દિયરના લગ્નમાં ભાભીના ઠુમકા જોઈને પાગલ થયા લોકો, દેરાણી સામે એ રીતે લગાવ્યા ઠુમકા કે લોકોએ કહ્યું, “આ ભાભી તો સુપરહિટ છે !”

સોશિયલ મીડિયામાં દિયરના લગ્નની અંદર ભાભીના ડાન્સ કરતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ભાભી પોતાના દિયરના લગ્નમાં ખુબ જ ઉત્સાહિત હોય છે અને તેમનો આ ઉત્સાહ તેમના ડાન્સ વીડિયોની અંદર પણ જોવા મળતો હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ભાભી જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ભાભી પોતાની દેરાણી સામે જબરદસ્ત ડાન્સ પર્ફોમન્સ આપે છે, ભાભી જયારે ડાન્સ કરતા હોય છે ત્યારે તેના દેરાણી શાંતિથી સોફા ઉપર બેસી રહે છે. ભાભીનો ડાન્સ જોઈને લોકો પણ ખુબ જ ખુશ થઇ જાય છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે દિયર અને દેરાણી સ્ટેજ ઉપર બેઠા છે, ત્યારે જ અચાનક ભાભી આવે છે અને બોલીવુડના સૌથી પ્રખ્યાત ગીત “લો ચલી મેં.. અપને દેવર કી બારાત લે કે…” ગીત ઉપર જબરદસ્ત ડાન્સ કરે છે. ભાભી તેમના ડાન્સ દ્વારા જ ત્યાં ઉપસ્થિત બધા જ લોકોના દિલ જીતી લે છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ભાભી ડાન્સ કરતા કરતા દિયર સામે જોવે છે અને દિયર પણ તેમને સ્માઈલ આપે છે. ઘણા લોકો કોમેન્ટ કરી અને ભાભીના આ ડાન્સની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel