હે ભગવાન! શ્રદ્ધા હત્યાકાંડ પાર્ટ-2: માથુ ફરેલાએ નીલમની હત્યા બાદ કાપ્યા હાથ-પગ, આખો મામલો જાણી તમારુ હ્રદય કંપી ઉઠશે

હાલમાં તો દિલ્લીના મહરૌલી શ્રદ્ધા હત્યાકાંડની આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી કથિત રીતે તેની લાશના 35 ટુકડા કર્યા હતા અને પછી ધીમે ધીમે તે અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આવો જ એક મામલો બિહારના ભાગલપુરમાંથી સામે આવ્યો છે, જે હ્રદય કંપાવી દે તેવો છે. અહીં બજાર વચ્ચે એક મહિલાની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. બજારની વચ્ચોવચ બનેલી આ ઘટનાથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

માહિતી બાદ પોલીસ પહોંચી અને મૃતદેહનો કબજો મેળવ્યો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના શનિવારે મોડી સાંજે પીરપૈંતી પોલીસ સ્ટેશન વિસ્તારના સિંઘિયા પુલ પાસે બની હતી.શનિવારે સિંધિયા બ્રિજ પાસે મોહમ્મદ શકીલ નામના આરોપીએ નીલમ દેવી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. શકીલે એક વાસણમાં ધારદાર હથિયાર સંતાડી રાખ્યું હતું. તેણે મહિલાના સ્તન, હાથ, પગ અને કાન કાપી નાખ્યા હતા.

લોકો કંઈ સમજે ત્યાં સુધીમાં તેણે મહિલાને ક્ષત-વિક્ષત કરી અને ભાગી ગયો. બજારમાં લોકો તેને ઓળખી ગયા અને મહિલાના પતિને ઘટનાની જાણ કરી. મહિલાએ ઘાયલ અવસ્થામાં હુમલાખોરનું નામ આપ્યું છે, જેનું રેકોર્ડિંગ આસપાસના ઘણા લોકો પાસે ઉપલબ્ધ છે. ઘટના બાદ પોલીસે 5 લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. મુખ્ય ગુનેગાર શકીલ હજુ ફરાર છે.ઘટના બાદ લોહીથી લથબથ મહિલા મદદ માટે બૂમો પાડતી રહી.

લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં તે બેહોંશ થઈ ગઈ હતી. તેને રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જયાં તેની ગંભીર હાલત જોઈને તેને જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ, માયાગંજમાં રેફર કરવામાં આવી. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. મહિલાના હાથ, પગ, સ્તન અને બંને કાન કપાઈ ગયા હતા. મૃતકના પતિ અશોક યાદવે જણાવ્યું કે મારી પત્ની નીલમ દેવી શનિવારે મોડી સાંજે બજારમાં ગઈ હતી. તે દરમિયાન આ ઘટના બની હતી. અમારી પહેલા શકીલ સાથે કોઈ દુશ્મની નહોતી, પરંતુ આ પ્રકારની વારદાત મારી સમજની બહાર છે.

Shah Jina