ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ ખરેખર જાણવા જેવો છે, વાંચીને જય ભદ્રકાળી જરૂર કોમેન્ટ કરજો

જબ કુત્તે પે સસ્સા આયા,
અહેમદ શાહને નગર બસાયા !!

Image Source

આ પાનકી આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છે, હાલનું અમદાવાદ પહેલા અહેમદ નગર હતું, અહેમદ શાહ રાજાએ અમદાવાદ વસાવ્યું હતું, એ કથા પણ સૌ કોઈ જાણતું હશે પરંતુ એ કથા સાથે જ અમદાવાદના સૌથી પ્રાચીન મંદિર ભદ્રકાળી મંદિર વિશેની કથા ઘણા ઓછા લોકો જાણે છે. આજે એજ કથા અમે તમને જણાવીશું.

ભદ્રકાળી મંદિરની સ્થાપના અહેમદ શાહે કરી એ પહેલા લગભગ 1000 વર્ષ પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવામાં બિરાજમાન છે. કર્ણદેવે જયારે કર્ણાવતી નગરીની સ્થાપના કરી એ સાથે જ નગરની મધ્યમાં દેવી ભદ્રકાળીના મંદિરની પણ સ્થાપના કરી હતી, પરંતુ મોગલોના સાશન દરમિયાન આ મંદિરને ઘણી રીતે નુકશાન પહોંચાડવામાં આવ્યું. મૂર્તિઓને પણ નષ્ટ કરી દેવામાં આવી.  તેનું પરિણામ પણ તેમને ભોગવવું પડ્યું હતું.

Image Source

આજે તમે જે જગ્યા ઉપર દેવી ભદ્રકાળીનું  મંદિર જોઈ રહ્યા છો તે મંદિરની બદલાયેલી જગ્યા છે, આ મંદિર પહેલા માણેક ચોક વિસ્તારમાં આવેલું હતું. મોગલો દ્વારા જયારે મંદિરને નષ્ટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે દેવી ભદ્રકાળીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં લાવીને સંતાડી દેવામાં આવ્યા હતા અને ત્યાર પછી બ્રિટિશ શાસનમાં પેશ્વાઓએ મંદિરની સ્થાપના એજ જગ્યા ઉપર કરવામાં આવી જ્યાં આજે દેવી ભદ્રકાળીનું મંદિર તમે જોઈ રહ્યા છો.

Image Source

એક પ્રાચીન દંતકથા અનુસાર એમ પણ કહેવામાં આવે છે કે એક સમયે દેવી લક્ષ્મી અતિ સ્વરૂપવાન કન્યાનું રૂપ ધારણ કરી અને બાદશાહના મહેલ પાસે આવ્યા હતા અને તેઓ અમદાવાને કાયમ માટે છોડીને ચાલ્યા જવાનું નક્કી કરીને જ આવ્યા હતા. તેમને કિલ્લાના દરવાજા પાસે આવી અને દ્વારપાળને દરવાજો ખોલવા વિશે જણાવ્યું ત્યારે દ્વારપાલે વિનમરતાથી તેમનો પરિચય અને આવવાનું કારણ પૂછ્યું, દેવીએ પોતે લક્ષ્મી હોવાનું જણાવ્યું સાથે તે આ નગર છોડીને હંમેશને માટે ચાલ્યા જવાના છે એ વાત પણ જણાવી. આ સાંભળી દ્વારપાળ ચિંતામાં પડી ગયો અને તેને એક યુક્તિ વાપરી, દેવી પાસે વચન માંગ્યું કે એ બાદશાહની પરવાનગી લઈને જ્યાં સુધી પાછો ના ફરે ત્યાં સુધી તેઓ અહિયાંથી જાય નહીં, દેવીએ પરવાનગી આપતા દ્વારપાળ બાદશાહને આ વાત કહેવા માટે ગયો, પરંતુ દ્વારપાલે પોતાનું માથું ધડથી અલગ કરી અને મૃત્યુને વહારી લીધું જેના કારણે એ ક્યારેય પાછો ફર્યો નહીં અને દેવીને નગરમાં હંમેશને માટી રોકાઈ જવું પડ્યું.

આ દ્વારપાળ સૈનિકનો પાળિયો પણ ભદ્રકાળી વિસ્તારમાં આવેલો છે જ્યાં આજે મોટી સંખ્યામાં પાથરણા અને લારીઓ વાળા પોતાની રોજી રોટી કમાય છે. આ પાથરણાવાળા અને લારીઓ વાળા દેવી ભદ્રકાળી સાથે એ સૈનિકની સમાધિની પણ પૂજા કરે છે.

Image Source

આજે પણ ભદ્રકાળી મંદિરનું એટલું જ માહાત્મ્ય છે અને જેને નગરદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, આજે પણ હજારોની સંખ્યામાં ભક્તો દેવીના દર્શન માટે આવે છે. માતાજી તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે.

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.