બે બે ભાભીઓએ મળીને દિયરને આપ્યો ડાન્સ કરવા માટે ચેલેન્જ, પછી દિયરે કર્યો એવો ડાન્સ કે જોઈને ભાભીઓએ પણ મોઢામાં આંગળા નાખી દીધા, જુઓ વીડિયો

હાલમાં લગ્નની સીઝન ચાલે છે અને ઘણા બધા યુગલો પ્રભુતામાં પગલાં પણ માંડી રહ્યા છે. આપણે ત્યાં લગ્ન હોય એટલે ડાન્સની ધૂમ તો જમવાની જ. સોશિયલ મીડિયામાં પણ લગ્ન અને લગ્નમાં થતા ડાન્સના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જે લોકોના દિલ પણ જીતી લેતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક દિયર ભાભીનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

લગ્નમાં દિયર અને ભાભીનો સ્વેગ અલગ હોય છે. જ્યારે દિયર અને ભાભી સ્ટેજ પર ડાન્સ કરવા માટે આવે છે, ત્યારે બધાની નજર તેમના તરફ જાય છે. આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. પરિવારમાં લગ્ન પ્રસંગે બે ભાભીએ પોતાના દિયરને ડાન્સ ચેલેન્જ આપી છે. આ પછી, દિયર એકલો તેની બે ભાભી સાથે જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે.

આ વીડિયો એટલો જબરદસ્ત છે કે જેણે જોયો તે જોતો જ રહી ગયા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન સંબંધિત ફંક્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન બે ભાભી ડાન્સ ફ્લોર આવે છે. ડીજે વાળાએ હરિયાણવી ગીત વગાડ્યું છે. બંને ભાભી આ ગીત પર ડાન્સ કરવા લાગે છે. આ પછી, તે નજીકમાં ઉભેલા તેના દિયરને ડાન્સ ચેલેન્જ આપે છે. આટલું થતાં જ દિયર પણ તેમની સાથે જોડાઈ જાય છે. આ પછી ત્રણેય વચ્ચે ડાન્સ સ્પર્ધા શરૂ થાય છે.

તમે જોઈ શકો છો કે દિયર ધીમે ધીમે ડાન્સમાં તેની ભાભીને પછાડવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દિયર એકથી વધુ ડાન્સ સ્ટેપ કરે છે. તેના જબરદસ્ત ડાન્સ ફંક્શનમાં હાજર લોકો જોતા જ રહી જાય છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ખુબ જ વાયરલ થયો છે અને લાખો લોકોએ આ વીડિયોને જોયો છે. સાથે જ કોમેન્ટ કરી અને દિયરના ડાન્સના વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel