લગ્નમાં દુલ્હને દિયર સાથે એવા અંદાજમાં ડાન્સ કર્યો કે દુલ્હાનું આવું આવ્યુ રિએક્શન- જુઓ વીડિયો

લગ્નમાં ભાભી અને દિયરે કર્યો જબરદસ્ત ડાન્સ, જોતા જ રહી ગયા વરરાજા

બોલિવૂડના લગ્નોમાં દિયર-ભાભીનો ફની ડાન્સ અને તેમની મસ્તી અવારનવાર જોવા મળે છે. દિયર-ભાભીના ડાન્સ ગીતો પણ ખૂબ લોકપ્રિય છે. જો ફિલ્મોમાં આવું થાય છે તો વાસ્તવિક જીવનમાં પણ તેની ઝલક જરૂર જોવા મળશે. કોઈપણ લગ્ન ગીત અને ડાંસ વિના અધૂરા લાગે છે. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ સંબંધીઓ અને મિત્રો પણ ખૂબ હોબાળો મચાવે છે. અત્યાર સુધી તમે દિયરના લગ્નમાં ભાભીને ઘણી વખત ડાન્સ કરતા જોઇ હશે, પરંતુ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો સામે આવ્યો છે

જેમાં ભાભી પોતાના જ લગ્નમાં દિયર સાથે ડાન્સ કરી રહી છે. દિયર-ભાભીનો આ ક્યૂટ ડાંસ વીડિયો દરેકના દિલ જીતી રહ્યો છે. ખાસ કરીને નવપરિણીત દુલ્હનની આ સ્ટાઇલ લોકોને પસંદ આવી રહી છે. જો કે તમામ સંબંધો પોતાનામાં ખાસ હોય છે, પરંતુ દિયર અને ભાભીનો સંબંધ સૌથી મધુર હોય છે. આ પ્રેમભરેલા સંબંધનો જબરદસ્ત વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયાની હેડલાઇન્સમાં છે. આ વિડિયોમાં દુલ્હન પોતાના જ લગ્નમાં પોતાના દિયર સાથે ડાન્સ કરી રહી છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના લોકપ્રિય ટ્રેક ‘ભાભી કે સંગ હોલી મેં રંગ ગુલાલ ઉડાયેંગે’ પર સ્ટેજ પર જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં જ્યાં એક તરફ લોકો દિયર ભાભીના ધમાકેદાર ડાન્સ પર પ્રેમ વરસાવી રહ્યા છે. ત્યાં વરરાજા પણ તેની દુલ્હનને આ રીતે ડાન્સ કરતી જોઈને ખૂબ જ ખુશ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ આ સુંદર વીડિયોને નેટીઝન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Deepanshu ✨ (@deepanshusharma010)


આ વીડિયો જોયા પછી તમારા ચહેરા પર પણ એક મોટું સ્મિત આવી જશે. જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા શેર કરવામાં આવેલ આ વીડિયોને 70 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ જીવન છે, ખુશીથી જીવો અને મસ્ત બનો. અન્ય એક યુઝરે લખ્યું કે, આવા દિયર નસીબદાર ભાભીને જ મળે છે. બીજા એક યુઝરે લખ્યું, અદ્ભુત ક્ષણ ભાઈ…

Shah Jina