમાં એ રેસ્ટોરન્ટ ની એડવાન્સ પેમેન્ટ ની રસીદ હતી. અને સાથે એક ચિઠ્ઠી હતી અને એમાં લખ્યું હતું કે ,
દીકરા મને ખબર નથી કે બીજી વખત હું તારી સાથે ડિનર કરવા જઈ શકીશ કે નહીં. એટલા માટે મેં બે લોકો ના ડિનર નું એડવાન્સ પેમેન્ટ કરી નાખ્યું. જો હું ન રહું તો તારી પત્ની સાથે ડિનર કરી આવજે.

એ રાત્રે તે કહ્યું હતું ને કે બિલ પે કરવા માં શું ફરક પડે છે. મારા જેવી એકલી રહેવા વાળી ઘરડી મહિલા માટે ફરક પડે છે. તું નથી જાણતો કે એ રાત્રે તારી સાથે વિતાવેલ દરેક પળ મારી મારે ખૂબ મહત્વ નો હતો.
ભગવાન તને સદા ખુશ રાખે.

તારી મા. એ મોમેન્ટ પર મને આપણા ને સમય દેવા અને એમના પ્રેમ ને મહેસુસ કરવા નું મહત્વ સમજાયું. જીવન માં કાંઈ પણ તમારા પરિવાર કરતા વધુ મહત્વ નું નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.