સાયલામાં દિયર-ભાભીના પ્રેમ પ્રસંગનો આવ્યો કરુણ અંત, ખેતરમાં લીમડાના ઝાડ ઉપર સાથે લટકી અને જીવન ટૂંકાવ્યું

લગ્નેત્તર સંબંધોની ઘણી ઘટનાઓ આપણી આસપાસ પણ રોજ સાંભળવા મળતી હોય છે, ત્યારે ઘણીવાર આવા લગ્નેત્તર સંબંધોના ગંભીર પરિણામો પણ આવતા આપણે જોયા છે, હાલ એવી જ એક ઘટના સાયલામાંથી સામે આવી રહી છે, જ્યાં દિયર-ભાભીએ આપઘાત કરી અને મોતને વહાલું કરી લીધું છે, આ બંને વચ્ચે પ્રેમ સંબંધો પાંગરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સાયલા તાલુકાના લીંબાળા ગામે કૌટુંબીક દિયર-ભોજાઈ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધો પાંગરી રહ્યા હતા. પરંતુ હવે આ પ્રેમ કહાનીનો કરુણ અંત આવી ગયો, જયારે આ બંનેની લાશ ગામથી થોડે દૂર ખેતરની અંદર એક લીમડાના ઝાડ ઉપર લટકતી જોવા મળી હતી. આ ઘટનાને લઈને સમગ્ર ગામની અંદર પણ ચકચારી મચી ગઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર લીંબાળા ગામે રહેતા ભગવાનભાઈ જોગરાણાના લગ્ન ચાર વર્ષ પહેલા લીંબડી તાલુકાના ધલવાણા ગામે રહેતી રેખા નામની યુવતિ સાથે થયા હતા. લગ્ન બાદ તેમને એક પુત્ર પણ હતો. જે હાલ દોઢ વર્ષનો છે. એક વર્ષ પહેલા રેખાબેનને ગામમાં જ રહેતા અને તેના કૌટુંબિક દિયર થતા 22 વર્ષના વિક્રમ સાથે આંખ મળી ગઈ હતી. જેના બાદ બંને વચ્ચે પ્રેમ પણ પાંગર્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

દિયર ભાભીની આ પ્રેમ કહાનીના કિસ્સાની ગામમાં વાતો પણ થવા લાગી હતી જેના કારણે ત્રણ મહિના પહેલા જ પરિવારને પણ ખબર પડતા ઠપકો પણ આપવામાં આવ્યો હતો. પરંતુ પ્રેમમાં ભાન ભૂલેલા આ દિયર ભોજાઈને જુદા થવું અસહ્ય લાગ્યું અને તેના કારણે જ તેમને ગામની સીમમાં જઈને મોતને વહાલું કરવાનો નિર્ણય કર્યો હતો. આ આપઘાતના કારણે રેખાબેનને દોઢ વર્ષના દીકરાએ તેની માતાની છત્રછાયા ગુમાવી હતી.

Niraj Patel