પોતાના દિયરની જાન લઈને જતા સમયે જ રસ્તા વચ્ચે ભાભીઓએ કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે જોનારા પણ આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા

ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નોમાં મોટાભાગના લોકો વરઘોડા દરમિયાન આનંદ માણે છે. જ્યારે વરઘોડો જાય છે, ત્યારે ઘરના લોકો વરરાજા સાથે જોરદાર ડાન્સ કરે છે. ડાન્સ વિના વરઘોડો અધૂરો માનવામાં આવે છે. વરઘોડાના સમયે ઘણા લોકો નાગિન ડાન્સ કરીને માહોલ બનાવતા હોય છે તો તમે વરઘોડો દરમિયાન ભાભીને પણ ડાન્સ કરતી જોઈ હશે.

સોશિયલ મીડિયા પર આજકાલ લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વરઘોડા સમયનો છે. જેમાં વરરાજાની ભાભીઓ પોતાના દિયરના લગ્નમાં જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર વરઘોડાનો આ વીડિયો લોકો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં તમે વરને ઘોડી પર બેઠેલા જોઈ શકો છો. આ દરમિયાન તેની બે ભાભી રસ્તા પર ડાન્સ કરતી જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજાની ભાભી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે ‘લો ચલી મેં અપને દેવર કી બારાત લે કે’ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે. વરરાજા, તેની ભાભીને ડાન્સ કરતા જોઈ, ઘોડી પર બેઠા બેઠા પણ પોતાની જાતને રોકી શકતો નથી અને નાચવાનું શરૂ કરે છે. તમે જોઈ શકો છો કે વરરાજા તેની ભાભીને ટેકો આપવા માટે ઘોડી પર બેસીને તેના હાથ વડે ડાન્સ સ્ટેપ્સ કરે છે.

વરઘોડાનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ભાભીની શાનદાર સ્ટાઈલ બધાને પસંદ આવી રહી છે. વીડિયોમાં દિયર-ભાભીની બોન્ડિંગને પણ લોકો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર witty_wedding નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કરી છે અને લાખો લોકોએ જોયો છે.

Niraj Patel