ખબર

ત્રણ દિવસથી ભૂખી છોકરીઓએ PMOમાં કર્યો ફોન, કલાકમાં ભોજન લઈને દોડી ગયા અધિકારીઓ -પાડોશીઓએ પણ ના આપ્યો સાથ

આપણે સૌ જાણીએ છીએ આપણા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ મોદી દેશની જનતાનું કેટલું ધ્યાન રાખે છે. ક્યારેક તે રીક્ષા વાળની મદદ કરે છે તો કયારેક વિધાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. આ વખતે પીએમ મોદીએ ગરીબ અને ભૂખથી તડપતી ત્રણ દીકરીને જમવાનું પહોચાડ્તા દીકરીના મોઢા પર ખુશી છવાઈ ગઈ હતી. બાદમાં આ દીકરીઓએ પીએમ મોદીને ધન્યવાદ કહ્યું હતું.

Image source

આ ઘટના ભાગલપુરના ખંજરપુરની છે. બીજાના ઘરે વાસણ અને ઘરમાં કચરા-પોતા કરતી 3 અનાથ બાળકીઓને પદસોંશીપએ જમવાનું આપવા માટે ઇન્કાર કરી દીધો ત્યારે ભૂખથી તડપી રહી હતી. આ બાળકીઓ છેલ્લા 3 દિવસથી કંઈ જ ખાધું ના હતું. આ બાદ કોવીડ -19 દ્વારા કેન્દ્રની હેલ્પલાઇન પર આ અંગેની જાણકારી આપી હતું. કેન્દ્ર સરકારે આ મામલે ગંભીરતાની નોંધ લઇ એક કલાકની અંદર જ બાળકી ના ઘરે જમવાનું પહોંચાડી દીધું હતું. જમવાનું જોતા જ બાળકીઓની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

Image source

જણાવી દઈએ કે, ખંજરપુરની 18 વર્ષીય ગૌરી તેની 2 નાની બહેનો આશા અને કુમકુમ બને ત્રણ દિવસથી ભૂખી હતી. ત્રણેયને ગુરુવારે અખબારમાં છપાયેલા વિદેશમંત્રાલયની હેલ્પલાઇન 1800118797 પર ફોન કરીને જાણકારી અપાઈ હતી બાળકીઓએ જણાવ્યું હતું કે, તેં દિવસથી ભૂલી છે. ઘરમાં અનાજનો એક દાણો પણ નથી. જે લોકોના ઘરે વાસણ સાફ કરીને ગુજારો કરતી હતી તે લોકોએ પણ મનાઈ કરી દીધી છે.

Image source

મોટી બહેન ગૌરીએ જણાવ્યું હતું કે, તેના પિતા સિનોદ ભગત અને માતા અનિતા દેવીનું બહુ સમય પહેલા નિધન થઇ ગયું હતું.
બને બીજાના કપડાં ધોઈને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. માતાપિતાના અવસાન પછી બધી બહેનોનો અભ્યાસ પણ છૂટી ગયો હતો. આ બાદ ગૌરી પાડોશીઓના વાસણો સાફ કરે છે અને નાની બહેનોને ઉછેર કરે છે. કેટલીકવાર નાની બહેન પણ આમાં મદદ કરે છે. તેણે કહ્યું કે લોકડાઉન પછી એક-બે દિવસ મદદ કરી હતી. આ બાદ મદદ કરવાનું બંધ કરી દીધું. આ બાદ એક દિવસ તેણે અચાનક અખબારમાં નંબર જોયો તો ફોન કરીને તેની સ્થિતિ વિષે જાણ કરી હતી. બાદમાં એ લોકોને વિશ્વાસ ના હતો થોડી વારમાં જમવાનું પહોંચી ગયું હતું.

Image source

જગદીશપુર ઝોનલ ઓફિસર સોનુ ભગતએ જણાવ્યું કે, ત્રણેય બહેનોએ અખબારમાં જોયા બાદ પીએમઓના હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો. ત્યારબાદ પીએમઓ દ્વારા જિલ્લા વહીવટીતંત્રની સૂચનાના પગલે આ ત્રણેય બહેનોને અડધો કલાકમાં જ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. આ સાથે જ કરિયાણું પણ છોઆપવામાં આવ્યું છે. તેણે કહ્યું કે કોઈ પણ જરૂરિયાત માટે મેં તેને મારો મોબાઇલ નંબર પણ આપ્યો છે જેથી તે વાત કરી શકે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.