નણંદ અને ભાભીની અનોખી પ્રેમ કહાની, પતિની મરજીથી જ ભાભીએ નણંદ સાથે કર્યા લગ્ન, હવે નણંદનું અપહરણ થતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન… જુઓ
છેલ્લા થોડા સમયમાં આપણા દેશમાંથી એવી એવી પ્રેમ કહાનીઓ સામે આવી રહી છે જેને જાણીને કોઈને પણ હેરાની થઇ જાય. સોશિયલ મીડિયા પર ચર્ચમાં રહેતી કહાનીઓમાં મોટાભાગની સમલૈંગિક સંબંધોની કહાનીઓ હોય છે. જેમાં બે યુવકો કે યુવતીઓ એકબીજાના પ્રેમમાં પડીને લગ્નના બંધનમાં પણ બંધાતા હોય છે.
ત્યારે હાલ એક નણંદ ભાભીની એવી જ એક કહાની ચર્ચામાં ચાલી રહી છે. આ કહાની સામે આવી છે બિહારમાંથી. જ્યાં સમસ્તીપુરના રોસડા ગામમાં ભાભીએ નણંદ સાથે લગ્ન કર્યા. નણંદના પ્રેમમાં પાગલ બનેલી ભાભી સતત ત્રણ દિવસથી રોસડા પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહી છે. રવિવારે પણ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને તેની નણંદને પરત લાવવા વિનંતી કરી.
આટલું જ નહીં, મહિલા તેનો પ્રેમ મેળવવા માટે મરવા પણ તૈયાર થઈ ગઈ હતી. જ્યારે ભાભી પોલીસ સ્ટેશન પહોંચી તો તેણે પોલીસ સ્ટેશન પરિસરમાં સ્થિત દેવી મંદિરની દિવાલ સાથે માથું ભટકાવવાનું શરૂ કર્યું. તેની સાથે તેનો પતિ પણ હાજર હતો. પતિએ મહિલાને માથું પછાડતા અટકાવી હતી. આ પછી, તે તેને હોસ્પિટલ લઈ ગયો અને પતિએ તેની સારવાર કરાવી.
ભાભીનું કહેવું છે કે તેને તેની નણંદ સાથે પ્રેમ થયો હતો, ત્યારબાદ બંનેએ પરસ્પર સંમતિથી લગ્ન કરી લીધા હતા. હવે, ભાભીએ તેની મોટી નણંદ પર નાની નણંદ એટલે કે તેની પત્નીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ નાની નણંદને પાછી લાવવા હોબાળો મચાવ્યો છે. તો પોતાની નાની બહાને સાથે પત્નીના લગ્ન કરવા છતાં પણ પતિએ તેની પત્નીનો સાથ નથી છોડ્યો અને પત્ની સાથે જ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવા પણ પહોંચ્યો હતો.
27 વર્ષીય શુભકલા દેવીએ જણાવ્યું કે તેના લગ્ન 10 વર્ષ પહેલા છૌડાહી ઓપી વિસ્તારના શાહપુર પંચાયતના વોર્ડ નંબર આઠના ભોજા ગામના રહેવાસી પ્રમોદ દાસ સાથે થયા હતા. તેને બે બાળકો પણ છે. મહિલાએ જણાવ્યું કે સાથે રહેતી વખતે તેને તેની નાની નણંદ સોની કુમારી સાથે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ બે વર્ષ પહેલા દારૂડિયા સસરા છોટે લાલ દાસની છેડતીને કારણે તેણે ઘર છોડવું પડ્યું હતું.
તે સમસ્તીપુર જિલ્લાના રોસડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધારા ગામમાં ભાડાના મકાનમાં તેના પતિ અને બાળકો સાથે રહે છે. એક વર્ષ પહેલા તેની નાની નણંદ સોની કુમારી અચાનક મોડી રાત્રે તેના ઘરે આવી હતી. નણંદે તેના પિતા દ્વારા હેરાન થતી હોવાની વાત કરી હતી. મહિલાએ જણાવ્યું કે મારા પતિની સંમતિથી અમે બંને નણંદ અને ભાભીએ મંદિરમાં અને પછી કોર્ટમાં પરસ્પર સંમતિથી લગ્ન કર્યા.