‘પેગ બના દે યાર’ ગીત પર ભાભી અને દિયરે કર્યો એવો ધાંસૂ ડાંસ કે લોકો પણ બોલી ઉઠ્યા વાહ !

દિયરે લીધી હલ્કામાં તો ડાંસ ફ્લોર પર ભાભીએ કર્યો એવો કમરતોડ ડાંસ કે લોકો બોલ્યા- ભારે પડી ગયુ ને ભૈયા…!

હાલ તો ભારતમાં લગ્નની સિઝલ ચાલી રહી છે અને સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે. ત્યારે લગ્નના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. જો કોઈ ફંક્શન હોય અને એમાં ડાન્સ ન હોય શું એવું બની શકે ? કોઇ પણ પાર્ટી હોય લોકો તેને ધમાકેદાર બનાવવા માટે જોરદાર ડાન્સ કરતા હોય છે. પરંતુ જો લગ્ન પ્રસંગની વાત કરીએ તો તેની તો ખુશી જ કંઇક અલગ હોય છે. તમે અત્યાર સુધી લગ્નના ફંક્શનના અલગ અલગ ઘણા ડાન્સના વાયરલ વીડિયો જોયા હશે. પરંતુ અમે તમારા માટે આજે એક અલગ જ ડાન્સ વીડિયો લઈને આવ્યા છીએ. આ વિડિયો જો તમે એકવાર જોશો તો તમને તેને વારંવાર જોવાનું મન થશે.

વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નનો માહોલ છે અને આસપાસના લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં તમે ડાન્સ ફ્લોર પર એક ભાભી અને એક દિયરને જોરદાર ડાન્સ કરતા જોઈ શકો છો. વીડિયોના બેકગ્રાઉન્ડમાં પેગ બના દે યાર ગીત વાગી રહ્યું છે. વીડિયોમાં ડાન્સ કરી રહેલી મહિલા આ ગીત પર સાડી પહેરીને ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરી રહી છે. તેની સાથે તેનો દિયર પણ મસ્તીમાં ઝૂમી રહ્યો છે. વીડિયોમાં પ્રથમ દિયર ડાન્સ શરૂ કરે છે.

તે પછી, મહિલા ડાન્સ જે રીતે કરે છે તે જોઈને ત્યાંના લોકો આનંદથી ઉછળી પડે છે અને કોમેન્ટ સેક્શનમાં પણ લોકો મહિલાના લોકો વખાણ કરતા પોતાને રોકી શકતા નથી. કોમેન્ટ સેક્શન જોતા ખબર પડે છે કે ડાન્સ કરતી મહિલા તે વ્યક્તિની ભાભી છે. યુટ્યુબ પર આ વીડિયોને અત્યાર સુધીમાં 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ અંગે લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું, “મહિલાનો ડાન્સ જોઈને દિલ ખુશ થઈ ગયું”. અન્ય યુઝરે લખ્યું, “વાહ! ભાભી… શું ડાન્સ કર્યો છે”. અન્ય એક યુઝરે લખ્યું, “આ ભારતની સંસ્કૃતિ છે. સાદગી પણ દિલ જીતી શકે છે”.

Shah Jina