સંબંધ અને સંસ્કારના થયા લીલાલહેર, દિયર અને ભાભી વચ્ચે હતું ઇલુ ઇલુ, માતાએ આ લફરાનો વિરોધ કર્યો તો દીકરાએ કર્યો ભયાનક કાંડ

ગુજરાત સમેત દેશભરમાં અનેક હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર અંગત અદાવત કારણ હોય છે તો ઘણીવાર પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધ…છેલ્લા કેટલાય સમયથી પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધના કિસ્સામાં સંબંધોના શર્મશાર થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાભી સાથે અવૈદ્ય સંબંધને કારણે દીકરાએ પોતાની જ માતાની હત્યા કરી દીધી.

આ વારદાતને અંજામ તેણે તેની ભાભી સાથે મળીને આપ્યો હતો. હત્યા બાદ બંને લાશને ઠેકાણે લગાવવાના પ્રયાસમાં હતા પરંતુ પોલિસને ભનક લાગી જતા તે પહોંચી હતી અને દિયર-ભાભીને હિરાસતમાં લીધા હતા. પોલિસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જેના રીપોર્ટમાં સામે આવ્યુ કે ગળુ દબાવી હત્યા કરવામાં આવી છે અને પીએમ રીપોર્ટમાં માથામાં ઇજા પહોંચી હોવાનો પણ ખુલાસો થયો હતો.

જે બાદ પોલિસે બંને આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા અને ન્યાયિક હિરાસતમાં જેલ મોકલી દીધા હતા. આ ઘટના ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના બિંદકી કોતવાલી વિસ્તાકના હસનાપુર ગામની છે. બિંદકી કોતવાલીના સીઓએ જણાવ્યુ કે, શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યા આસપાસ 60 વર્ષિય રામશ્રીની લાશ પોલિસે બરામદ કરી હતી.

મૃતકના પરિજન લાશના અંતિમ સંસ્કાર માટે જઇ રહ્યા હતા, પરંતુ પોલિસે તેમને રોકી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી જે બાદ રીપોર્ટમાં મહિલાનું ગળુ દબાવી હત્યા થઇ હોવાની પુષ્ટિ થઇ, આ ઉપરાંત માથામાં ઇજાના નિશાન પણ મળ્યા.ગ્રામજનોની પૂછપરછ બાદ પોલીસને રામશ્રીના નાના પુત્ર સંતરામ અને મોટી વહુ કામીની પર શંકા ગઈ.

બંનેની કસ્ટડીમાં કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે બંને વચ્ચેના અવૈદ્ય સંબંધનો મામલો સામે આવ્યો હતો.ત્યારબાદ બંનેએ વૃદ્ધ માતાની હત્યા કર્યાની કબૂલાત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પુત્રવધૂ કામિનીના પતિ રાજેન્દ્ર સિંહ મુંબઈમાં ખાનગી નોકરી કરે છે. તેના લગ્ન લગભગ પાંચ વર્ષ પહેલા થયા હતા. પતિ મુંબઈમાં હોવાને કારણે સંતરામ અને કામિની વચ્ચે અવૈધ સંબંધો બંધાયા હતા. આ વાતની માતાને જાણ થઇ અને તે બાદ માતા રામશ્રી ભાભી અને વહુના સંબંધોનો વિરોધ કરતી હતી.

આ જ વાતને લઈને ત્રણેય વચ્ચે ઘણીવાર ઝઘડો થતો હતો. શુક્રવારે બપોરે રામશ્રીનો બંને સાથે ઝઘડો થયો હતો. આ પછી રાત્રે કામિનીએ સાસુને પકડીને મોઢામાં કપડું ભરી દીધું હતું. પુત્ર સંતરામે ઇંટ તોડનાર બાસુલી અને મુગરી વડે માતાના માથા પર માર માર્યો હતો. જ્યારે માતા બેહોશ થઈ ત્યારે પુત્ર સંતરામે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.હત્યારી પુત્રવધૂ કામિનીને બે બાળકો છે. એક બાળક ત્રણ વર્ષનો અને બીજો દોઢ વર્ષનો છે.

Shah Jina