દિયરના લગ્નમાં ભાભીએ સ્ટેજ પર કર્યો ધમાકેદાર ડાંસ, વીડિયો જોઇ તમે પોતાને તાળી પાડવાથી નહિ રોકી શકો

વડોદરામાં દિયરના લગ્નમાં ખૂબ જ નાચી ભાભી, ધમાકેદાર ડાંસ જોઇ લોકો વગાડવા લાગ્યા સીટી

સોશિયલ મીડિયા પર લગ્ન સમારોહના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. તેમાં પણ સોશિયલ મીડિયા પર દિયર-ભાભી અને જીજા-સાળીના વીડિયો ધૂમ મચાવી દેતા હોય છે. દિયર-ભાભીની ખૂબસુરત બોન્ડિંગ ઘણીવાર વાયરલ વીડિયોમાં જોવા મળતી હોય છે તો જીજા-સાળીની મસ્તી વાળા વીડિયો પણ વાયરલ થતા રહેતા હોય છે. સોશિયલ મીડિયા સાઇટ્સ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યૂટયૂબ વગેરે પર લગ્નને લગતા ઘણા વીડિયો વાયરલ થાય છે. લોકોને પણ લગ્ન સમારોહના વીડિયો પસંદ આવતા હોય છે. (તસવીરો: ઇન્સ્ટાગ્રામ વીડિયો પરથી)

દિયરના લગ્નમાં ભાભીને ઘરની ઘણી જવાબદારીઓ ઉઠાવવી પડતી હો છે. સાથે જ લગ્ન દરમિયાન ઘણુ એન્જોય પણ કરવુ હોય છે. એવામાં જયારે ભાભીને મોકો મળે ત્યારે તે લોકોને ઇમ્પ્રેસ કરવામાં બિલકુલ પાછળ રહેતી નથી. સોશિયલ મીડિયા પર કંઇક આવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, ભાભી દિયરના લગ્નમાં ખુશ થઇને સ્ટેજ પર જબરદસ્ત ડાંસ કરી રહી છે.

દિયર અને ભાભીનો સંબંધ માત્ર મિત્રતાનો નહિ, પરંતુ ભાઇ-બહેન અને મા-દીકરા જેવો હોય છે. લગ્નમાં બધા આ જોડીને જોવાની પસંદ કરે છે. બંને વચ્ચે ઘણી સારી બોન્ડિંગ જોવા મળતી હોય છે. ઇન્ટરનેટ પર હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોઇ શકાય છે કે, દિયરના લગ્નમાં ભાભી મસ્ત થઇને ડાંસ કરી રહી છે.

ભાભી આ લગ્નમાં પોપ્યુલર ફિલ્મ “હમ આપકે હે કોન”ના મશહૂર ગીત ‘લો ચલી મેં’ પર ધમાકેદાર ડાંસ કરી રહી છે. ભાભીએ તેમના ડાંસ પર્ફોમન્સ દરમિયાન બ્લુ કલરનો લહેંગો પહેર્યો છે. લગભગ 1 મિનિટના આ વીડિયોમાં તેમણે સામે બેસેલ મહેમાનોનું દિલ જીતી લીધુ. પર્ફોમન્સ બાદ લોકોએ ખૂબ તાળીઓ પાડી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ થયા બાદ જ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. તેમજ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @prernagupta52

Shah Jina